Explore

Search

August 30, 2025 1:58 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ- 9 & 10 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ- 9 & 10 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ- 9
ઋષિ શ્રી ગોવર્ધન સાથે હરી રસની લહાણ લૂંટતા જાય છે અને રસ્તો કાપતા જાય છે. એવામાં આવ્યું વ્રજ મંડળ અને શ્રી ગોવર્ધન ચમકી ગયા.’ આ શું? આતો ગોલોકધામનો પરિ કર છે…..! પ્રભુ અહીં સાક્ષાત પ્રગટ થવાના છે…… અહીં અનેક પ્રકારની લીલાઓ ખેલવાના છે…. મારા વગર યુગલ સ્વરૂપ શું કરશે? કોણ એમને કંદરાઓ સિદ્ધ કરી આપશે? કોણ એમની પ્રિય ગાયોનું સંવર્ધન કરશે? મારે તો અહીં જ રોકાઈ જવું જોઈએ. પણ આ ઋષિએ પ્રતિજ્ઞા કરી છે એટલે મને ક્યાંય નીચે નહીં ઉતારે. સીધા લઈ જશે મહાદેવજીની નગરીમાં. ત્યાં ભૂત પ્રેત અને અઘોરી સાધુ બાવાઓ ની વચ્ચે મારી સ્થાપના કરી દેશે અને પછી મારી શરત પ્રમાણે હું પણ ત્યાંથી હલી નહીં શકું….. હે પ્રભુ, આપજ કંઈક રસ્તો કરી આપજો…..’
શ્રી ગોવર્ધ ને મનોમન પ્રભુને સંભાર્યા અને પ્રભુએ એમને એક યુક્તિ શુજાડી. એમણે પોતાનું વજન વધારવા માંડ્યું. એટલું વજન વધાર્યું કે ઋષિ હાફવા લાગ્યા, પરસેવે રેબઝેબ થઈ ગયા. અતિશય શ્રમને કારણે એમને લઘુશંકા ની હાજત પ્રાપ્ત થઇ. કુદરતી આવેગોને ઋષિ ખાળી ન શક્યા અને લાચાર બની શ્રી ગોવર્ધન ને વ્રજભૂમિ પર પધરાવી દીધા. ઋષિને પ્રતિજ્ઞાનું વિસ્મરણ થઈ ગયું.
ઋષિએ થોડો સમય વિસામો લીધો. પછીથી હળવાશ અનુભવતા તેઓ સ્નાન કરી જબ કરવા બેઠા. જલપાન વગેરે કરી તાજા થઇ ગયા અને હથેળીમાં શ્રી ગોવર્ધન ને ઉઠાવવા નો પ્રયત્ન કરવા લાગ્યા. પણ આ શું? શ્રી ગોવર્ધન ટસથી મસ્ થતા નથી! વધુ બળ લગાવ્યું ….. તો પણ નકામું. સમગ્ર શક્તિ એકઠી કરીને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો … … કોઈ હલન ચલન નહીં! ઋષિ વિસામણમાં મુકાઈ ગયા.
” મહારાજ, મારી શરત ભૂલી ગયા? એકવાર આપ મને જે ભૂમિ પર મૂકશો ત્યાંથી પછી હું પાછો નહિ ઉઠું……. આપની પ્રતિજ્ઞા ભૂલી ગયા? આપ નિર્ધારિત સ્થળ કાશી નગરી સુધી ન પહોંચ્યો ત્યાં સુધી મને અન્ય કોઈપણ સ્થળે ભૂમિ પર નહિ મૂકો…… હવે ખેલ ખલાસ થઈ ગયો મહારાજ. હું અહીંથી નહીં ઉઠું……’ શ્રી ગોવર્ધન મુસ્કાઈ રહ્યા
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ 10
‘‘ઔહ, કપટ?’’ ઋષિ ક્રોધે ભરાયા.

