Read Time:50 Second
જગન્નાથ મંદિર, દુનેથા ખાતે શરદ પૂર્ણિમા પર્વ અંતર્ગત બે દિવસ દરમિયાન ભજન, આરતી તથા પુજા નું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૮ સપ્ટેમ્બર ૨૦૨૨નાં રોજ રાત્રે ૭.૩૦ કલાકે પૂજા, ૮.૦૦વાગે હવન, આરતી ૮.૩૦, ૯.૦૦ ભજન/કીર્તન, ૯.૩૦ કલાકે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે તા.૯ નાં રોજ ૭.૩૦ કલાકે જગન્નાથ ભગવાન ની આરતી અને ૮.૩૦ કલાકે ચંદ્ર દેવતા ની આરતી કરવામાં આવી હતી. આજે અને ગઈકાલ દરમિયાન ખુબ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યાં હતાં અને જગન્નાથ ભગવાન ની આરતી, ભજન કીર્તન અને મહાપ્રસાદ નો લાભ લીધો હતો.
