શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 35
કોઈએ જવાબ વાળ્યો: “મહારાજ, અમે તો ખેતીવાડી કરીને પેટ ભરવાવાળા લોકો છીએ. અમને પુરાણોની અટપટી વાતો ક્યાંથી સમજાય? છતાંય એક વાત બહુ મૂંઝવે છે. એનું આપ સમાધાન કરી આપો.”
“બોલો, કઈ વાત મૂંઝવે છે?”
“મહારાજ, ભગવાન એક છે કે અનેક? આ જગત…….. આ જીવ….. આ સંસાર…… આ બધું શું છે?”
“બહુ સુંદર પ્રશ્ન કર્યો. તમે ખાસ ભણેલા નથી એટલે તમને તમારી રીતે અમે સમજાવશું. જેમ સોનામાંથી દાગીના બનાવીએ અને તે દાગીનાને બંગડી, વીટી, અછોડો, પહોંચી વગેરે નામ આપીએ અને સમય જતાં એ જ દાગીનાને આપણે પાછા ઓગાળી નાખી એ……. ફરીથી લગડી બનાવીએ…… તો પણ મૂળ ધાતુ તો સોનું જ કહેવાય એ જ રીતે આખું વિશ્વ ભગવાન માંથી બન્યુ છે અને પ્રલય સમયે ભગવાનમાં જ ભળી જશે. વેદોમાં આ સિદ્ધાંતને’અવિકૃત પરિણામવાદ’તરીકે વર્ણવવામાં આવ્યો છે. ભગવાન એક જ છે. પોતાની ક્રીડા કરવા નું મન થતાં ભિન્ન ભિન્ન લીલાઓ માટે ભિન્ન ભિન્ન સ્વરૂપો પ્રગટ કરે છે અને પછી પોતે જ પોતાના સ્વરૂપો સાથે ખેલ છે . કરોળિયો તો સૌએ જોયો હશે. એ પોતાના મોંમાંથી લાળ બહાર કાઢીને જાળ બનાવે છે અને તેમાં રહે છે. જ્યારે એનું મન ભરાઈ જાય છે ત્યારે તે જાળ નો નાશ કરીને લાળ પોતાના મોંમાં પાછી ધકેલી લે છે. ભગવાન પણ આવું જ કરે છે . તેઓ પોતાના માંથી આ આનંદ જગતનું સર્જન કરે છે અને એની દરેક વસ્તુ ના નામ રૂપમાં રહીને પોતે આનંદ કરે છે. પછી એક દિવસ આખા વિશ્વને પોતાનામાં સમાવી લે છે. તેથી જ જગત સત્ય છે….. જીવ પરમાત્માનો અંશ છે….. પરંતુ જીવે માડેલો અલ્પાયુસી સંસાર મિથ્યા છે. બધા પ્રકારના સગપણ દેહ સબંધી છે અને દેહ તો નશ્વર છે…… તો પછી એના સગપણય મિથ્યા જ હોય ને? જીવનું કલ્યાણ સાધવું હોય તો નંદ નંદન સાથે નાતો જોડો અને એને રિઝવો. એ પણ તમને મળવા માટે ઝંખી રહ્યા છે બોલો મારી વાત સમજાય છે તમને? પરમ કૃપાળુ પરમાત્મા દેવદમન નું સ્વરૂપ કેવું છે એ જાણવું છે તમારે? એમના ચરણોમાં કેવા કેવા ચિન્હો છે એ ખબર છે તમને?”
સત્સંગ આગળ વધ્યો. નિકુંજનાયક શ્રીનાથજી ની કેટકેટલીય રસિક વાતો છેડાઇ. સૌ ભાવવિભોર થઇ ઉઠ્યા. શ્રી મહાપ્રભુજીએ વ્રજવાસીઓ પાસે થી શ્રીનાથજી ના પ્રાગટ્ય પૂર્વેનો કડીબદ્ધ ઇતિહાસ પ્રેમ પુર્વક સાંભળ્યો. જેને જેટલી જ હતી એ સૌએ પોત પોતાના સંસ્મરણો તાજા કર્યા.
