Explore

Search

August 30, 2025 4:57 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

*નિંદ્રાનો કુદરતી ક્રમ* : Varsha Shah

*નિંદ્રાનો કુદરતી ક્રમ* : Varsha Shah

*નિંદ્રાનો કુદરતી ક્રમ*
••••••••••••••••••

રાત્રી ના ૧૧ થી ૩ સુધી લોહીનો મહત્તમ પ્રવાહ લીવર તરફ હોય છે. આ એ મહત્વનો સમય છે જ્યારે શરીર લીવરની મદદથી, વિષરહિત થવાની પ્રક્રિયામાંથી, પસાર થાય છે, એનો આકાર મોટો થઈ જાય  છે.  પણ આ પ્રક્રિયા આપ ગાઢ નિદ્રામાં, પહોંચો પછી જ શરૂ થાય છે.

🏀
તમે ૧૧ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો પછીજ  આ પ્રક્રિયા શરૂ થાય અને તો શરીરને, પુરા ૪ કલાક મળે વિષમુક્ત થવા માટે.

🏀
હવે તમે જો ૧૨ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારા શરીરને ૩ કલાક જ મળે. જો, ૧ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો  તમારા શરીર ને 2 કલાક જ મળે.
અને જો 2 વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારા શરીરને ૧ જ કલાક મળે.

🏀
જ્યાં ૪ કલાકની તાતી  જરૂર હોય ત્યાં ઓછા કલાક મળવાથી વિષ મુક્તિનું કાર્ય સંપૂર્ણ રીતે ના થઈ શકે. અને શરીર વિષયુક્ત રોગોનું ઘર થતું જાય.

🏀
થોડું વિચારી જુવો જ્યારે પણ તમે મોડી રાત સુધી જાગ્યા હો ત્યારે ગમે તેટલા કલાક  ઊંઘો, તમને પોતાની કાયા બીજે દિવસે થાકેલી જ લાગશે.

🏀
શરીરને વિષમુક્ત થવા પૂરતો સમય ના આપીને,  શરીરની બીજી અનેક ક્રિયાઓમાં તમે અજાણતાં જ અવરોધ ઉત્પન્ન કરો છો.

🏀
બ્રાહ્મ મુહૂર્ત એટલે સવારે ૩ થી ૫ ના સમયમાં લોહીનું સંચરણ ફેફસાં તરફ થતું હોય છે.   જે અત્યંત જરૂરી ક્રિયાનું  સ્થાન છે તે વખતે તમારે મન અને તનને સ્વચ્છ કરી, ધ્યાન જેવી સૂક્ષ્મ પ્રક્રિયામાં જાતને પરોવી જોઈએ. જેથી બ્રહ્માંડીય ઉર્જા જે તે સમયે વિપુલ માત્રામાં સહજ ઉપલબ્ધ હોય તે તમને પ્રાપ્ત થાય.

🏀
તે પછી ખુલ્લી હવામાં, વ્યાયામ કરવો જોઈએ. હવામાં આ સમયે લાભપ્રદ આયર્નની માત્રા ખૂબજ વધારે હોય છે.

🏀
૫ થી ૭ શુદ્ધ થયેલા રક્તનો સંચાર તમારા મોટા આંતરડા તરફ હોય છે. જે પાછલો મળ કાઢવાની પ્રક્રિયામાં સક્રિય ભાગ લે છે અને શરીરને આખા દિવસ દરમિયાન લેવાતાં પોષક તત્વો ગ્રહણ કરવા માટે તૈયાર કરે છે.

🏀
પછી સૂર્યોદયના સમયે 7 થી 9 દરમિયાન શુદ્ધ રક્ત સ્વચ્છ શરીરના પેટ અને આમાશય તરફ વહે છે.
આ સમય છે જ્યારે પૌષ્ટિક નાસ્તો એટલે શિરામણ આરોગવો  જોઈએ.

🏀
તમારા દિવસનો તે સૌથી જરૂરી આહાર છે.  સવારે પૌષ્ટિક નાસ્તો  ન કરતા લોકોને ભવિષ્યમાં ઘણી બધી આરોગ્ય-લક્ષી સમસ્યાનો સામનો કરવો  પડે  છે.

🏀
આ કુદરતે તમારા શરીર માટે બનાવેલી આરોગ્ય ઘડિયાળ છે. એને અનુસરવાથી ચીતા સુધી ચાલતા જઈ શકાય. 

🏀
હવે તમે પૂછશો કે ક્યારેક કોઈ કાર્ય મોડી રાત સુધી કરવું પડે તો શું કરવાનું?
હું તો વિનંતી કરીશ કે કામ જલદી સૂઈને વહેલા ઊઠીને ન કરી શકાય ?

🏀
બસ,  તમારા મોડી રાતનાં કાર્યોને વહેલા ઊઠીને કરવાની આદત પાડો. સમય તો સરખો જ મળશે. પણ સાથે સાથે સ્વસ્થ શરીર પ્રાપ્ત થશે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements