શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 17
કુદરતના ક્રમ પ્રમાણે તો ભૌતિક સૂર્ય પૃથ્વી પર દરરોજ સવારે ઉદય પામે અને સાંજે અસ્ત. પરંતુ આજથી ૫૯૦ વર્ષ પહેલા પૃથ્વી પર એક એવો સૂર્ય ઉદય પામ્યો કેજે આજે પણ મધ્યાહને ઝળહળે છે! એનું પ્રથમ કિરણ નીકળ્યા પછી ૧૭ મે દિવસે લોકો એક કિરણ ને જોઈ શક્યા!
વાત છે વિ.સં १४५५ ના અષાઢ વદ 3 ( ગુર્જર) ના પ્રભાતની( ઈ. સ . ૧૪૧૦ ) કે જ્યારે શ્રવણ આ નક્ષત્રમાં શ્રી ગિરિરાજજીના મધ્ય શિખર( દેવ શિખર) ની કંદરામાંથી એ તેજસ્વી સૂર્ય નું પ્રથમ કિરણ પ્રસ્ફૂટ્યું. શ્યામ સુંદર નિકુંજનાયક ગોવર્ધન ધર શ્રીનાથજીની વામ ( ડાબી ) ઉદ્ધવ( ઉંચી થયેલી) ભુજાનું એ પ્રાગટ્ય હતું. ૧૬ દિવસ વિદ્યા પછી શ્રાવણ સુદ ૫ -નાગ પંચમીના દિવસે પોતાની ખોવાયેલી ગાયને શોધવા નીકળેલા એક વ્રજવાસી એ આ ઉદ્વવભુજના દર્શન કર્યા. આવું કૌતુક આજ પહેલા કદી એણે દીઠું નહોતું. તે બીજા દસ વીસ વ્રજવાસીઓને બોલાવી લાવ્યો. સૌએ ઉદ્ધવભુજાના દર્શન કરી આશ્ચર્ય પામ્યા. એમાંના એક વૃદ્ધ વ્રજવાસી ને ભગવત પ્રેરણા થતા એણે સૌને સમજાવ્યા.
“સારસ્વત કલ્પમાં શ્રી ગોવર્ધન લીલા ને સમયે જ્યારે ઇન્દ્રના કોપરૂપી મુશળધાર વર્ષા પ્રલયમાંથી સૌને ઉગારવા શ્રી કૃષ્ણ સાત દિવસ સુધી પોતાની જે ભુજા પર શ્રી ગિરિરાજજી ને ધારણ કરી રાખ્યા હતા અને પછીથી વ્રજવાસીઓએ ભેગા મળીને જે ભુજા નું પૂજન કરી ભોગ ધરાવ્યો હતો એ આજ ભુજા છે. આપણું અહોભાગ્ય છે કે પુરાણોના વચનો પ્રમાણે આજે એ દેવ ફરીથી પ્રગટ થયા છે એ દેવ સ્વયં ઈચ્છા કરીને બહાર ન પધારે ત્યાં સુધી આપણે આપણા પૂર્વજોની જેમ આભુજાનું પૂજન કરીને એને ભોગ ધરાવવો જોઈએ.”
સૌને આ વાત રુચિ ગઈ. ભેગા મળીને સૌએ દૂધથી એ ભુજાને અભિષેક કર્યો, ચંદન, પુષ્પ, તુલસીપત્ર દ્વારા પૂજન કર્યું અને દૂધ તથા માખણ મિસરીનો ભોગ ધરાવ્યો. પછી તો પ્રતિવર્ષ નાગ પંચમીને દિવસે એ સ્થળે ગામવાસીઓ મેળો ભરવા લાગ્યા. ધીમે ધીમે ભુજાનો મહિમા વધવા લાગ્યો. વ્રજવાસીઓને કોઈ વસ્તુની કામના થતી તો એ ભુજને દૂધથી સ્નાન કરાવી ભોગ ધરાવવાની માનતા રાખતા અને તરત એમનો મનોરથ સિદ્ધ થઈ જતો. આ પ્રમાણે એ ઉદ્ધવ ભુજાના પૂજન નો પ્રકાર વિ. સં.૧૫૩૫( ઈ. સ. ૧૪૭૯) સ્તુતિ એ ५૯ વર્ષ સુધી ચાલ્યો.
પછીથી પાછો એક યાદગાર દિવસ એવો આવ્યો કે જે પેલા પર્વતના દેવના મુખારવિંદનું દર્શન કરાવી ગયો. શ્રીગિરિરાજજીની તળેટીમાં ઘણા ગામો વસેલા. એમાંનું એક ગામ જમનાવતા. એ ગામ મા એક ગૌરવ ક્ષત્રિય રહે. નામ એનું ધર્મદાસ. એમની પાસે ૩૦૦ થી ૪૦૦ જેટલી ગાયો. ખેતીવાડી કરીને એ ધર્મદાસ કુટુંબનો નિર્વાહ કરે. તળેટીમાં એક બીજું ગામ અ
આન્યોર. એ ગામના મુખી નું નામ સદુ પાંડે. એમને ત્યાં લગભગ ૧૦૦૦ જેટલી ગાયો. એ ગાયો માં એક ગાય થોડી વેગળી. એનું નામ હતું ઘુમ્મર. ‘ઘુમ્મર’ગાય ને એવી ટેવ કે દરરોજ સાંજે વગડામાંથી ચરીને ઘરે પાછા ફરતી વખતે એ બીજી ગાયો થી છૂટી પડી જાય. શ્રી ગિરિરાજજી પર ચડી જાય. થોડીવાર એક શિલા પાસે ઉભી રહે અને પછી નીચે ઉતરીને બીજી ગાયો ની પાછળ પાછળ પોતાના વાડામાં પ્રવેશી જાય. આમ લગભગ છએક મહિના ચાલ્યો.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -18
ત્યાર પછી એકવાર એવું બન્યું કે જમાવતા ગામના ધર્મદાસ ની એક ગાય ખોવાઈ ગઈ. જોગાનુજોગ એ ગાય પણ બીજી ગાય કરતાં થોડી વેગળી અને એમનું નામ પણ ‘ઘુમર’ સાંજે ગાય પાછી ના આવી એટલે ધર્મદાસ ને ચિંતા થઈ. ધર્મદાસને દસ વર્ષનો એક ભત્રીજો હતો. ખેતીવાડી અને ગાયો ચરાવવા માં બહુ મહેનતુ તથા ઉત્સાહી. ધર્મદાસે એને બોલાવ્યો.
” કુંભન ” બેગી (જલદી, શીઘ્ર) મેરે સાથ ચલ, ઘુમ્મર ગાય અબ હું નાય લૌટી.”દસ વર્ષનો ભત્રીજો સાંજે ખેતરથી થાક્યોપાક્યો ઘરે આવી ને માંડ બેઠો હતો ત્યાંજ કાકાએ ફરીથી ઉઠાવ્યો. સહેજ આળસ તો ચડી પણ પછી કોણ જાણે કોણે એને અંદરથી જ કંઈક કહ્યું હોવાનો ભાસ થયો. ‘ કુંભના…. કાકા સાથે ગાયોને શોધવા નીકળ…..બેગીસો (ત્વરાથી) નિકલ. હો તેરી બાટ નિહારું હું……, ‘રૂપાની ઘંટડી જેવો એ અવાજ હતો.
ભત્રીજાએ ખૂણામાં મૂકેલી ડાંગ ઉપાડી અને માથે ફાળિયું બાંધતા એ નીકળી પડ્યો કાકા ની પાછળ. ગાય શોધતા-શોધતા બંને શ્રી ગિરિરાજજી ઉપર પહોંચ્યા. જોયું તો તેમની ઘુમ્મરગાય એક શિલા પાસે ઊભી છે અને એના થાનમાથી (આચળમાંથી ) સરરર રર…… સરરરરર કરતી દૂધની ધારા આપમેળે જ વહી રહી છે. બંનેને અત્યંત અચરજ થયું. એ પ્રકાર એમની સમજમાં ન આવ્યો. કાકાએ કહ્યું: “કુંભન, યાકો કછુ હે ગયો હે. બેગી સે ર્યાકો કો ઘર લે ચલે તો આછો.”
બંને એ બહુ ડચકારા કર્યા, ગાયને પંપાળી, પૂછડું આમળ્યું……… પણ ગાય એક ડગલુય ખસી નહીં. ત્યાં જ ફરીથી પેલો રૂપાની ઘંટડી જેવો અવાજ સાંભળ્યો.:
“ધર્મદાસ, તમારી આ ઘુમ્મર ગાય શ્રી નંદબાબા ની ગાયો ના કુળ ની છે. મને એનું ધારોસણ દૂધ બહુ મીઠું લાગે છે….. પણ તમારું ગામ દૂર હોવાથી એને અહીં આવતા જતા વાર લાગે છે. તેથી તમે એને અન્યોર ના મુખી સદુ પાંડેના વાળા માં મૂકી આવો. એમ કરવા જતાં તમને જો પાંડેજી જોઈ જાય તો કંઈક બહાનું બતાવી દેજો પરંતુ તમે આજે નિહાળેલું કૌતુક પાંડેજી ને કે બીજા કોઈને કહેતા નહીં. કૌતુક એની મેળે સમયાંતરે ફેલાશે. છ મહિનાથી એ સદુપાંડે ની ઘુમ્મર ગાય દરરોજ સાંજે અહીં આવીને મને દૂધ પીવડાવી હતી પણ તે હવે વસૂકી ગઈ છે (દૂધ દેતી બંધ થઈ ગઈ છે) તેથી તમારી ઘુમર ગાય મને દૂધ પીવડાવી જાય છે. સદુ પાંડે ની ઘુમ્મર પણ શ્રી નંદરાય બાબાની ગાયોની કુલની છે. બંને ગાયો રંગે રૂપે સરખી છે અને વળી સદુ પાંડે ની હજાર ગાયો છે તેથી તેમાં તમારી ગાય ભળીજશે….. ખબરેય નહીં પડે…….”
આટલું સાંભળતા તો તરત જ એ ગાય હલી અને કાકા ભત્રીજા ની આગળ આગળ ચાલવા લાગી. ત્યાં જ ફરીથી પહેલા અવાજે રૂપાની ઘંટડી રણકાવી:
“કુંભનાઆઆ……. તું દરરોજ મારી પાસે ખેલવા માટે આવ્યા કરજે……. હું તારી રાહ જોઈશ…….”
શ્રી ગોવર્ધનનાથ કી જય👏🏻👏🏻👏🏻


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877