Explore

Search

August 30, 2025 6:20 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

જૂનો હિસાબ પૂરો : Jagdish Panchal

જૂનો હિસાબ પૂરો  :  Jagdish Panchal

રવિવાર નો દિવસ…
સવારના દસ વાગ્યા હતા. અચાનક મારા મિત્ર ભાવેશ નો મોબાઈલ મારા ઉપર આવ્યો…
ભાવેશ નો નંબર અને નામ વાંચી મને નવાઈ લાગી…
જિંદગી ની રફતાર ..રૂપિયાની વાત કરું તો અમારા થી ઘણો દૂર નીકળી ગયો હતો… કરોડો ની વાતો …અને કરોડો ના બિઝનેસ માં મારા જેવો પગારદાર મિત્ર ની અચાનક યાદ કેમ આવી ?

મેં કીધું બોલ દોસ્ત…સુદામા ની યાદ કેમ આવી ?

મારે તને મળવું છે ભાવેશ ની વાત માં ઢીલાશ હતી..

મેં કીધું દોસ્ત એપોઇન્ટમેન્ટ મોટા માણસ ની લેવાય અમે તો નાના માણસ…આવ દોસ્ત હું ઘરે જ છું..

થોડીવાર પછી…ભાવેશ અમારા ઘરે વર્ષો પછી આવ્યો…
મેં તેને આવકાર્યો….

થોડી વાતચીત પછી મેં કીધું દોસ્ત તારું અચાનક આ તરફ આવવા પાછળ કોઈ કારણ તો છુપાયેલ હોવું જોઈએ..

તારી વાત સાચી છે…દોસ્ત
આજે તારે મારી સાથે આવવાનું છે…ભાવેશ બોલ્યો

ક્યાં ?

રોહિત ના ઘરે ?

પણ રોહિત ને તો આ દુનિયા છોડે 20 વર્ષ થવા આવ્યા…
હવે તેના ઘરે જઈ તારે શું કરવું છે ?

મારે જૂનો હિસાબ પૂરો કરવો છે…ઢીલા અવાજે ભાવેશ બોલ્યો

સમીર તેં મને ઘણા વર્ષો પહેલા કર્મના સિદ્ધાંતો સમજાવતા કીધું હતું…
દોસ્ત… હક્ક નું રાખ ..બાકી નું પાછું આપી દે…
મેં તારી સાથે ઉગ્ર ચર્ચા પણ કરી હતી….
તેં મને ચર્ચા ના અંતે ફક્ત એટલુંજ કીધું હતું…
દોસ્ત..ખરાબ કર્મ ના કુંડાળા માં પગ ભૂલથી પણ ન મુકતો…ભગવાન પણ નહીં બચાવી શકે તને ..કારણ એ પોતે કર્મબંધન થી બંધાયલો હોય છે..

મેં કીધું…હા દોસ્ત મને હજુ બધું જ યાદ છે…રોહિત નું અચાનક હાર્ટફેલ થી અવસાન થયું…તમારા બંન્ને વચ્ચે મૌખિક લાખો કરોડો ની લેવદેવડ હતી….

રોહિત પોતાની “ડાયરી” માં આ લેવદેવડ લખતો હતો..તેમાં તારે એ સમયે સવા કરોડ રોહિત ના પરિવાર ને ચૂકવવા ના નીકળતા હતા..એ સત્ય હકીકત તું પણ જાણતો હોવા છતાં..તેં આ ડાયરી નો હિસાબ ખોટો છે કહી..વાત ને નકારી કાઢી હતી.

રોહિત ની પત્ની અને તેનો છોકરો દેવાંગ સંસ્કારી અને ધાર્મિક સ્વભાવ ના હતા તેઓએ હાથ જોડી ત્યારે તને કીધું હતું…તમારી અને પપ્પા ની કાચી ચિઠ્ઠી નો હિસાબ હું જાણતો..નથી પણ પપ્પા ની ડાયરી માં હિસાબ તારીખ સાથે લખેલ છે..

છતાં પણ મેં પપ્પા નો હિસાબ મારા ઠાકોરજી ને સોંપ્યો છે…..તમને એટલું જરૂર કહીશ…એક વખત ઘરે જઈ હિસાબ બરાબર જોઈ લેજો…અંકલ ..કારણ કે મારો ઠાકોરજી હિસાબ કરવા જ્યારે બેઠો ત્યારે છાતી ઉપર પગ રાખી રૂપિયા કઢાવશે…
હા અને એ પણ યાદ રાખજો…મારા હક્ક ના રૂપિયા તમારા ઘર માં હશે..તો તમારે જાતે મને રૂપિયા અહીં આપવા આવવા પડશે…

સમીર તને હજુ બધું યાદ છે?..ભાવેશ બોલ્યો

હા ભાવેશ..જીવન માં અમુક સમય સ્થળ, સંજોગ અને બનાવ જીવનના અંત સુધી ભૂલાતા નથી…
રોહિત પણ મારો મિત્ર અને તું પણ મારો મિત્ર…તમારા બન્ને ની લેવદેવડ મને ખબર ન હતી પણ રોહિત નો છોકરો દેવાંગ ની આંખ ની ભાષા માં સત્ય હતું સાથે ભગવાન ઉપર નો પૂર્ણ વિશ્વાસ હતો.

પણ અચાનક તેના ઘરે જવાનું કારણ.. મેં પૂછ્યું

જો દોસ્ત..મારો પુત્ર સંતોષ નો ગંભીર કાર અકસ્માત બે દિવસ પહેલા થયો છે..અત્યારે ISU માં છે…ડોક્ટર ખૂબ પ્રયત્ન બચાવવા માટે કરી રહ્યા છે…જીવન મરણ નો ખેલ છે..બચે તો પણ કોઈ શારિરીક ખામી આવે તેવી બીક છે….મારી પાસે કરોડો રૂપિયા છે..સામે વારસદાર એક જ છે..મન મારુ ગભરાઈ રહયું છે….દોસ્ત

ચલ ઉભો થા દોસ્ત….આજે મોડું ન કરતો..

અમે…કાર માં રોહિત ના ઘરે પહોંચ્યા…રોહિત ના પત્ની સ્વાતિ અમને ઓળખી ગઈ ..તેમણે અમને આવકાર આપ્યો…

થોડી વાર પછી….સ્વાતિ એ ભાવેશ સામે હાથ જોડી પૂછયુ…ભાવેશભાઈ હજુ કંઈ હિસાબ ચૂકવવા નો અમારા તરફ થી બાકી છે…

ના સ્વાતિ ભાભી….
ડાયરી ખોલવા નો સમય થયો છે..

તમારો મતલબ હું નથી સમજી સ્વાતિ બોલી..

રોહિત ની ડાયરી આપો…ભાભી

ત્યાં બહાર થી દેવાંગ આવ્યો 20 વર્ષ ના લાંબા ગાળા પછી મળ્યા હોવાથી..તે અમને ઓળખી શક્યો નહિ…
તેણે તેની મમ્મી સામે જોયું…

બેટા તારા પપ્પા ના જુના મિત્ર…ભાવેશભાઈ અને સમીરભાઈ…દેવાંગ અમને હાથ જોડી સોફા માં બેઠો…પછી ધીરે થી ભાવેશ સામે જોઈ બોલ્યો, બોલો અંકલ અચાનક આ તરફ…

બેટા પહેલા એ કહે તું અત્યારે શું કરે છે ?

અંકલ એ સમય જતો રહ્યો .જ્યારે તમારે ખરેખર પૂછવાનું હતું…છતાં પણ તમને જણાવી દઉં…હું આપણા શહેરની
મોટી હોસ્પિટલ “શ્રેય” માં ડૉકટર છું…ખાસ કરી ને સર્જરી માં નિષ્ણાત ડોક્ટરો માં મારુ નામ છે

ભાવેશ ઉભો થઇ ગયો..બેટા ત્યાં જ મારો પુત્ર ISU માં છે…

દેવગે કીધું નામ….

સંતોષ. …ભાવેશ બોલ્યો

દેવાગે કીધું..અંકલ..એ મારા ઓબઝરવેશન હેઠળ છે…

ભાવેશ હાથ જોડી બોલ્યો બેટા…તને શું લાગે છે ?

જુઓ અંકલ ક્રિટિકલ તો છે..પણ હિંમત હારી જવા જેવું પણ નથી….જ્યારે સંતોષ ને દાખલ કરવા માં આવ્યો તેના કરતાં હાલ માં તબિયત સુધારા ઉપર છે..
ઘણી વખત દવા કરતા દુવા કામ કરે છે…. ઠાકોરજી રક્ષા કરશે..ચિંતા ન કરો..અમે ડોક્ટર તો લોકો ના દુઃખ દર્દ દૂર કરી શકીયે.. બાકી જીવનની દોર તો ઈશ્વર ના હાથ માં છે

બોલો…આપ નું આ બાજુ આવવા નું કારણ ?

બેટા તારા પરિવાર સાથે દગો કરનાર વ્યક્તિ સાથે પણ તું આટલી શાંતિપૂર્વક અને વિવેકપૂર્ણ વાત કરે છે…તારા માં કોઈ ખાસ વાત છે…

અરે અંકલ તમે દગો કર્યો , કે વિશ્વાસઘાત કર્યો આ કેસ મેં ઉપર વાળા ની અદાલત માં વર્ષો પહેલા સોંપી દીધો છે…તેમાં તારીખો ન પડે સીધો ફેંસલોઃ…..
હવે એ જ નક્કી કરશે..
તમને કે મારે નક્કી કરવા નો અધિકાર નથી ..માનવસર્જિત અદાલત કચેરી માંથી સતા કે રૂપિયા ના જોરે એક વખત કોઈ પણ વ્યક્તિ છૂટી જાય છે પણ ઈશ્વર ની અદાલત માંથી કદી છુટી શકતો નથી

વાહ..બેટા મેં તને ઓળખવા માં ભૂલ તો કરી…છે

બેટા દેવાંગ…રોહિત ની ડાયરી મને આપ.. આજે હું જૂનો હિસાબ ચૂકવવા આવ્યો છું..

દેવાંગ બોલ્યો… શું ઉતાવળ છે..?

બેટા તારા શબ્દો તું જ યાદ કર…
મારો ઠોકરજી લેવા જ્યારે બેસશે ત્યારે છાતી ઉપર પગ રાખી કઢાવશે…
આ કોરો ચેક…હિસાબ પણ તારો અને વ્યાજ પણ તારું..
તેં જ કીધું હતું ને મારા હક્ક ના રૂપિયા હશે તો તમારે મારા ઘરે આપવા આવવા પડશે..લે આજે હું તારા ઘરે તારા હક્ક ના રૂપિયા આપવા આવ્યો છું

અંકલ…તમે અત્યારે મુસીબત માં છો….
આ પરિસ્થિતિ માં રૂપિયા લેવડ દેવડ મને યોગ્ય નથી લાગતી…સંતોષ ને સારું થઈ જાય પછી આપણે સાથે બેસી હિસાબ કરશું…

મારી પાસે કે ભાવેશ પાસે બોલવા માટે કોઈ શબ્દો ન હતા….રૂપિયા ની ભૂખ માણસ ને જાનવર બનાવી દે છે….સંબધો ની ગહનતા ભૂલવાડી દે છે…
પણ આજે દેવાંગ ને મળવા થી તેની વાતો સાંભળવા થી મને એવું લાગ્યું…ભગવાન માં માત્ર શ્રદ્ધા નહીં વિશ્વાસ પણ રાખવો જોઈએ…..

ભાવેશ ભીની આંખે બોલ્યો બેટા તારી ભક્તિ પ્રભુ પ્રત્યે ની શ્રદ્ધા ની આજે જીત થઈ છે.

ના અંકલ આ પ્રભુ ના ન્યાય ની જીત છે…ગરીબ લાચાર,અશક્ત લોકો માટે સંસાર માં લડવા વાળું કોણ ?
એક માત્ર ઈશ્વર…આવી વ્યક્તિ લાચાર થઇ જ્યારે આકાશ તરફ જુએ ત્યારે સમજી લેવું કેસ ઉપરવાળા ની અદાલત મા ફાઇલ થઈ ગયો

અંકલ પપ્પા મને કહેતા..કર્મ હંમેશા દઝાડે છે…
આનંદ કરતા પરિવાર ઉપર અચાનક આફત આવે તો..સમજી લેવું…ખોટા રૂપિયા ઘર માં આવ્યા છે..અથવા કર્મ નો હિસાબ ચૂકવવા નો સમય થયો છે…અમારા પણ ગત જન્મ ના લેણદેણ હશે જે પુરા થયા એટલે અચાનક પપ્પા અમને મૂકી જતા રહ્યા.. દેવાંગ ઢીલો થઈ બોલ્યો

તમે આનંદ માં હો ત્યારે સમજી લ્યો સ્તકર્મ નું બેલેન્સ ખાલી થઈ રહયું છે…અને તમે દુઃખી અથવા કોઈ પીડા ભોગવતા હો ત્યારે સમજી લ્યો તમારા દુષ્કર્મની સજા તમે કાપી રહ્યા છો….સ્તકર્મ નું બેલેન્સ વધારતા રહો અને સદા આનંદ માં રહો…

ભાવેશ..ઉભો થઇ દેવાંગ ને ભેટી પડ્યો….તારો બાપ સંસ્કારી આટલો ધાર્મિક હતો તેના સંપર્ક માં હું હતો તો પણ તેને હું ઓળખી ન શક્યો….બેટા મને માફ કર

જય શ્રી કૃષ્ણ…બેટા
આ સાઈન કરેલો કોરો ચેક તારા પપ્પા ની ડાયરી માં રાખ મારા આયુષ્યની મને પણ ખબર નથી..આ લેણદેણ ના સબંધ મારે અહીં આ જન્મ માં જ પુરા કરવા છે કહી…ભાવેશ રડી પડ્યો.

મેં ઉભા થતા દેવાંગ ને કીધું બેટા લોકો ગીતાજી વાંચે છે તેનો એક મહત્વપૂર્ણ સંદેશ પણ વાંચે છે..
“મારા ભાગ્ય માં લખેલ હશે તો દુનિયા ની કોઈ પણ તાકાત ઝૂંટવી નહિ શકે….અને જો મારા ભાગ્ય માં નહિ હોય તો દુનિયા ની કોઈ પણ તાકાત એ મને અપાવી નહિ શકે.”…
તેં આ ગીતાજી ના સંદેશ ને સાબિત કરી બતાવ્યું.

शरण गाहे बिन जाप है निष्फल..निष्फल है जीवन तेरा
जनम मरण की आस ना छूटे..रहे दुखो से नित घेरा
पाप गठरिया भारी हो गयी…कैसे बोझ उठाएगा
राम सुमिर के रहम करेना..फिर कैसे सुख कैसे पायेगा

Think Twice Act Wise
પાર્થિવ

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements