વૈદિક લગ્ન સંસ્કાર
આયોજક : મનસુખભાઈ સુવાગીયા
વિશ્વમાં સૌથી મહાન ધ્યેયયુક્ત, સભ્ય અને સૌથી આનંદદાયક લગ્ન પદ્ધતિ વૈદિકલગ્ન સંસ્કાર છે.
- લગ્નમાં સાત્વિક- પ્રાકૃતિક ભોજન, વ્યસન-કુફેશન અને પ્રદૂષણ મુક્તિ, તેમજ દંપતી અને સમાજને ઉમદા પ્રેરણા આપવા અમે અમારા સુપુત્ર ચિ. કશ્યપ અને પુત્રવધુ ચિ. અમી ના લગ્ન તા. 13/ 2/ 2017 ના રોજ નીચે મુજબ યોજાયા હતા.
લગ્નમાં સંપૂર્ણ પ્રતિબંધ :
૧. શરાબ, તમાકુ, ગુટકા, બીડી, સિગારેટ, ઈંડા-માંસાહાર પ્રતિબંધ.
૨. મીઠાઈ થી મુખવાસ સુધીના ખાદ્ય પદાર્થોમાં રંગ, કેમિકલ, લીંબુના ફૂલ, મેંદો પ્રતિબંધ . ઝેરી એલ્યુમિનિયમના વાસણને બદલે સ્ટીલ અને લોખંડના વાસણમાં રસોઈ બનાવી.
૩. ત્રાસદાયક ડીજે સાઉન્ડ, ફટાકડા, પ્લાસ્ટિકના ગ્લાસ- કપ- ડીસ પ્રતિબંધ
૪. લગ્ન પહેલાં પ્રિ- વેડિંગ, વર -કન્યાને વરમાળા પહેરાવતી વખતે તેડીને ઊંચા કરવા, સ્ત્રીઓએ ટૂંકા- ટાઈટફીટ કપડા , રાત્રે પણ પુરુષોને લોકો વચ્ચે બરમુડા પહેરવા ઉપર કે ભારતીય સંસ્કૃતિની પરંપરા વિરુદ્ધની તમામ હરકતો ઉપર પ્રતિબંધ.
૫. કેટરર્સના બહેનોએ ફરજિયાત સાડી જ પહેરવી.
લગ્ન પ્રસંગના પ્રેરક મુદ્દા
૧. વર- કન્યા અને તમામ મહેમાનોએ ભારતીય પરંપરાના વસ્ત્રો જ પહેરવા.
૨. વૈદિક વિધિથી લગ્ન. લગ્ન પ્રસંગમાં કર્ણપ્રિય ધીમા સુરે સાંસ્કૃતિક ગીતો જ વગાડવા
૩. વૈદિક ભોજન : ગાયનું ઘી-પ્રાકૃતિક ગોળ અને પ્રાકૃતિક ઘઉંનો લોટના(અગ્નિમાં બાટી શેકીને) ચુરમાના લાડુ, ભજીયા, દેશી બાજરાના રોટલા, રોટલી,ભાખરી, વેજીટેબલ ખીચડી, છુટા (કાચા) ભાતના બદલે બરાબર પકાવેલા-પોલીશ કર્યા વગરના કૃષ્ણ કમોદ ભાત (ચોખા), ભરેલા દેશી રીંગણનું શાક, 1500 લોકોને તાંદળજાની ભાજી, આદિવાસીઓની દેશી તુવેર દાળ અને લીલા શાકભાજી,
કેમિકલના સુપના સ્થાને 15 પ્રકારના પ્રાકૃતિક લીલા શાકભાજીનો સૂપ (ઘુટો). અને ગાયની છાશ. સાંજે ઝેર સમાન ખાટા જ્યુસના બદલે ગાયનું ગરમ દૂધ, અને ગાયના દૂધની કુલ્ફી.
*નાસ્તામાં મેથીના થેપલા અને ગાયનું દહીં. - આગોતરા આયોજનથી એક કિસાન પાસે પ્રાકૃતિક લસણ- ડુંગળી- તાંદળજો- પાલક- મેથી- લીલા ધાણાનું વાવેતર કરાવ્યું હતું. પ્રયત્ન કરીને ઘઉં, બાજરી, ચોખા, તુવેર દાળ ,રીંગણ, ટામેટા “ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ”ના શોધ્યાં હતા. ૧૦૦ કિલો દેશી ગાયનું ઘી ખેડૂતો પાસેથી જ ખરીદીને ઢોહાના લાડુ, ભરેલ રીંગણનું શાક, અને ઘુટો અમારા ખેડૂતોએ બનાવ્યા હતા.
- લોકોનો સમય અને ભોજન- બેઠક વ્યવસ્થાનો મહત્તમ સદુપયોગ કરવાના ધ્યેયથી આરોગ્યરક્ષા વિશે વૈદ ધર્મેન્દ્રભાઈ પટેલ , અને સંસ્કૃતિધર્મ વિશે સંઘના વડા ડો. જેન્તીભાઈ ભાડેસીયા અને વૈદિક લગ્ન સંસ્કાર વિશે અમારું પ્રેરક પ્રવચન ગોઠવ્યું હતું.
વર- કન્યાને ચાર જીવન સંદેશ
૧. દિવ્યજીવન,આરોગ્ય અને દિવ્યસંતાન પ્રાપ્તિના ધ્યેયથી જાતવાન દેશી ગાય.
૨. અનંત જ્ઞાનની ઉપાસના માટે ચાર વેદ,ભગવદ ગીતા, રામાયણ, ગોવેદ, ગોસત્વ, ચાણક્ય નીતિ, જેવા 11 શાસ્ત્ર.
૩. પુરુષાર્થનું પ્રતીક હળ અને ચિંતન (મનોમંથન)નું પ્રતીક વલોણું.
૪. જીવન- વૈભવ- પરિવાર-ધર્મ અને રાષ્ટ્ર સુરક્ષાના ધ્યેયથી શસ્ત્ર ધનુષબાણ. અમારા માતા- પિતા અને પરિવાર પહેલાં આદિવાસીઓ, દલિતો ના હસ્તે અને તમામ જ્ઞાતિના લોકોના હસ્તે નવદંપતીને આ જીવનમૂલ્યો ભેટ અપાયા હતા.
અમારું ધ્યેય: જે યુવાપેઢી પાસે દિવ્ય આરોગ્ય અને પ્રાણશક્તિ, દિવ્ય જ્ઞાન, મહાપુરુષાર્થ, આત્મમંથન, શૌર્ય અને શસ્ત્ર હશે, તેનો જ વંશ – સંસ્કૃતિ- ધર્મ અને રાષ્ટ્ર અનંતકાળ સુખી અને સુરક્ષિત હશે.
*વૈદિક લગ્ન સંસ્કારની સમગ્ર હિન્દુ પ્રજાને પ્રેરણા આપવાના ધ્યેયથી લગ્ન પ્રસંગમાં અમારા સગા- વહાલા ઉપરાંત જળક્રાંતિ ટ્રસ્ટની રાષ્ટ્રસેવા સાથે જોડાયેલા આદિવાસી, દલિત, કોળી, ઠાકોર, રબારી, ચૌધરી, વાઘેર, ભરવાડ, ચારણ, ક્ષત્રિય,પટેલ, આહીર, મેર, સથવારા, સગર, કુંભાર, બ્રાહ્મણ, ગીર જંગલના પશુપાલકો જેવી તમામ જ્ઞાતિના 700 કર્મસંગાથીઓને મોંઘેરા મહેમાન તરીકે નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
*આ વૈદિક લગ્ન સંસ્કાર પરમ સભ્યતા, દેશી ગાયના દૂધ- ઘી- માખણ – છાશ -દેશી ગોળનું પ્રાકૃતિક ભોજન, વ્યસન અને પ્રદૂષણ મુક્તિ, અને ગાય, શાસ્ત્રો, હળ-વલોણું અને શસ્ત્રથી દિવ્યજીવન પ્રાપ્તિ અને સુરક્ષાનો વિશ્વ સંદેશ બન્યો હતો. જેની નોંધ લઈને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી, સંઘચાલક મોહનજી ભાગવત, યોગ ઋષિ બાબા રામદેવજી અને શ્રી મોરારીબાપુ નો શુભેચ્છા સંદેશ આવ્યો હતો. - તા. 13/ 2 /2013 ના રોજ આ જ પ્રમાણે અમારી દીકરી પ્રતીક્ષા- કપિલ ના લગ્ન યોજાયા હતા. દીકરીને કરિયાવરમાં જાતવાન દેશી ગાય અને 51 પુસ્તકો ભેટ અપાયા હતા.
- દીર્ઘદ્રષ્ટિ, સંસ્કૃતિ નિષ્ઠા, સૌની આરોગ્યરક્ષા, નિર્ભયતા, સ્નેહીજનો પ્રત્યે સાચી સંવેદના જ જ્ઞાન અને નેતૃત્વની ઓળખ છે.
*જે લોકો નાના મોટા તમામ પ્રસંગમાં ગાયના દૂધ- ઘી- છાશનો ઉપયોગ ન કરે, પ્રાકૃતિક પદાર્થો- દેશી ગોળની ઉપેક્ષા કરીને સફેદ ખાંડ, મેંદો અને કેમિકલો વાપરે,વ્યસનને છૂટો દોર આપે , અમૃત સમાન રોટલો ભાખરી ભૂલીને પીઝા પાસ્તા, દેખાદેખી- કૂફેશન, ત્રાસદાયક ડીજે સાઉન્ડ અને ફટાકડા પાછળ પાગલને ગોપ્રેમ, ગોરક્ષા, પ્રકૃતિપ્રેમ, પ્રાકૃતિક ખેતી, વ્યસન-પ્રદૂષણ મુક્તિ, શાંતિ, આરોગ્ય, સંસ્કૃતિ – સભ્યતા અને ધર્મની વાતો કરવાનો અધિકાર જ નથી. સાધુઓ, નેતાઓ, લોકસાહિત્યકારો, બૌદ્ધિકો અને અમારા કર્મ સંગાથીઓ વૈદિક લગ્ન સંસ્કાર અને સાંસ્કૃતિક મૂલ્યોનું દ્રઢતાથી આચરણ કરે એવી અમારી લાગણી અને અપેક્ષા બંને છે. - જે લોકોએ આ લગ્ન પ્રસંગમાં આ બધું પ્રત્યક્ષ જોયું – અનુભવ્યું- હૃદયને ગમ્યું; છતાં આચરણ ન કરી શક્યા, તેઓને કાલ્પનિક કાયરતા, પોતાનો અહંકાર, અજ્ઞાન, સ્નેહીજનો -પ્રકૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેની સંવેદનાનો અભાવ આભડી ગયા ! ! !
*ભારત દેશ અને વિશ્વ સામાજિક- રાજકીય- ધાર્મિક-સેવાકીય ગાદીપતિઓ ,કથાકારો- ભાષણબાજોથી ખદબદે છે. પરંતુ સત્યનિષ્ઠ, વફાદાર તથા નિર્ભય નેતૃત્વનો – સાચા વિદ્વાનો લગભગ દુષ્કાળ છે.
*ભારતીય સંસ્કૃતિને વિશ્વ સર્વોપરી નેતૃત્વ, આરોગ્યવાન અને પ્રાણવાન ભાવી પેઢી પ્રદાન કરવાનું પણ અમારું એક ધ્યેય છે. - અંગત સ્વાર્થ, જ્ઞાતિ-જાતિ, સંપ્રદાયો, ગુરુની આંધળી વ્યક્તિપૂજા – ઊંચ -નીચ- આભડછેટથી સંપૂર્ણ ઉપર ઊઠીને પ્રકૃતિધર્મ- સનાતન સંસ્કૃતિધર્મ અને રાષ્ટ્રધર્મ અપનાવીએ.
*આ રાષ્ટ્રતપ, પ્રકૃતિતપ અને સંસ્કૃતિતપમાં આપનું અને આપની નવી પેઢીનું અંતઃકરણથી સ્વાગત છે.
*આપના મનસુખભાઈ સુવાગીયા*.
અધ્યક્ષ – જળક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ મો. 99 7 98 64 503.
એમડી- ફ્લોટેક સબમર્સીબલ પ્રા. લિ. શાપર (વેરાવળ).
*રાષ્ટ્રને પ્રદાન* જળક્રાંતિ, ગીર કાંકરેજ ગોક્રાંતિ, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, જળ- જમીન- જંગલ- જીવસૃષ્ટિ અને જનસમાજનું જતનની “દિવ્યગ્રામ યોજના”, દેશી આંબા અને દેશી બીજ જતન ; પંચમ વેદ ગોવેદ મહા ગ્રંથ તેમજ પાણી- પ્રકૃતિ – ગાયના શાસ્ત્રો.
આ પ્રમાણે જ વૈદિક લગ્ન સંસ્કારનું આયોજન કરનાર 11 નવદંપતીનું લગ્ન પ્રસંગે જ જળક્રાંતિ ટ્રસ્ટ 11 શાસ્ત્રો ભેટ આપીને સન્માન કરશે ; પ્રસંગને વિશ્વ પ્રકાશિત કરશે.



Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877