ગુજરાતી સાહિત્યકાર અનવર આગેવાન (1936-1991) નો આજે જન્મદિવસ છે. અનવરભાઈનો જન્મ ૪ ડિસેમ્બર ૧૯૩૬ ના દિવસે મહારાષ્ટ્રના આકોલા ખાતે થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિવરાજગઢ અને ગોંડલમાં મેળવ્યું. તેમણે મુંબઈથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. તેમણે આગ્રા હિંદી વિદ્યાપીઠમાંથી સ્નાતકની પદવી મેળવી. તેમને ગુજરાતી, ઉર્દૂ મરાઠી, બંગાળી રાજસ્થાની, વ્રજ, કારણી, કચ્છી અને અંગ્રેજી ભાષાઓ આવડતી હતી તેમણે મુંબઈના “જયગુજરાત” અને “રૂપલેખા” અઠવાડીકોમાં કામ કર્યું. એમણે “આસ્થા” નામના સામયિકનું સંપાદન પણ કર્યું. તેમણે ઘણા ધાર્મિક વિચારો પર લેખન કર્યું જેમકે “વેદસાહિત્યનો પરિચય” (૧૯૬૫), વાર્તા સંગ્રહ “અદ્વૈત” (૧૯૭૪), “સાધના અને સંસ્કાર” (૧૯૮૯), “ચિન્મય ગાયત્રી” (૧૯૮૯). રહીમાન અને જમાલ (૧૯૫૨), ગિરધર કવિરાય (૧૯૫૨), સાઈ દિનદરવેશ’’ (૧૯૫૩ ), સંત દીનાદયાળગિરી (૧૯૫૪), દાસી જીવણ (૧૯૫૬), કવિ ગંગ (૧૯૫૪), સંત દાદુ (૧૯૮૭, દાદુ દયાલ પર) રન્નાદે (૧૯૬૬), રાજસ્થાની રસાધાર (૧૯૭૪) અને કસુંબીનો રંગ (૧૯૮૮) અનવર આગેવાન સાચા અર્થમાં ધર્મ નિરપેક્ષ વ્યક્તિ હતા. તા. 6 જુલાઈ 1991 નાં દિવસે તેમનું અવસાન થયું હતું. ભાવવંદન 👏💐 ✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય (શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)