Explore

Search

November 21, 2024 1:00 pm

लेटेस्ट न्यूज़

નિકોલ, અમદાવાદ ખાતે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી : Manoj Acharya

નિકોલ, અમદાવાદ ખાતે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી : Manoj Acharya

નિકોલ, અમદાવાદ ખાતે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી તેમનાં શિષ્ય શ્રી જીતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનાં નિવાસસ્થાને તા. 7 જાન્યુઆરી, 2023 શનિવારે સાંજે 6 વાગે થઈ ત્યારે સમગ્ર પરિવારજનો, સગાસંબંધી અને મિત્રમંડળ સહિત સૌએ માર્ગમાં પુષ્પવૃષ્ટિ કરી સ્વાગત કર્યું અને જીતેન્દ્રસિંહ તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતી દિવ્યાબાએ શાલ ઓઢાડી સન્માન કર્યું અને પુ. શ્રી માડીએ પૂજાઘરમાં દિપ પ્રગટાવી પૂજા કરી અને ઉપસ્થિત સૌએ માતાજીની આરતી ઉતારી પ્રસાદ વહેંચ્યો. આ સમયે ગોહીલ પરિવારના અંતુબા પ્રહલાદસિંહ, અજયસિંહ, અનિરુદ્ધસિંહ, મિલનસિંહ, હાર્દિકસિંહ તથા ગિરીશ પટેલ સહિત અન્ય પાડોશીઓ પણ ઉપસ્થિત હતા. જીતેન્દ્રસિંહ ઝાલાનો પરિવાર એટલા માટે પણ ખુશ હતો કે તેમનાં નિવાસસ્થાને સૌપ્રથમવાર પુ. માડીની પધરામણી થઈ હતી એ ઉપરાંત પૂ. શ્રીએ ડો. ઇન્દ્રવદન આચાર્ય તરીકે તેમનાં કૂળનો ગૌરવવંતો ઇતિહાસ “સૌરાષ્ટ્રમાં ઝાલા રાજવંશના શાસનનો ઇતિહાસ” લખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સૌપ્રથમ Ph. D. ની પદવી 1974 માં પ્રાપ્ત કરેલી છે. જીતેન્દ્રસિંહજીના પિતાશ્રી ભરતસિંહજી અને તેમનો સમગ્ર પરિવાર હાલ ગીરમાં આવેલ ઘાંટવડ મુકામે રહે છે અને તેઓ “ધામળેજીયા ઝાલા” તરીકે ઓળખાય છે, જેમનો સૌપ્રથમવાર ઉલ્લેખ અને ઇતિહાસ પ્રકાશિત ઉપરોક્ત ઐતિહાસિક પુસ્તકમાં કરેલો છે. આપ સૌને ટૂંકમાં ધામળેજીયા ઝાલાનો ઇતિહાસ આલેખું છું. હરપાળદેવ મકવાણા અને શક્તિમાંના ત્રણ કુંવરો.. સોઢાજી, માંગુજી અને શેખરોજી.. ઈ. સ. 1978 માં થયેલા કુત્બુદીન ઐબકના આક્રમણે તત્કાલીન સોલંકી રાજા ભીમદેવ – 2 (ઇ. સ. 1178-1242) ના સમયમાં રાજા ‘પલાયિત થતા’ રાજ્ય રક્ષણની જવાબદારી માંગુજી ઝાલાએ પોતે લઇને બહાદૂરીપર્વક સામનો કરી શહાદત વહોરી પરંતુ આ યુધ્ધમાં ઝાલા શૂરવીરોએ જીત પણ મેળવી, જેથી ભીમદેવ સોલંકીએ પ્રસન્ન થઈને માંગુજી ઝાલાના વંશજોને ‘જાંબુ’ ગામ આપ્યું. માંગુજી પછી મધુપાળજી અને એ પછી ધમળજી ગાદીએ આવ્યા. એ સમય’ મારે તેની તલવાર’ નો હતો અને મ્લેચ્છ આક્રમણોથી ખસીને ધમળજી ઝાલાએ તેમના સસરા પ્રભાસ-પાટણના વાજા રાજવંશના શાસક પબજી કે પબુજીનાં આશ્રયે ગયા અને તેમની મદદ, લશ્કરી સહાય. સ્વબાહુબળ, પરાક્રમ ને શૂરવીરતાથી સ્થાનિક શાસકો પાસેથી સત્તા આંચકી લઇ “ધામળેજ” ગામ વસાવી રાજધાની કરી. પરિસ્થિતિની સાનુકૂળતા આવતાં ધમળજી પછી કાળુજી, ધનરાજજી અને લાખાજીએ ધામળેજથી રાજધાની કોઠી-કુંદણી ખસેડીને તેમના વંશજો જાંબુ, શિયાણી ને લિંબડીમાં વસી ગયા, જ્યારે કુંવર રતનજીના વંશજો ધામળેજમાં જ સ્થાયી થયા. રતનજી પછીના વંશજો ધામળેજીયા ઝાલા તરીકે ઓળખાયા, જેમની વંશાવળી પુરાવશેષીય આધાર અને અગાઉ પ્રકાશિત થયેલા પુસ્તકોને આધારે સૌપ્રથમવાર ઉપરોક્ત પુસ્તકમાં પ્રકાશિત કરી છે. વિશેષ માહિતી માટે મારા પિતાશ્રી અને ઝાલાવાડનાં ઇતિહાસવિદ ડો. ઇન્દ્રવદન આચાર્ય (પુ. શ્રી માડી) નું સંશોધિત અને આધારભૂત પુસ્તક “સૌરાષ્ટ્રમાં ઝાલા રાજવંશના શાસનનો ઇતિહાસ” (હરપાળદેવ મકવાણાથી ઈ. સ. 1948 સુધી) જરૂરથી વસાવો.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય – 98244 17344 (શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग