Explore

Search

October 24, 2025 11:25 am

लेटेस्ट न्यूज़
Advertisements

જીવનચરિત્ર કથા : ભાગ 192રમણલાલ વસંતલાલ દેસાઈ (૧૨ મે ૧૮૯૨ – ૨૦ સપ્ટેમ્બર ૧૯૫૪) ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ હતા. આજે તેમનો જન્મદિવસ : Manoj Acharya

જીવનચરિત્ર કથા : ભાગ 192રમણલાલ વસંતલાલ દેસાઈ (૧૨ મે ૧૮૯૨ – ૨૦ સપ્ટેમ્બર ૧૯૫૪) ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ હતા. આજે તેમનો જન્મદિવસ : Manoj Acharya

જીવનચરિત્ર કથા : ભાગ 192
રમણલાલ વસંતલાલ દેસાઈ (૧૨ મે ૧૮૯૨ – ૨૦ સપ્ટેમ્બર ૧૯૫૪) ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ હતા. આજે તેમનો જન્મદિવસ છે.
રમણલાલ દેસાઈનો જન્મ ૧૨ મે ૧૮૯૨ના રોજ વડોદરા રાજ્યના શિનોરમાં વસંતલાલ અને મણિબેનને થયો હતો. તેમનું કુટુંબ કાલોલનું વતની હતું. તેમના પિતા નાસ્તિક વૃત્તિના જ્યારે માતા વૈષ્ણવ સંપ્રદાયમાં માન્યતા ધરાવતા હતા. વસંતલાલ દેશભક્ત નામનું ગુજરાતી સામાયિક પ્રકાશિત કરતા હતા. તેમના પિતાના પ્રકાશન સિવાય, તેમના શાળા જીવનમાં તેમના પુસ્તકો એક પુસ્તકની દુકાનમાંથી મળી રહેતા હતા. તેમણે શિનોરમાં ૬ઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને ત્યારબાદ ૧૯૦૨માં વડોદરા આવ્યા અને શાખા શાળામાં દાખલ થયા. ૧૯૧૨માં તેમની સગાઇ કૈલાસવતી સાથે ૮ વર્ષની ઉંમરે થઇ અને ૧૯૧૨માં લગ્ન થયા. ૧૯૦૮માં તેઓ મેટ્રિક થયા અને વડોદરા કોલેજમાં દાખલ થયા જ્યાં તેઓ પહેલા અને ઇન્ટરના વર્ષની પરીક્ષાઓમાં ગણિતમાં નાપાસ થયા. તેઓ તેમના મિત્રો સાથે સમાજવાદ, લગ્ન જેવા વિષયો પર ચર્ચા કરતા રહેતા અને આ વિષયો પર વ્યાખ્યાન પણ આપતા રહેતા. તેમની કવિતા શું કરું? કોલેજના મુખપત્રમાં પ્રકાશિત થઇ હતી અને પાછળથી તેનો સમાવેશ તેમના કાવ્ય સંગ્રહ નિહારીકામાં થયો હતો. ૧૯૧૪માં પ્રથમ વર્ગ સાથે તેમણે બી.એ.ની પદવી મેળવી. તેમણે સંયુક્તા નાટક લખ્યું જે ૧૯૧૫માં સુરત ખાતે યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ભજવાયું. ૧૯૧૬માં તેમણે અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યમાં એમ.એ.ની પદવી મેળવી પણ તેઓ પ્રથમ વર્ગ ન મેળવી શકતા તેમનું પ્રાધ્યાપક બનવાનું સ્વપ્ન પૂરું ન થઇ શક્યું. તેઓ શ્રી સયાજી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા અને નવેમ્બર ૧૯૧૬માં તેઓ બરોડા રાજ્યમાં ક્લાર્ક તરીકે જોડાયા જ્યાં તેમણે વિવિધ પદો પર કામ કર્યું અને ૧૯૪૮માં તેમની નિવૃત્તિ સુધી ત્યાં રહ્યા. 1927માં તેમનાં પત્ની અવસાન પામ્યાં. રમણલાલ દેસાઈ ગુજરાતી નવલકથાકારઓ કનૈયાલાલ મુન્શી અને ધુમકેતૂના સમકાલીન હતા. તેઓ મોટાભાગે તેમની નવલકથાઓમાં ગુજરાતી પ્રજાના મધ્યમ વર્ગના જીવન અને પાત્રો માટે જાણીતા છે. તેમણે ટૂંકી વાર્તાઓ, નાટકો, કવિતાઓ, રેખાચિત્રો, પ્રવાસવર્ણનો, ઐતહાસિક નિબંધો, વિવેચન તેમજ જીવનવૃત્તાંત પણ લખ્યા છે. સંયુક્તા નાટક તેમનું સૌપ્રથમ સાહિત્ય સર્જન હતું. તેમની પ્રથમ નવલકથા ઠગ (૧૯૨૪-૨૫) ગુજરાતી સામાયિક નવગુજરાતમાં હપ્તાવાર પ્રકાશિત થઇ હતી. તેમણે ગ્રામલક્ષ્મી સહિત ૨૭ નવલકથાઓ લખી છે. ગઈ કાલ’ (195૦) તથા ‘મધ્યાહ્નનાં મૃગજળ’ (1956) લેખકની આત્મકથાનાં પુસ્તક છે. તેમાં એમના જન્મથી માંડીને 1931 સુધીના જીવનપટની વિગતો છે. લેખકે કાવ્યો પણ લખ્યાં છે. ‘નિહારિકા’ (1935) અને ‘શમણાં’ (1954) એ બે કાવ્યસંગ્રહોમાં અનુક્રમે 87 તથા 145 કાવ્યરચનાઓ છે. ૧૯૩૭માં સર્વૌત્તમ બદામી દ્વારા તેમની નવલકથા કોકિલા પરથી હિંદી ચલચિત્ર રજૂ કરાયું હતું. તેમની અન્ય નવલકથા પૂર્ણિમા પરથી પણ ચલચિત્ર બન્યું હતું. ૧૯૩૨માં ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. તેમની નવલકથા દિવ્યચક્ષુ માટે તેમને હરગોવિંદદાસ કાંટાવાલા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ૨૦ સપ્ટેમ્બર ૧૯૫૪માં હૃદય બંધ પડવાથી તેમનું અવસાન થયું. તેમના પુત્ર અક્ષય દેસાઈ જાણીતા સમાજવિદ્ હતા. ગુજરાતી સાહિત્યક્ષેત્રે શિષ્ટ અને સંસ્કારી નવલકથાઓ આપનાર તરીકે રમણલાલ હંમેશા સ્મરણીય રહેશે. ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements