નાથજી ચરિત્રામૃત ભાગ – 49
એક દિવસ સાંજે નરો પોતાના ઘરમાં રસોઈની તૈયારી કરતા કરતા કુંભનદાસનું પદ ગાઈ રહી હતી. ત્યાં જ એના રસોડામાં જ જબકારો થયો.
“અરે, લાલા,અત્યારે!?”નરોની નજરમાં આચાર્યમિશ્રિત સ્નેહ ઉભરાઈ આવ્યો. “આ સોનાની કટોરી જોઈ? કેવી સુંદર નકશીકામવાળી છે! આજે જ સેવામાં આવી છે. મને એમાં
દૂધ ભરીને પીવાનું મન થયું એટલે તારી પાસે આવી ગયો. સાંજે તું મારા નેગનું(ભાગનું) દૂધ લઈને આવે ત્યા સુધી કોણ રાહ જોવે?”
“પણ આ તો બહુ નાની છે! એમાં કેટલું દૂધ માં ભરાસે?”
” નાની તો નાની, પણ મને બહુ ગમી ગઇ છે. એક કામ કર.તું દૂધ તૈયાર કરીને એમાં થોડું થોડું રેડતી જા અને હું પીતો જાવ.”
” એમ તો બહુ વાર લાગશે. ત્યાં સુધી તું અહિ રોકાઇશ?”
“તું ના પાડતી હોય તો પાછો જતો રહુ….”કહેતા શ્રીનાથજીએ પીઠ ફેરવીને જવાનો નખરો કર્યો.
“જઈ બતાવ તો……”કહેતા નરો એ શ્રીનાથજી ને નાજુકાઈ થી ખેંચીને બાજોઠ પર બેસાડી દીધા….. શ્રીનાથજી હસ્તમાં કટોરી રમાડતા બાજોઠ પર બિરાજ્યા. નરોએ સાકર મસાલો અને સુગંધી પદાર્થ ભેળવીને દૂધ ચૂલે ચડાવ્યા. “લાલા, હોતોસો દોય બાતન પૂછું?”
“હા, પૂછ હિ લે….. આજ મોકો આછો હે હૃદયકી ભડાસ નીકાલવે કો….બીના સમય કો ચાલ્યો આયો હો સો લાગત તો ચૂકાની હિ પડેગી મોકો……”
શ્રી ગોવર્ધનનાથજી કી જય 👏🏻👏🏻👏🏻
: શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 50
“તો સુન લાલા….. દરરોજ વહેલી સવારે તું અહીં આજુબાજુ માં જ ક્યાંક આવે છે?”
” હા આ આ….”
” કારણ ?”નરો ના સ્વરમાં પ્રેમાંધિકાર નો રણકો હતો.
“અરે,પણ તને એ વાતની ખબર કઇ રીતે પડી એ તો કહે!”શ્રીનાથજી ભોળાભાવે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
” આ તારી મીઠી મીઠી સુગંધ છે ને એની લહેરખી દરરોજ સવારે મારા કાળજાને તરબોળ કરી જાય છે. બસ તારા આવ્યાની એ જ નિશાની છે.”
“ઓહો…… આટલી શી વાત? સાંભળ, થોડે છેટે તારા કાકા નું ઘર છે ને ત્યાં આવું છું.”
” શા માટે?”
” તારી ઘરડી દાદીમાં બહુ પ્રેમળ છે. દરરોજ સવારે દહી, માખણ અને રોટી નો કલેવો(સવારનો નાસ્તો) કરાવવા એ આજુબાજુના બધા બાળકોને ભેગા કરે છે. એને આંખે જાજુ દેખાતું નથી એટલે વારાફરતી બધા બાળકો નો એક હાથ પકડે છે…. વહાલથી પંપાળે છે…. નામ પૂછે છે…… અને પછી જ કલેવો કરાવે છે……”
” ઠીક તેમાં તું સવારે મારા હાથે થોડું ઓછું દૂધ આરોગે છે. કલેવાથી પેટ ભરાઈ જતું હશે, હે ને?”
” કલેવાથી નહીં…… દાદીમાના વહાલસોયા પ્રેમથી…….”
” વારુ, દાદી માં તારો હાથ પકડે છે ત્યારે તું શું કહે છે?”ઉલટ તપાસ આગળ વધી.
“કહું છું મારું નામ દેવદમન છે. તો તરત દાદીમા કહે છે : હા,હા, પર્વત પર રહે છે એ ને? બહુ ડાહ્યો છે મારો આ દીકરો. રૂપાળો પણ બહુ હોય એવું લાગે છે. દરરોજ આ રીતે જ આવીને કલેવો કરી જજે બેટા, હ!’બોલ, આટલા વાલથી મને દાદીમાં કલેવો કરવા બોલાવે તો મારે આવવું જ પડે ને? મને તમારા આટલા બધા અગાધ સ્નેહને કારણે જ તો ભૂખ લાગે છે!”
” અબ દૂસરી બાત.દોપહર હોતે હોતું કોનસી દુસરી દાદીમા કે ઘરકો જાતે હૈ?”
“દોપહર મેતો કિતની ધુપ હોવે હૈ, નરો હો ખી નાય જાઉ…..”
” યા સોનેકી કટોરીમે દૂધ પી નો હે ન ટોકો? તો પછી સાચું કહી દે તું કોને ત્યાં જાય છે?”
“બસ આમ જ જરા ઠંડક મેળવવા અને વિશ્રામ કરવા ટહેલી આવું છું કોઈક વાર…..”
” ઠંડક મેળવવા…..! વિશ્રામ કરવા…..! કોઈક વાર…..! રુપલી ગોરાંદેના પડખામાં…!?”
“અરે હા હા યાદ આવ્યું. સખી તરા ગામમાં પેલા માંડલિયા પાડે રહે છે તે? તારી જ્ઞાતીનુજ ઘર છે, નરો એ તો બહુ સારા છે….”
“બહુ સારા છે કે’બહુ’સારી છે? મારી જ્ઞાતિના તો એ ગામમાં બીજા ઘણા પણ ઘર છે. તને એ જ કેમ ગમી ગયું વિશ્રામ કરવા માટે?”
શ્રી ગોવર્ધનનાથજી કી જય👏🏻👏🏻👏🏻
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877