વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી

Views: 66
0 0
Spread the love

Read Time:7 Minute, 19 Second

વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી
— પાકમાં રોગ જીવાતનો ઉપદ્રવ જણાય તો ખેડૂતોએ ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવો
માહિતી બ્યુરોઃ વલસાડ તા. 16 ડિસેમ્બર

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરથી મળેલી સૂચના મુજબ હવામાન ખાતા તરફથી
કરવામાં આવેલી આગાહી અન્વયે આગામી તા. 19 ડિસેમ્બર 2022 સુધી કમોસમી વરસાદની આગાહીને ધ્યાને
લઈ વલસાડ જિલ્લામાં ખુલ્લામાં રહેલી ખેત પેદાશો તેમજ અનાજના જથ્થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી
ઉત્પન્ન બજાર સમિતિમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ વરસાદના કારણે નુકસાની ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા
કરવા તેમજ તે અંગે તકેદારીના પગલા લેવા વલસાડ જિલ્લા નિવાસી અધિક કલેકટરએ અખબારી યાદીમાં
જણાવ્યું છે.
વલસાડ જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે, કમોસમી વરસાદની પરિસ્થિતિમાં
ખેડૂતોએ ખાસ કાળજી રાખવી જરૂરી છે. પાક લણણી થયા બાદ યોગ્ય રીતે ઘરે લઈ લેવો અથવા તાડપત્રીથી
ઢાંકી દેવો. હાલમાં પાકની વિશેષ કાળજી રાખવી જેવી કે કઠોળ, શાકભાજી અને આંબાવાડીમાં રોગ-જીવાતનો
ઉપદ્રવ હોય તો કૃષિ નિષ્ણાંતની ભલામણ મુજબ દવાનો યોગ્ય છંટકાવ કરવો. જો વધારે પ્રમાણમાં રોગ-
જીવાતનો ઉપદ્રવ જણાય તો ખેતીવાડી વિભાગ/ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટી/કૃષિ સંશોધન કેન્દ્ર, પરિયાનો સંપર્ક
કરવો એવુ અખબારી યાદીમાં જણાવાયું છે.
-000-
જિલ્લામાં તા.૧૯ થી ૨૪ ડિસેમ્બર સુધી સ્પેશિયલ ઇમ્યુનાઇઝેશન વીકની ઉજવણી કરાશે
— રસીકરણથી વંચિત રહેલા કુલ ૨૦૮૭ બાળકોનું રસીકરણ કરવામાં આવશે
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૬ ડિસેમ્બર
ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં ૧૧ પ્રકારના વિવિધ ગંભીર રોગો સામે રક્ષણ આપતી
રસીઓ આપવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ આગામી તા. ૧૯-૧૨-૨૦૨૨ થી તા.
૨૪-૧૨-૨૦૨૨ દરમિયાન સ્પેશિયલ ઇમ્યુનાઈઝેશન વીકની ઉજવણી કરવામાં આવશે.
વલસાડ જિલ્લાનાં પાંચેય તાલુકાઓમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈ સર્વે કરી ૦ થી ૫૯
માસના બાળકોની ગણતરી કરવામાં હતી. આ સર્વેમાં વલસાડ તાલુકામાં ૪૫૧, પારડી તાલુકામાં ૩૫, વાપી
તાલુકામાં ૫૭૩, ઉમરગામ તાલુકામાં ૪૦૬, ધરમપુર તાલુકામાં ૨૨૦ અને કપરાડા તાલુકામાં ૪૦૨ બાળકો મળી
રસીથી વંચિત કુલ ૨૦૮૭ બાળકો મળી આવ્યા હતા. જિલ્લામાં “આવો સૌના સહિયારા પ્રયાસથી બાળકોને રસી
અપાવીએ અને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનીએ.”ના સુત્ર સાથે સ્પેશિયલ ઇમ્યુનાઇઝેશન વીકની
ઉજવણી અંતર્ગત રસીથી વંચિત રહી ગયેલા કુલ ૨૦૮૭ બાળકોને તથા સર્વે કામગીરી થયા બાદ અન્ય સ્થળેથી
કે અન્ય રાજ્યોમાંથી રોજગારી અર્થે આવેલા કુટુંબોનાં સીકરણથી વંચિત બાળકોને પણ આવરી લઈ રસીકરણ
કરવામાં આવશે.
-000-

