આંબા મા સતત ઉત્પાદન ઘટવાના કારણો
મિત્રો પહેલા જે બગીચા મા 2000 હજાર મણ કરી ઉતરતી તે હવે 500 મણ ની અંદર ઉતરે છે આ ઘટાડો વિચાર તો માંગે છે ચાલો થોડા કારણો જોઈએ
👉 પ્રથમ કારણ નિંદામણ નાશક દવાઓ
👉 બીજુ કલ્ટાર જે શરૂ મા ઉત્પાદન આપે છે ત્રણેક વર્ષ બાદ ઉત્પાદન ઘટે છે ને આંબા ને ખુબ નુકશાન કરે છે
👉 હેવી જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ
👉 કેસર શિવાય અન્ય બીજા આંબાનો અભાવ અન્ય દેશી આંબા થી પરાગ નયન ખુબ સારી રીતે થાય છે
👉 આંબા જે વિસ્તાર માં હોય ત્યા બીજા કોઈ અન્ય વાવેતર ન થવાથી જે અન્ય વાવેતર થી સહજીવન જીવતા સમગ્ર જીવજંતુ ની સાયકલ વિખાણી તેના લીધે મધિયા,થ્રીપ્સ,જેવા રોગો વધતા ગયા
👉શેઢે બીજા અન્ય વિવિધ વૃક્ષ ફૂલ છોડ, કઠોળ,અનાજ શાકભાજી થોડા પ્રમાણે હોવા જોઈએ જે નથી
👉 શેઢા પાળે ગ્લાયશેલ ના છંટકાવ થી અન્ય વૃક્ષો વેલા, અને અન્ય ઘાસ નુ નિકંદન નીકળી ગયું જે મિત્ર કીટક નુ રહેઠાણ હતુ તેમજ તેના પર ના ફૂલ પર આખું વર્ષ મધ માખી જીવતી હવે જંતુ નાશક ના અતિરેકથી લગભગ મધપુડા સમાપ્ત થઈ ગયા છે તેથી પરાગ નયન ને માંઠી અસર થઈ છે
👉 પહેલાં ખેતર મા ગદબ,બાજરી,જુવાર,મકાઈ,શાકભાજી વિગેરે ઘણું બધુ થોડુ ઘણુ વાવેતર થતુ જેના લીધે એક ઇકો સિસ્ટમ જળવાઈ રહેતી જેના વિવિધ જીવજંતુ,મધ,બેકટેરિયા ના ખૂબ સારા લાભ મળતા તે સદંતર બંધ થયુ
👉 જમીન ની કુદરતી જીવંત શક્તિ નાશ પામી જે ખરાબ પરિણામ હાલ આપણે ભોગવી રહ્યા છીએ
👉 કોઈ પણ એક જ જાતના વાવેતર સતત લાંબો સમય સુધી એક ને એક જમીન અને આસપાસ થાય ત્યારે લાંબા સમયે તેની ઉત્પાદન ક્ષમતા ઘટે છે અને તેને લગતા રોગો વધે છે
👉 ઉપરની બધી તકલીફો માટે આપણે જ જવાબદાર છીએ ને તેનું નિવારણ પણ આપણે જ કરવુ જોઈએ જેટલું વહેલુ તેટલો લાભ વધારે થાય
વંદે ગૌ માતરમ્