“કપટ નહીં, હરિ ઈચ્છા…’’ શ્રી ગોવર્ધને ઋષિને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

“હરિ ઈચ્છાની તો મને જાણ નથી, પરંતુ મારી ઇચ્છા તે પૂરી નથી કરી તેથી હું તને શાપ આપું છું ૐ દરરોજ એક તલ જૈટલો તું ઘટતો – ભૂતલમાં સમાતો – જઈશ અને કાલાંતરે અદૃશ્ય થઈ જઈશ. તથાસ્તુ…….”શ્રી ગોવર્ધન ને ઋષિના શાપને પરમોચ્ચ શુભ આશિષ માની સહર્ષ સ્વીકારી લીધો.*
શાપ આપીને પુલત્સ્ય ઋષિ ખાલી હાથે કાશી તરફ ચાલી નીકળ્યા અને શ્રી ગોવર્ધન પર્વત સદાકાળ માટે વ્રજ માં બિરાજમાન થઈ ગયા.
“હે રાજન્ અત્યાર સુધીમાં તમે અધિકાર લીલા, સર્ગ લીલા, વિસર્ગ લીલા, સ્થાન લીલા, પુષ્ટિ લીલા, ઊતિ લીલા, મનવંતર લીલા અને ઈશાનું કથા લીલા સાંભળી. હવે શ્રી હરિની નિરોધ લીલા નું તમે શ્રવણપાન કરી રહ્યા છો. જે લીલાની હરિદાસવર્ય શ્રી ગિરિરાજજી ચાતક પક્ષીની જેમ રાહ જોઈ રહ્યા હતા એ લીલા નો આરંભ તમે સાંભળી ચૂક્યા છો. હવે હું તમને શ્રી ગોવર્ધન લીલા નું પાન કરાવીશ…… ધ્યાન દઈને સાંભળજો…….”
ઉત્તમ વક્તા શ્રી સુકદેવજી ઉત્તમ શ્રોતા પરીક્ષિત રાજાને શ્રી હરિ ની કથા સંભળાવી રહ્યા છે. સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણ પ્રભુ માતા યશોદાના ખોળામાં રમતા રમતા મોટા થઈ રહ્યા છે અને શ્રી ગોવર્ધન પર્વત ના આદિ શિખર ઉપર અનેક વધ ક્રીડા કરી રહ્યા છે. પદ્મારાગ, મરકતમણિ સ્ફટિક જેવું શ્રી અંગ ધરાવતા શ્રી ગિરિરાજજી મા શ્રી હરિની અનેક પ્રકારની લીલા ના સ્થળો આવેલા છે. પ્રભુ શ્રી ગિરિરાજજી ઉપર પધારે છે ત્યારે શ્રી ગીરીરાજજી માખણ જેવા કોમળ થઈ જાય છે અને તેથી જ ઠેકઠેકાણે આપણને પ્રભુના ચરણારવિંદ, મુફૂટ, લકુટી, શ્રી હસ્ત વગેરેના ચિહ્નોના દર્શન થાય છે. આમ, શ્રી ગીરીરાજજી શ્રી હરિનું સ્વરૂપાત્મક રૂપ છે.
ગર્ગ સંહિતામાં શ્રી ગિરિરાજ ખંડના નવમા અધ્યાયમાં શ્રી ગિરિરાજજી નું મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. શ્રી ગોવર્ધન પર્વત ના રાજા છે અને હરિના પ્યારા છે. એમના સમાન પૃથ્વી કે સ્વર્ગમાં અન્ય કોઈપણ તીર્થ નથી. શ્રી ગિરિરાજજીના ત્રણ સ્વરૂપો છે: ૧. આધિદૈવિક સ્વરૂપ ૨. આધ્યાત્મિક સ્વરૂપ અને. ૩. આધિ ભૌતિક સ્વરૂપ
આધિદૈવિક સ્વરૂપે શ્રી ગિરિરાજજી હરીની નિત્યલીલામાં બેવડો ભાગ ભજવે છે. એક ભાગ ભક્તજન તરીકે છે તો બીજો ભાગ સ્વયં ભગવાન તરીકેનો છે. શ્રી ગિરિરાજજીનું બીજું સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપસદા સર્વદા ગોલોક ધામમાં પ્રત્યક્ષ બિરાજમાન છે જે પ્રભુના હૃદયકમળમાંથી શ્રી રાધિકાજી ના પ્રેમરૂપી રસના પ્રવાહમાંથી ઉત્પન્ન થયું હતું. ત્રીજું સ્વરૂપઆધિભૌતિક સ્વરૂપ_આપણે ચર્મચક્ષુઓ દ્વારા વ્રજમંડળમાં આજે પણ નિહાળી શકીએ છીએ.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements