શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ 59
એક દિવસ વહેલી સવારે પુરનમલની આંખ ઓચિંતાની ઊઘડી ગઈ. પથારીમાં બેસીને એમણે પોતાના હાથ પર ચુટ્ટી ભરી જોઈ. પૂરેપૂરી સભાન અવસ્થા હતી. તો પછી પેલા સ્વપ્નનો અર્થ શો? ઝટપટ નિત્ય કર્મથી પરવારી એમણે પોતાની તમામ ધન સંપતિ ભેગી કરીને મોટા પોટલા વાડ્યા અને બીજો વાટ ખર્ચીનો જરૂરી સામાન સાથે લઈ, હવેલી ને તાળા મારી, શ્રીનાથજીએ બતાવેલા માર્ગે અન્યોર પ્રયાણ આદર્યું. આખે રસ્તે પોતાને આવેલાં સ્વપ્નનો મર્મ વિચારતા જાય અને ગાડાવાળા ને જલ્દી હકારવાનું કહેતા જાય. એમ કરતાં અમુક દિવસે પુરનમલ અન્યોર આવી પહોંચ્યા. સ્વપ્નમાં જોયા પ્રમાણે નું સ્થળ જોતા પુરનમલની આંખોમાં ચમક આવી ગઈ.
પુરનમલની આંખોમાં જેમ ચમક આવી ગઈ એમ એક બીજા વ્યક્તિની આંખોમાં પણ એ દિવસે ચમક આવી ગઈ. પૂરનમલના અન્યોરની નજીક પહોંચવાના દિવસો દરમિયાનના એક દિવસે આગ્રા શહેરમાં વસતા એક હીરામણી નામના મિસ્ત્રી ની પણ વહેલી સવારે ઓચિંતાની આંખ ઉઘડી ગઇ હતી અને એ પણ પોતાને આવેલા સ્વપ્નનો અર્થ સમજવા અન્યોર તરફ નીકળી પડ્યા હતા!
તે દિવસે ગોવર્ધન પર્વત પર પુરનમલ પણ ચડી રહ્યા હતા અને હીરામણી મિસ્ત્રી પણ. બન્નેમાંથી કોઇ એકબિજાને ઓળખતું નહોતું, પણ શ્રીનાથજી બંનેને ઓળખતા હતા!! બંનેની અહીં સુધી પહોંચાડનાર શ્રીનાથજી જ હતા.
મંદિરમાં જઈને બંનેએ શ્રીનાથજીના દર્શન કર્યા અને એમને ખાતરી થઈ ગઈ કે સ્વપ્નમાં આજ દેવે તેમને દર્શન દીધા હતા. દર્શન કર્યા પછી પુરનમલે રામદાસ મુખ્યાજી ને બોલાવી ને પૂછ્યું: ” મને તમારા ઠાકોરે પોતાનું નવું મંદિર બનાવવાની સ્વપ્ન દ્વારા આજ્ઞા કરી છે તેથી હું અહીં આવ્યો છું. અહીંના કરતા હર્તા હતા કોણ છે?”
હીરામણી મિસ્ત્રી ના કાન સરવા થયા. તેઓ ચૂપચાપ વાત સાંભળી રહ્યા.
” ભાઈ, શ્રીનાથજી તો આચાર્ય શ્રી મહાપ્રભુજીના ઠાકુર છે. આપ શ્રી અત્યારે તો અહીં નથી બિરાજતા. થોડા દિવસ પછી તેઓ અહીં પાછા પધારે ત્યારે એમની આજ્ઞા પ્રમાણે તમે કરજો.”
રામદાસ મુખ્યાજીની વાણી સાંભળીને પુરનમલને શ્રીનાથજી વિશે તથા આચાર્યશ્રી વિશેષ જાણવાની ઇચ્છા થઈ. એમની આવી જિજ્ઞાસાથી પ્રસન્ન થઈને રામદાસજી એ શ્રીનાથજીની ઉદ્ધવભુજાના પ્રાગટ્ય થી લઈને આચાર્યશ્રીએ સેવાનો પ્રકાર ચાલુ કર્યો ત્યાં સુધીની તેમજ સદુ પાંડે, ભવાની, નરો, કુંભનદાસ વગેરે વ્રજવાસીઓની તથા વ્રજમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા એ સર્વે વાતો સવિસ્તાર કહી સંભળાવી. સાંભળીને પુરનમલ ભાવવિભોર થઈ ગયા. ‘ સ્વયં શ્રીનાથજીએ મને મંદિર બનાવવાની આજ્ઞા કરી છે એટલે જ્યાં સુધી મંદિર નિર્માણ ન થાય ત્યાં સુધી મારે ઘરે ન જવું જોઈએ. શ્રી મહાપ્રભુજી પધારે ત્યાં સુધી હુ અહીં જ રહીશ’આવો નિર્ધાર મનોમન કરીને પુરનમલ ત્યાં જ રોકાઈ ગયા.
