Explore

Search

October 14, 2025 2:33 am

लेटेस्ट न्यूज़
Advertisements

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 93 & 94 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 93 & 94 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 93
” પરમાત્માન, આજે બહુ પ્રસન્ન લાગી રહ્યા છો? આવા દર્શન તો આજ પહેલા મને ક્યારેય દીધા નથી! શું વાત છે?”
” યતીજી તમારી નિષ્ઠા પૂર્વક ની સેવાથી અમે ઘણા પ્રસન્ન થયા છીએ. એમાંય તમે જ્યારે જ્યારે હાથમાં ચંદન ના લેપનો વાટકો લઈને અમારી સમીપ આવો છો ત્યારે ત્યારે તો અમે અત્યંત…… અત્યંત પ્રસન્ન થઈ જઈએ છે. શાસ્ત્રોમાં વર્ણવેલ દેવપૂજા પ્રકારને તમે બરાબર રીતે અનુસરો છો. ખરેખર તમે ધન્ય છો.”
” હે કૃપાળુ ઈશ્વર આપ સર્વે સર્વા છો. મારી મતિ અનુસાર મને જે સૂઝે છે એ પ્રમાણે હું વેદ મર્યાદાનું પાલન કરું છું. છતાં જાણે અજાણે જો મારાથી કંઈ અપરાધ થઈ જતો હોય તો આપ મને અવશ્ય ક્ષમા કરજો અને આપના ચરણોમાં રાખજો.”
” એ શું બોલ્યા, યતીજી? તમે તો જગત ગુરુ આચાર્ય શ્રી વલ્લભના વિદ્યાગુરુ છો અને એમના જ દ્વારા અમારી સેવામાં નિયુક્તિ પામેલા છો. તમે તો પરમ વિદ્વાન છો. તમે કઈ રીતે અપરાધ કરી શકો? તમારી સેવા રીતી તો વેદોક્ત પ્રકારની ઉત્તમ રીતિ છે…..”
” બસ પ્રભુ આપ મારી સેવાથી પ્રસન્ન છો એ મારે માટે મહદ ભાગ્યની વાત છે. હું એવું શું કરું કે જેથી આપ હજુ વધુ પ્રસન્ન રહી શકો? કહેતા શ્રી માધવાનંદ જી એ લેપના વાટકામાં આંગળીઓ બોળી.
” જરા થોભજો, યતીજી. અમારો એક મનોરથ છે. તમને જણાવીએ તો એ પૂરો કરશો?”
” આપના મનોરથો તો આપ જ પૂરા કરાવી શકો. આ પ્રેરણા અને શક્તિ આપશો તો જરૂરથી હું પ્રયત્ન કરીશ…..”
” યતીજી, તમારો ચંદન નો લેપ અમને બહુ ગમે છે, પરંતુ આ ચંદન જરા કસ વગરનું લાગે છે. એનાથી શીતળતા પ્રાપ્ત થતી નથી. જુઓને, તમે ક્યારના આ લેપ લઈને અમારી નજીક ઊભા છો અને અમને પરસેવો છૂટે જાય છે. આવું ક્યાંય સાંભળ્યું કે જોયું છે કે ચંદનથી દાહનું શમન થવાને બદલે પરસેવો છૂટે? અમારી જાણમાં આવ્યું છે કે દક્ષિણમાં મલય પર્વત પર ચંદનના વૃક્ષો ના ગાઢા વન છે. ત્યાંનું ચંદન અતિ સુગંધી અને શીતળતા પ્રદાન કરનારુ હોય છે. અમને એ ચંદન લાવી આપો ને…. અમે લગાડશું તો બસ તમારા હાથે હવે મલયાગીરી નું ચંદન લગાડશું…. ત્યાં સુધી ચંદન લગાડ્યા વગર ના રહીશું”
શ્રી ગોવર્ધન નાથજી કી જય👏🏻👏🏻👏🏻


: શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 94
પંડિતને પંડિતાઈ મારી ગઈ. લોઢા ને લોઢા એ ટીપી નાખ્યું. ચંદનને ચંદને ફસાવ્યુ. પીગળી રહેલા યતીજીના હાથમાંથી ધીમે રહીને શ્રીનાથજીએ લેપનો વાટકો સરકાવી લીધો.
” ઠીક છે, કોઈ જાણકાર સેવકને તૈયાર કરું છું. દક્ષિણ દેશમાં જવા માટે.”
” ના ,ના,ના… યતીજી. એવું ન કરતા. તમારા જ્ઞાન અને તમારી જાણકારી ની તોલે કોઈ ના આવે. તમે પોતે જ જઈને એ ચંદન લઈ આવો.
” હું જાઉં તો ખરો, પણ મને અધિકારિજી ની અનુમતિ મળવી જોઈએ ને. વળી આપની સેવા માટે નવા કોઈ મુખ્યાજી ને પણ શોધવા પડે.”
” અધિકારીજી ને અમે જણાવી દેશુ. તેઓ તમને ના નહીં પાડે. બાકી રહી મુખીયા કોને બનાવવા એની. એ તો તમારા હાથ નીચે તાલીમ લઇને સેવકો એવા ઘડાઈ ગયા છે કે મુરારીદાસ, કેશવાનંદ કે ગોકુળદાસ વગેરે માંથી કોઈને પણ મુખીયા બનાવી શકાય એમ છે. બહુ નિષ્ઠા અને ઈમાનદારી પૂર્વક એ લોકો અમારી સેવા કરે છે.”
” ભલે તો, બે ચાર દિવસમાં હું દક્ષિણ દેશે જવા નીકળીશ.”
” ઑ યતીજી, તમારે ક્યાં ઘરબાર છે કે બધી વ્યવસ્થા કરીને… તૈયાર કરીને… નીકળવું પડે! અમારું માનો તો આજે જ રાજભોગ આરતી પછી રવાના થઇ જાવ. અમને મલયગીરીના ચંદનનું આટલુ મન થયું છે તો એ લાવવામાં વિલંબ શા માટે કરો છો? અમને આટલી અકળામણ થઈ રહી છે એ તમને રુચે છે?”
” ભલે, નાથ, જેવી આપની આજ્ઞા. આજે જ નીકળું છું,બસ…..” કહેતા શ્રી માધવાનંદ જી સેવા કાર્યમાંથી બહાર નીકળ્યા. નટખટે નિરાંતનો દમ લીધો અને તરત કૃષ્ણદાસ અધિકારી ની સમક્ષ ઉપસ્થિત થયા.
” અરે બાબા, આપ! હજુ તો શૃંગારના દર્શન નો હમણાં જ ટેરો આવ્યો ત્યાં આપ આજે આટલા વહેલા શીદ ખેરવા પધાર્યા?!” પોતાની સામે આમ સવારમાં જ શ્રીનાથજી ને પધારેલા જોઈને કૃષ્ણ દાસ વિસ્મિત થઈ ગયા.
” અધિકારીજી, થોડી જ વારમાં મુખ્યાજી તમારી પાસે આવશે અને દક્ષિણ દેશમાં જવા માટેની અનુમતિ માગશે. થોડી રકઝક કરી ને, એમને શંકા ન પડે એ રીતે, રવાના કરી દેજો. મારી વાત સમજાય છે તમને?”
” કૃપાનાથ, આચાર્યશ્રી નો સેવક છું. જે પણ સમજાય છે એ એમની કૃપાથી જ સમજાય છે “
” તો શું સમજ્યા, કહો જોઉ?”
” એ જ કે અવધૂતદાસે મને કહેલી વાતને આપ આગળ વધારી રહ્યા છો.”
” વાહ, આચાર્યશ્રીએ એકદમ લાયક અધિકારીની નિમણૂક કરી છે અમારા વહીવટ માટે. અમારા વહીવટની સાથે તમારું નામ સદા સર્વદા સંકળાયેલું રહેશે. ધ્યાનથી સાંભળો. સમય બહુ ઓછો છે. થોડા દિવસો પછી રુદ્ર કુંડ ની જગ્યા સ્વચ્છ થઈ જવી જોઈએ…..”
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements