બન્યું હતું એવું કે તૈયાર થઈને બહાર જવા ડગ માંડી રહેલ સસરાજીએ તેલની શીશીમાંથી તેલના બે બુંદ ઢળતાં જોયા અને એમણે તુરત આંગળીથી એ બુંદ ઝીલી લઈને પોતાના બૂટ પર ઘસી નાંખ્યા. નવવધૂને ક્ષણભર વિચાર આવી ગયો કે જ્યાં ઘરની મુખ્ય વ્યક્તિ જ આવી કંજુસાઈ કરતી હોય એ ઘરમાં મારી બરદાસ્ત કેવી થશે?
આ વિચારનું પારખું કરવા નવવધૂએ એક ગણતરી પૂર્વકની યોજના કરી એ મુજબ સાંજ પડતાં જ અસહ્ય શિર:શૂળ – ભયંકર મસ્તકવેદનાનો એણે દેખાવ કર્યો. વેદનાની ચીસો તો એવી ઉઠતી હતી કે જાણે હમણાં જ પ્રાણ નીકળી જશે. સમગ્ર પરિવાર ચિંતાતુર થઇ ગયો. સસરાએ મોટા મોટા વૈદરાજો તેડાવ્યા, પણ રોગ પકડાય તો સારવાર કરી શકાય ને ! સહુ નાકામયાબ નીવડવા લાગ્યા. વેદના અને ત્રાસ જોયો ન જાય એવો થતો ગયો.
એવામાં સસરાએ નવવધૂને પૂછ્યું : ‘ વહુ બેટા ! પિયરમાં આ તકલીફ ક્યારેય થઈ હતી ખરી? અને થઈ હોય તો ત્યારે કયા ઉપાયથી એ શમી હતી? ‘
નવવધૂએ નાટક જારી રાખીને વેદનાથી કણસતાં કહ્યું : ‘પિતાજી ! પિયરમાં બે વાર આવી વેદના થઈ હતી ખરી અને ત્યારે સાચા મોતીઓ વાટીને તેનો લેપ મસ્તકે લગાવવાથી એ પીડા શમી હતી. પણ અહીં તો એ ક્યાંથી બને?’
સસરાએ તરત જ કહ્યું : ‘ વહુ બેટા ! એ ચિંતા તમે ન કરો. ઉપાય મળી ગયો છે, તો હમણાં જ એનો અમલ થશે.’ – અને ખરેખર સસરાએ લાખો રૂપિયાની કિંમતના એકેક મોતી મંગાવીને તેને ખાંડવાની તૈયારી પણ કરાવી લીધી.
પારખું થઈ ગયું હોવાથી વિચક્ષણ નવવધૂએ નાટકને નવો વળાંક આપી દઈ એકાએક રોગ ગાયબ થયાનો દેખાવ રચી દીધો.. પરિવારમાં પુન: આનંદ છવાઈ ગયો.
💦 કરકસર આ ચીજ છે કે જેમાં બિનજરૂરી હોય ત્યારે તેલનો પણ વેડફાટ ન હોય અને જરૂરિયાત હોય ત્યારે મહામૂલા મોતી વાટવામાંય ખચકાટ ન હોય.
જે ઉડાઉ વ્યક્તિ સંપત્તિનો વ્યસનોમાં – વ્યભિચારમાં – એશોઆરામમાં – ગલત શોખોમાં બેફામ દુર્વ્યય કરે, તે છે સંપત્તિનો વેડફાટ.. કેટલાક ગર્ભશ્રીમંત નબીરાઓએ કે પરસેવાના બુંદ પાડ્યા વિના હરામના માર્ગે લાખોની મૂડી મેળવી લેનારા તકસાધુઓએ કદી સંપત્તિ પામતાં પૂર્વે સખત મહેનત કરી નથી હોતી. આવા માનવો જરૂરિયાત સમજ્યા વિના આડેધડ સંપત્તિ વેડફી નાંખવામાં પાવરધાં હોય છે. આપણો નંબર આમાં ન લાગી જાય માટે એક વાક્ય જરૂર યાદ રાખજો – બીનજરૂરી ધનવ્યયનો ત્યાગ કરવો
આને આત્મસાત કરવા કાજે કરકસર નો ગુણ કેળવવો જોઈએ. કરકસર ક્યારેય કક્ષાને- સ્થાનને-મોભાને અનુરૂપ રહેવાનો નિષેધ નથી કરતી કે કંજુસાઈ અપનાવવાનું નથી કહેતી.. એ તો માત્ર બિનજરૂરી વેડફાટ પર ‘રોક’ લગાવવાનું કહે છે.
વસ્તુતઃ કરકસર એક કળા છે. કરકસર ના સંદર્ભમાં એક અફલાતૂન સુવાક્ય યાદ રાખવા જેવું છે કે કરકસર એ કંજુસાઈ નથી અને ઉડાઉપણું અને ઉદારતા નથી!!
🍇
🙏 પ્રણામ 🙏❤️👍🙏


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877