Explore

Search

August 30, 2025 10:50 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

ધાર્મિક કથા : ભાગ 184 : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 184 : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 184
અખા ત્રીજ (અક્ષય તૃતીયા) નું આટલું બધું મહત્વ છે…. જાણો દશ બાબતો.
(૧) કળીયુગ પ્રારંભ — આ દિવસથી કળીયુગનો પ્રારંભ થયો હતો…. આથી અમુક રાજ્યોમાં પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે.
(૨) પરશુરામ જન્મ દિવસ — ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામનો ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાને ત્યાં બ્રાહ્મણ કુળમાં અખાત્રીજે જન્મ થયો હતો.. પરશુરામ કદાપી નાશ ન પામે તેવા અવતાર છે… પરશુરામ, હનુમાનજી, અશ્વસ્થામા, કૃપાચાર્ય, વેદવ્યાસ, વિભિષણ અને માર્કંડેય મુનિને અમર માનવામાં આવે છે.
(૩) ગંગા અવતરણ દિવસ — ત્રેતાયુગમાં અખાત્રીજે ભગીરથ સ્વર્ગમાંથી ગંગા પૃથ્વી પર લાવ્યા હતાં આથી આ દિવસે ગંગા મૈયામાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે.
(૪) માતા અન્નપૂર્ણાનો જન્મ દિવસ — રસોડા અને રસોઈની દેવી માતા અન્નપૂર્ણાનો પણ આજે જન્મદિવસ છે આથી પકવાન બનાવી સગાં સંબંધીઓને જમાડવાનો મહીમા છે.
(૫) મહાભારત લખવાનો શુભારંભ — આજના દિવસે મહર્ષિ વેદવ્યાસે મહાભારત લખવાની શરૂઆત કરી હતી.
(૬) અક્ષય પાત્ર — આજના દિવસે જ યુધિષ્ઠિરને અક્ષયપાત્ર મળ્યું હતું, જેમાંથી અન્ન ખલાસ જ થતું ન હતું.
(૭) દ્રૌપદી વસ્ત્રાહરણ — આજના દિવસે દુ:સાશને દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ શ્રીકૃષ્ણે ખુટે નહીં તેવાં કાપડ ( વસ્ત્રો) નું દાન કરી આબરુ બચાવી હતી.
(૮) ખજાનચી કુબેરની પૂજા — ભગવાનના દરબારના ખજાનચી નિર્ધન થઈ ગયા ત્યારે શિવ ભગવાનની આજના દિવસે તપસ્યા કરી તથા લક્ષ્મીજીની પૂજા કરી ધન, સંપત્તિ, ઝર , ઝવેરાત, સોનું માગવાનું કહ્યું હતું.
(૯) સુદામા શ્રીકૃષ્ણ મિલન — આજના દિવસે ગરીબ સુદામા ચાર ચોખાના દાણા લઈને ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકા મળવા આવેલા…. બદલામાં શ્રી કૃષ્ણ એ તેમની ઝુંપડીને બદલે મહેલ અને અઢળક સંપત્તિ આપી.
(૧૦) ભારતીય પંચાંગની સાડા ત્રણ તિથિ —- ભારતીય પંચાંગમાં સાડા ત્રણ દિવસને સૌથી શુભ માનવામાં આવે છે… (1) અખાત્રીજ (2) વસંત પંચમી (3) અષાઢી બીજ (4) દશેરાનો અડધો દિવસ. આ સાડા ત્રણ દિવસ મુહર્ત જોયાં વગર શુભકાર્ય થાય જ તેવું માનવામાં આવે છે…
▶️ ઓરિસ્સામાં આજે ખેતર ખેડવાની વિધિ થાય છે…
🛕 જગન્નાથ મંદિરમાં પૂજા કરવામાં આવે છે.
▶️ પંજાબમાં આજે નવી સિઝનની શરૂઆત ગણી ખેતરે જઈને ધરતી માતાની પૂજા કરવામાં આવે છે અને પશુ પક્ષીને ખવડાવવાનો મહીમા છે.
🚩 દક્ષિણ ભારતમાં આજે વિષ્ણુ પૂજા કરવામાં આવે છે. બંગાળમાં ગણેશજી અને લક્ષ્મીજીની આજે પુજા કરી હિસાબ કિતાબ કરવાની પ્રથા છે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements