Explore

Search

October 14, 2025 2:33 am

लेटेस्ट न्यूज़
Advertisements

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -2 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -2 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ _2
મૃદંગ ની એક-એક થાપે નૃત્યના ઠેકા તેજીલા બનવા લાગ્યા. ઘેરદાર વસ્ત્રોના અને ઘુઘરીયાળા આભૂષણોના હલનચલનથી તેમજ પરસ્પર ઘસાવાથી એક મધુર સ્વર પેદા થયો જે સૌને મંત્ર મુગ્ધ કરી ગયો.
‘ તતથેઇ તતથેઈ…… રાસમંડળમેં
બને નાચત પિયકે સંગ પ્રીતમ પ્યારી……… પ્યારી કે સંગ બેનુ બજાવત સુધરરાય શ્રી ગોવર્ધનધારી……….
રાસ ચગ્યો. કિર્તનની રમઝટ બોલાઇ. એવામાં ચંદ્રને પોતાની ગતિ નું ભાન શ્રી હરિએ કરાવ્યું અને નિશા પોતાની ભાતીગળ ચુંદડી શંકોરવા લાગી. ટમટમતા તારલિયાઓનો પ્રકાશ મંદ પડવા લાગ્યો. શ્રમિત યુગલસ્વરૂપ વિશ્રામ કાજે એક ગાંઢીનિકુંજમાં સરકી ગયું.
” રાજેશ્વરી આજે તો અદભુત નૃત્ય કર્યું તમે.વાહ, શું તાલ હતો…….શું ભાવ – ભગીમાં હતો…… આજે તો એવું લાગતું હતું કે અટકવું જ નથી……..બસ,
ખેલ્યા જ કરીએ…..રાસ- મંડળના સ્વરૂપોને આજે થકવી નાખીએ…… પણ તમારી નાજુકાઈ ને જ્યારે પ્રસ્વેદના કણો ઘેરી વળ્યા ત્યારે અમારે ચંદ્રને એની ગતિ નું ભાન કરાવવું પડ્યું અત્યારે તમને અમારી પ્રસન્નતાની ક્યાંય સીમા નહીં વર્તાય. કંઈક માગી લ્યો પ્રાણેશ્વરી…. આજના અદભુત રાસ ની યાદ માં તમે પણ કંઈક અદભુત માગી લો……..’
“નાથ, આપ જ જ્યાં મારા પાલવડે બંધાઈ ચૂક્યા છો ત્યાં બીજા કોની કામના શેષ રહી હોય? છતાંય એક વાતની અધૂરપ વર્તાય છે અહીં આટલા સુંદર અને મોટા ગોલોકધામમાં એક પણ સ્થળે એવું નથી કે જ્યાં……કઈ નહિ, જવા દો, આપને ગમે એવું ધામ આપે બનાવ્યું છે એમાં અમારે મન પરોવી રાખવાનું છાનું છપનું તો કંઈ કરી જ ન શકીએ.
” શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements