શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ –29
ઘરે આવીને પિતાએ રામદાસ ને બહુ સમજાવ્યો, પરંતુ દીકરો એકનો બે ન થયો.
” બાપુ, તમે મને ડરવો છો? ભાગ્યમાં બંદિખાનું અને દુઃખ લખાયેલું હશે તો એ કેમેય નહીં ટળે. માટે રાજા પાસે આપમેળે ચાલી ને તો હું નહીં જ જાઉ કે એને સલામી પણ નહીં ભરુ. રાજા ના ચાકર તમે છો, હું નહીં.”રામદાસ પોતાના નિર્ણયમાં અડગ હતો.
ભાગ્યને દોષ દેતો પિતા બીજે દિવસે ડરતો ગભરાતો રાજા પાસે ગયો અને હાથ જોડી નીચું જોઈને ઉભો રહ્યો.
“ક્યાં છે તારો કફર બેટો ?”
“અનદાતા, એ નથી સમજતો. આવવાની ના પાડે છે.”
“બાપનું કહ્યું બેટો n માને? તારો જ વાંક છે. તે એને બહુ ફટવ્યો લાગે છે. અમારે તને જ કંઈક શિક્ષા કરવી પડશે. હવે તું ખબરદાર રહેજે.”
“ના, બાપલીયા…… એવો જુલમ ન કરતા. મેં એને સમજાવવાના બધા પ્રયત્નો કરી જોયા એ નાદાનની બુદ્ધિ જ ફરી ગઈ છે એમાં હું શું કરું? તમે માણસોને મોકલાવી એને બોલાવી મંગાવો અને જે સમજવું હોય તે એની પાસે સમજી લો. એ ઘરે બેઠો ભજન કરી રહ્યો છે……”આપત્તિ સમયે કોણ કોનું સગું? બાપે પોતાની જાત બચાવવા દીકરાને જતો કર્યો.
રાજાએ દસ સૈનિકોને મોકલાવી રામદાસ ને લઈ આવવાનો હુકમ કર્યો. જો સીધી રીતે ન માને તો કોઈપણ પ્રકારે ઢસડી લાવવાનું કહ્યું. વાજા નું પરિવર્તન વાંદરા માં થઈ રહ્યું હતું. સૈનિકો રામદાસ ને ઘરે પહોંચ્યા. જોયું તો રામદાસ ભગવત નામની ધૂન બોલાવી રહ્યો હતો.
” એય છોકરા……. તને રાજાજી બોલાવે છે. ચાલ તૈયાર થઈ જા અને આગળ વધ.”સૈનિકોએ કરડાકીભર્યા અવાજે રામદાસને ગભરાવી જોયો.
” અરે અક્કલના ઓથમીરો. મારે રાજાનું કંઈ જ કામ નથી. મારા ભજનમાં બાધા નાખવા વાળો એ કોણ છે? જો એને ગરજ હોય તો આવીને મને મળે. રૈયત ને સુખ આપવા માટે ભગવાને એને રાજા પદ આપ્યું છે કે બધાને sતાવવા માટે? હું તો નથી આવતો, જાવ.”અડગ ભક્તોની છટા કંઈક ન્યારી હોય છે. રામદાસે ધૂન ફરીથી ચાલુ કરી.
હલકુ લોહિ હવાલદારનું. સૈનિકો રામદાસની તોછડાઈ થી છંછેડાયા. તરત દોરડું કાઢી રામદાસ ને બાંધ્યો અને ખેચતા, ધક્કા મારતા લઈ આવ્યા દરબારમાં. રામદાસ તો જરાય વિચલિત થયા વગર ભગવત નામ જપે જાય.
દરબારમાં આવી ને આગેવાન સૈનિકે રાજા ને સલામી ભરી ને બધી વાત કહી સંભળાવી. રાજા વધુ ક્રોધે ભરાયો. ” અરે નમુછિયા છોકરા, તારી એટલે હિંમત કેતુ અમારે માટે આવું બોલ્યો? સૌથી પહેલાં તો અમને ઝૂકીને સલામ ભર. પછી અમે તારો ન્યાય કરશું.”
” હે મંદ બુદ્ધિવાળા મનુષ્ય, ધાક-ધમકીથી ભરાવેલી સલામ નો અર્થ શો? હું તો પ્રેમથી મારા શ્રીકૃષ્ણને વંદન કરવા વાળો છું.. તું પણ એવું કરી જો, બહુ આનંદ આવશે. વળી, મારો ન્યાય કરવાવાળો તો તું કોણ? તારી જાતને તું બચાવ…….. કારણ કે તારો ન્યાય બીજો કોઈ કરવા માટે ઉતાવળો થઈ રહ્યો છે.
“ખામોશ, નાલાયક. સૈનિકો, આ ગુસ્તાખ છોકરાને આજ બંધીખાને નાખો અને દરરોજ 25 કોરડા મારો ,. ભૂખ્યો રાખો, જેથી એની સાન ઠેકાણે આવે. અમને સલામ ભરવા માટે માની જાય ત્યારે કોરડા મારવાનું બંધ કરજો અને અમારી પાસે લઈ આવજો.” રાજાએ વિવેક બુદ્ધિ નું સાવજ દેવાળું ફૂંકી .
આ તરફ ભક્તની કસોટી શરૂ થઈ. કુમળા શરીર પર કોટડા વીંઝવા લાગ્યા. પેટમાં ભૂખની આગ અને ચામડી પર ચાબખાની આગ. પરંતુ ધન્ય છે એવડા નાના છોકરાની આવડતને કોરડે કોરડે ઉંહકારો નીકળવાને બદલે શ્રીકૃષ્ણના મનોજ ઉચ્ચાર નીકળે. સુદ્રઢ મનોબળ હશે રામદાસનું! આત્મસમર્પણ નો અડગ નિર્ધાર હશે રામદાસ નો!
શ્રી ગોવર્ધનનાથ કી જય👏🏻👏🏻👏🏻
: શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 30
એક કોરડો વીંઝે અને સૈનિકોનો આગેવાન પૂછે:”બોલ, સૌનો પાલનહાર કોણ છે?”
” શ્રી કૃષ્ણ….. “
સતાક…. બીજો કોરડો વીંઝાય.
“બોલ, સલામ ભરવા ને લાયક કોણ છે?”
“શ્રી કૃષ્ણ….”
વળી કોરડો વીંઝાય…… વળી પ્રશ્ન પૂછાઇ……. વળી એ જ ઉત્તર અપાય. દુઃખનો એક નિસાસો પણ ક્યારેય ન સંભળાય. ભૂખની પીડાનો ક્યાંય અહેસાસ ન વરતાય. 25 કોરડા પુરા થયા આગેવાન ડોટ કોમ બંધીખાનાને તાળું મારીને ઘરે ગયો.
ઘરે જઈને જમતા જમતા એણે પોતાની પત્નીને અચરજ ભરી વાત કહીઁ. પત્ની પણ નવાઈ પામી ગઈ. એ રાણીની દાસી હતી. બીજે દિવસે રાણી ની ચાકરી કરતા કરતા એણે રામદાસ ની આખી વાત રાણીને કહી સંભળાવી. રાણી હાયકારો નાખી ગઈ. રાણી ધર્મિષ્ઠા પ્રકૃતિ ની અને સમજદાર સ્ત્રી હતી. રાત્રી એ રાજા જેવો રાણીવાસમાં આવ્યો કે તરત રાણીએ એને પૂછ્યું:
“તમારો ન્યાય મરી પરવાર્યો લાગે છે. આ તમે શું કર્યું? એક દસ-બાર વર્ષના છોકરાએ તમને સલામ ન ભરી તો શું ખાટું-મોલું થઈ ગયું? એને ખાવાનું ન આપ્યું અને વળી બાંધી રાખીને કોરડા મરાવ્યા? એવો તે કેવો એનો અપરાધ છે કે આવો ભારે દંડ એને આપી રહ્યા છો? જો એ ભક્ત હોવાનો ડોળ કરતો હોય તો ક્યારનો ડરી ગયો હોત. આ કોઈ નોખી માટીનો દૈવી જીવ લાગે છે. એનો રાખનહાર ભગવાન એને તો સહનશક્તિ આપી દેશે અને એની રક્ષા પણ કરશે, પરંતુ તમારું શું થશે? એ છોકરા ના શબ્દો કોઈક ગુઢ સંકેત આપી જાય છે. જરા યાદ કરો એ શું બોલ્યો હતો!? તારી જાતને તું બચાવ…… કારણકે તારો ન્યાય બીજો કોઈ કરવા માટે ઉતાવળો થઈ રહ્યો છે’ હાય, ન જાણે શુંય બૂરું થવાના ભણકારા વાગી રહ્યા છે. એને છોડી મૂકો….. એની માફી માગો. મારી વાત માનો……. સાચું કહું છું……. કંઈક અનર્થ થવાની મને એંધાણી વર્તાઈ રહી છે……”
રાણી ની વાતો રાજાને સુફિયાણી લાગી. એણે અટ્ટહાસ્ય કર્યું. તાળી વગાડી ને પ્રહરી ને બોલાવ્યો. પ્રહરી આવતા વજીર ને બોલાવ્યો. થોડીવારે વજીર આવ્યો અને સલામ ભરી.
“વજીરજી, આગેવાનને કહેજો કે બંધખાને નાખેલા પેલા છોકરાને આવતીકાલથી…… 25 ને બદલે 50 કોરડા મારે. અમારેય સેક્સ જોવું છે કે રાણીની એંધાણી ના શા અર્થ-અનર્થ નીકળે છે, જાવ.”રાજાની બુદ્ધિ વિપરીત થઈ ગઈ અને વિનાશકાળ સૂચવી ગઇ. રાણી ધ્રુજી ઉઠી. એને મહેલ ના કાંગરા પડતા ભાસ્યા.
કોરડા મારવા નો ત્રીજો દિવસ આવ્યો. આજે આગેવાને રાજાનો હુકમ પ્રમાણે રામદાસ ને શ્રી 50 કોટડા માર્યા. પહેલા અને બીજા દિવસના ૨૫-૨૫ અને આજના ૫૦ મળીને ૧૦૦ કોરડા પુરા થયા અને રાજાના પાપનો ઘડો ભરાઈ ગયો. સમગ્ર બંધી ખાનાની ઇટે ઇટ માંથી ‘કૃષ્ણ….. કૃષ્ણ….. કૃષ્ણ…… કૃષ્ણ….’બોલ નીકળવા લાગ્યો. આગેવાન તાળું મારીને થાક્યો પાક્યો ઘરે ગયો.
મધ્યરાત્રી થઈ અને રાજા નો કાળ આવી પહોંચ્યો . દક્ષિણ દિશામાંથી બીજા સશક્ત રાજાએ બુંદેલખંડના એ ગામ પર ચડાઈ કરી અને દેકારો બોલાવી દીધો. આખું ગામ ઊંઘતું ઝડપાય ગયું. આગ અને લૂંટમાં બધું તારાજ થઈ ગયું. જે બચ્યા એ જીવને ચપટી માં લઇ ને નાઠા. રામદાસ નો પિતા પણ ક્યાંક ભાગી ગયો. શત્રુ રાજાએ મહેલ પર કબજો કરી લીધો અને ઊંઘતા રાજા ને વાળ ઝાલી ઉભો કર્યો અને રાણીવાસમાં જ જનોઈવાઢ ઘા કરી વધેરી નાખ્યો. પ્રભાત થતાં થતાં તો સર્વ કંઈ ખેદાન-મેદાન થઇ ગયું.
જીતેલા રાજાએ સૌ પ્રથમ બંદી ખાનાનું તાળું તોડ્યું અને સર્વ બધીજ નો ને બંદીજનોને મુક્ત કર્યા. રામદાસ ને હવે ઘરે જવાનો કોઈ મોહ રહ્યો ન હતો. ભલું થયું ભાંગી જંજાળ એમ સમજીને એને બુંદેલખંડ ની ભંગાર સીમા નો ત્યાગ કર્યો અને મથુરા તરફ એક સંઘ જતો હતો એની પાછળ પાછળ ચાલવા લાગ્યો.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877