ધાર્મિક કથા : ભાગ 185 આજ વૈશાખ સુદ ચોથે થયો હતો ભગવાન ગણેશજીનો બીજો જન્મ..! ગણેશજી એટલે સૌ દેવામાં પ્રથમ! કોઈપણ શુભ કાર્ય પહેલા વિઘ્નહર્તાને યાદ કરવામાં આવે છે, કારણ કે તેઓ તો રિદ્ધિ સિદ્ધિના નૌ દાતા છે, સર્વે સુખો આપનાર છે. આપણે સૌ કોઈ જાણીએ છે ગણેશજીનો જન્મ ભાદરવા સુદ ચોથના દિવસે થયો હતો અને દેશભરમાં ગણેશની ઘરે ઘરે અને ગલીઓમાં સ્થાપના કરવામાં આવે છે. તમે એ ન ભૂલી જશો કે, ગણેશ ભગવાને બેવાર જન્મ લીધો હતો. એકવાર જ્યારે મા પાર્વતીએ પોતાના અંગ પર રહેલ મેલમાંથી બાળક ઉત્તપન્ન કર્યું તેમજ આ બાળકને જ્યારે રક્ષા માટે સુચવામાં આવ્યું ત્યારે એક દિવસ ભગવાન શિવ સામે આ બાળકનું યુદ્ધ થયું અને એજ યુદ્ધમાં પિતાના હાથે જ ગણેશનું વધ થયું અને આ દિવસ હતો વૈશાખ સુદ ચોથ! બાળ ગણેશજીના વધને લીધે સર્વ દેવો અને મા પાર્વતીની ઉપાસના લીધે ફરી ગણેશજીને જીવન આપવામાં આવ્યું. આ માટે એક હાથીના બાળકનું મસ્તક ગણેશજીને ધડ પર લગાવામાં આવ્યું અને આ રીતે ફરી એકવાર ગણેશજીનો પૂર્ણ જન્મ થયો. આ દિવસે સર્વ દેવતાઓએ ગણેશજીને સર્વ દેવોમાં પ્રથમ હોવાનું વરદાન આપ્યું અને વિઘ્નહર્તા બન્યા. આજના દિવસે આપણે ગણેશજીની ઉપાસના કરીએ અને તેમેને લાડુ પ્રસાદ ધરીને સૌ તેમના જન્મનાં વધામણા લઈએ… 🙏🏻 ✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય (શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)