“કુંભનદાસ, હવે તમારો વારો. અહીં આવો. તમે અમને આગળની વાત કહો. તમારા વગર શ્રી દેવદમન ની વાતો અધુરી રહેશે…….”ભગવદ્ ઇચ્છાથી અનાયાસે જ ધર્મદાસ ની સાથે ૨૪ વર્ષના યુવાન ભત્રીજા કુંભનદાસ પણ સપરિવાર અન્યોર ગામે કોઈક કારણસર મહેમાન બનીને રાત રોકાઈ ગયા હતા તેમને શ્રી મહાપ્રભુજીએ સંબોધ્યા. દ્રષ્ટિથી દ્રષ્ટિ મળી. કુંભનદાસ ના અંતરના તાર ઝણઝણી ઉઠ્યા. કોઈક વશીકરણ મંત્ર ની અસર હેઠળ આવી ગયા હોય તે રીતે તેઓ ઊભા થયા. શ્રી મહાપ્રભુજી ના ચરણ સ્પર્શ કરી સનમુખ બેસી ગયા અને જાહેરમાં કહી શકાય એટલા જ, શ્રીનાથજી સાથેના, પોતાના પ્રસંગો કહી સંભળાવ્યા. સાંભળીને આચાર્યશ્રી રોમાંચિત થઈ ગયા.
શ્રી ગોવર્ધનનાથજી કી જય👏🏻👏🏻👏🏻
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -36
હવે અંતિમ વારો આવ્યો સદુંપાંડે નો. એમણે પણ પોતાની ઘુમર ગાયનો પ્રસંગ સુંદર રીતે વર્ણવ્યો છેલ્લે શ્રીનાથજીને દૂધ દહી ધરાવવા નેગ્ ની વાત સાથે સત્સંગનું સમાપન થયું.
“કાલે સવારે આપણે પર્વત પર જશુ અને દેવદમન ને પ્રગટ કરશું. સૌ તૈયાર થઈ જજો. નામ નિવેદન પામવાની ઇચ્છા સૌ સ્નાન કરીને અસ્પર્શમાં આવજો.”કહીને શ્રી મહાપ્રભુજીએ સૌને વિદાય કર્યા.
રાત્રી દરમિયાન કોઇને ઊંઘ ન આવી. સૌએ પડખા ફેરવી ને સમય પસાર કર્યો. બધાને એ જ ઉત્સુકતા હતી દેવ દમનના સંપૂર્ણ દર્શન કરવાની. વાદળોના ધીમા પણ સતત ગડગડાટ સાથે રાત વિતી. સુંદર મજાની રાત પડી.
સદુ પાંડે, પત્ની ભવાની અને પુત્રી નરો સૌથી પહેલા ગૃહકાર્ય થી પરવારીને સનમુખહાજર થઈ ગયા. થોડી જ વારમાં બાજુમાં રહેતા સદુ પાંડેના ભાઈ માણેકચંદ પાંડે પોતાની વૃદ્ધ માતાને અને અન્ય પરિવારજનોને સાથે લઈને આવી ગયા. જમનાવતા ગામના ધર્મદાસ અને કુંભનદાસ તો સપરિવાર અન્યોર માં જ રાત રોકાઈ ગયા હતા. તેઓ પણ આવી ગયા. અપ્સરા કુંડ ની ગુફામાંથી બુંદેલ ખંડના
સૌ અસ્પર્શમાં હાજર થયા હતા!
આચાર્ય શ્રી મહાપ્રભુજીએ સૌને નામ નિવેદન કરાવ્યું. કુંભનદાસ, રામદાસ ચૌહાણ, સદુંપાંડે વગેરે જેવા દૈવી જીવોને બ્રહ્મસંબંધ ની દીક્ષા આપીને પોતાના સેવક કર્યા. પછી પોતાની સાથેના પાચ વૈષ્ણવો અને આ તમામ મનવા સેવકોને સાથે લઈ શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજજી ઉપર પધાર્યા. સૌએ તાજા દૂધ, દહી ,માખણ ની હાંડલીઓ સાથે લઈ લીધા. નરો એ સૌની આગેવાની લીધી. ચણિયાચોળી ઓઢણીમાં સજ નરો માથા પર દૂધની હંડલી લઈને એવી મલપતી ચાલે. આગળ વધી રહી હતી કે જાણે ઉછળતી કુદતી સરિતા કેટલાય અડપલા કરતી અને કેવા અનેરા સપનાઓને રમાડતી સમુદ્ર તરફ ઘસી રહી હોય.!
શ્રી ગોવર્ધનનાથ કી જય👏🏻👏🏻👏🏻


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877