પુરનમલ અને હીરામણી પર્વત પરથી નીચે ઉતરીને પોત પોતાના મુકામ કર ગયા અને બેસબરીથી સમય વિતાવવા લાગ્યા.
શ્રી ગોવર્ધન નાથકી જય👏🏻👏🏻👏🏻
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 60
આ તરફ શ્રી મહાપ્રભુજી દ્વિતીય પરિક્રમાનો પ્રારંભ કરી ચૂક્યા હતા. દક્ષિણ ની યાત્રા પૂર્ણ કરી ને હવે આપ પંઢરપુર પધાર્યા. ત્યાં શ્રી વિઠોબાજીએ શ્રી મહાપ્રભુજીને વિવાહ કરી લેવાની આજ્ઞા આપી. પંઢરપુરથી નીકળી ગુજરાતના નર્મદા ના દક્ષિણ તટે થઈ પોરબંદર, સિધ્ધપુર, દ્વારકા અને પુષ્કર થઈ શ્રીમહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. પુરનમલ અને હીરામણી વ્રજ માં આવ્યા એને બીજે દિવસે તો શ્રીમહાપ્રભુજી પણ વ્રજમાં પધાર્યા. આવતાવેત અંતર્યામી આચાર્યશ્રીએ પૂછ્યું:
” બહારગામથી કોઈ પુરનમલ નામની વ્યક્તિ અહીં આવી છે?”
” જી, મહારાજ. ગઈકાલે જ એક શેઠ આવ્યા છે અને નવું મંદિર બનાવવાની વાત કરે છે.”રામદાસ તથા અન્ય સેવકોએ શ્રી મહાપ્રભુજીને ખબર આપી.
” જાવ, જલ્દી. એ શેઠને એમના ઉતારેથી બોલાવી લાવો.”
” જેવી આજ્ઞા.”સેવકો શેઠને શોધવા નીકળી પડ્યા. નાનકડું ગામ. એના બે ચાર ધર્મશાળા. શેઠ ને શોધી કાઢવામાં વાર શી? થોડીવારમાં તો પુરનમલ શ્રી મહાપ્રભુજી ની સામે હાજર થઇ ગયા. પુરનમલે દંડવત કરી ને વિનંતી કરી:
” મહારાજ, એક રાત્રે હું સુતો હતો ત્યારે આપના આ ઠાકુરે મને સ્વપ્નમાં આવીને આજ્ઞા તરીકે, પુરન, શ્રી ગિરિરાજજીના શિખરે મારું નવું મંદિર બતાવ .’એટલે તરત હું મારી ધન સંપત્તિ સાથે લઈને અહીં આવી ગયો છું. હવે આપ આજ્ઞા કરો તેમ કરું.”
” પુરનમલજી, અમને આ આજ્ઞાની જાણ છે. પણ અમે અમારા સેવક વગર અન્ય કોઇનું ધન સ્વીકારતા નથી… “
” ઓહો, એ તો મારું અહોભાગ્ય છે કે આ રીતી મને આપના સેવક બનવા મળી રહ્યું છે. આપ મને સેવક બનાવ્યા પછી મારા ધનનો અંગીકાર કરો.”શ્રીનાથજી ની ઈચ્છા પણ એવી જ છે જાણી શ્રી મહાપ્રભુજીએ પુરનમલને પોતાને શરણે લીધાં અને સેવક બનાવ્યા.”મહારાજ, હવે હું કારીગરો ને ભેગા કરુ? બાંધકામ માટે આગ્રાના કારીગરો બહુ જ વખાણાય છે….?” પુરનમલ, એ કાર્ય પણ શ્રી ગોવર્ધનનાથજી એ સરળ કરી આપ્યું છે. તમારી પાછળ ઊભા રહીને દર્શન કરી રહેલા અને આપણી વાત સાંભળી રહેલા હીરામણી મિસ્ત્રી આગરાના સર્વશ્રેષ્ઠ કુશળ કારીગર છે અને તમારી જેમ એમને પણ શ્રી ગોવર્ધનનાથજી એ સ્વપ્ન દ્વારા મંદિર બનાવવાની આજ્ઞા કરી છે. કેમ ખરુંને મિસ્ત્રી?”
શ્રી ગોવર્ધન નાથકી જય👏🏻👏🏻👏🏻
:
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877