પારડીના કલસરમાં ગર્ભવતી ગૌમાતા અને બચ્ચાનો જીવ બચાવતું ફરતુ પશુ દવાખાનું

— બચ્ચાનું મુખ અને એક પગ બહાર આવી જતા બંનેના જીવ સામે જોખમ હતું
માહિતી બ્યુરોઃ વલસાડ તા. 16 ડિસેમ્બર
વલસાડ જિલ્લાનાં પારડી તાલુકાના કોલક લોકેશનના 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાના એમ્બ્યુલન્સને
સાંજે 5:00 વાગે કલસર ગામથી એક સેવાભાવી વ્યક્તિ હર્ષભાઈએ ગાય માટે EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962ને
કોલ કરી મદદ માંગી હતી.
ઇમરજન્સી કોલ મળતા તરત જ ફરતું પશુ દવાખાના એમ્બ્યુલન્સના ડો.ધવલ પટેલ અને પાયલોટ કમ
ડ્રેસર રાહુલભાઈ ઘટના સ્થળે વાયુ વેગે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચ્યા બાદ માલુમ પડ્યું કે, ગાય એક
ફસાયેલા બચ્ચાને લઇને ફરતી હતી અને ફસાયેલુ બચ્ચને જન્મ આપવા માટે જોર કરી રહી હતી. ત્યારબાદ ડો.
ધવલ પટેલે તપાસ કરતા ગૌમાતા ડિસ્તોકિયાની તકલીફથી પીડાતી હોવાનું જણાયું હતું. જેમાં બચ્ચાનું મુખ અને
એક પગ બહાર આવી ગયો હતો પરંતુ બીજો પગ અંદરની બાજુએ વળી ગયો હતો. જેના કારણે વિયાણમાં
તકલીફ પડતા ગૌમાતાના જીવ સામે જોખમની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ ડોક્ટર દ્વારા સ્થાનિકો તથા
ગૌરક્ષકોની મદદ લઈ ઘટના સ્થળે ગૌમાતાની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી હાલ ગાય અને વાછરડી
બંનેની તબિયત સ્વસ્થ છે. ગાયને ફ્લુડ થેરાપી (દવાની બોટલ ચઢાવી) આપી હતી. આ કાર્યમાં EMRI ગ્રીન
હેલ્થ સર્વિસની 1962ની સેવા સાચા અર્થમાં ગર્ભવતી ગૌમાતા માટે વરદાનરૂપ નિવડી હતી.
-000-
રાજ્યના નાણાં,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો વલસાડ જિલ્લાનો પ્રવાસ
માહિતી બ્યુરોઃ વલસાડ તા. 16 ડિસેમ્બર
ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તા. 17 ડિસેમ્બર 2022ને
શનિવારે સવારે 10 કલાકે વાપી નિવાસ સ્થાનેથી વલસાડ કલેકટર કચેરી ખાતે આવવા રવાના થશે. 10-30
કલાકે વલસાડ કલેકટર કચેરી ખાતે આગમન બાદ ઓનલાઈન જીએસટી મીટિંગમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ
અનુકૂળતાએ વાપી જવા રવાના થશે.
તા. 18 ડિસેમ્બર 2022ને રવિવારે સવારે 8-30 કલાકે વાપીથી ધરમપુર જવા રવાના થશે. સવારે 9
કલાકે ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે શુભેચ્છા મુલાકાતમાં ઉપસ્થિત રહી અનુકૂળતાએ વાપી જવા
રવાના થશે. સાંજે 5-30 કલાકે વાપી રેલવે સ્ટેશને આગમન થયા બાદ 5-42 કલાકે તેજસ એક્ષપ્રેસમાં કાલુપુર
રેલવે સ્ટેશન, અમદાવાદ આવવા રવાના થશે. ત્યાર બાદ રાત્રિના 10-05 કલાકે કાલુપુર રેલવે સ્ટેશનથી
ગાંધીનગર નિવાસ સ્થાને જવા રવાના થશે.
-000-

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *