: $$$👏🏾🙇🏽♀️👏🏾🙇🏽♀️👏🏾$$$
શ્રી વ્રજ ચોર્યાસી કોસ માનસી પરિક્રમા.
ભાગ – ૧૮
શ્રી ગિરિરાજજીના શિખર ઉપર શ્રીનાથજીબાવાના મંદિરમાંના બેઠકજીનું ચરિત્ર : શ્રીનાથજીના મંદિરમાં શ્રી મહાપ્રભુજી સેવા કરવા પધારતાં ત્યારે સેવાના અવકાશના સમયમાં મંદિરના દક્ષિણ ભાગમાં આવેલા એક ચોતરા ઉપર બિરાજીને શ્રીમદ્ ભાગવતજીનું પારાયણ કરતાં. એક દિવસ શ્રીનાથજી બાવા માટે રાજભોગની સામગ્રી સિદ્ધ કરવામાં સેવકોને વિલંબ થયો, તેથી સ્વામિનીજી સ્વયં સુવર્ણના થાળમાં સામગ્રી લઈને પધાર્યા. શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ હરસાનીજીને આજ્ઞા કરી : આજે બંને સ્વરુપોને પરિશ્રમ થયો છે. તેથી આજ પછી દરરોજ શૃંગાર બાદ સીધો રાજભોગ ન ધરતાં શ્રી ઠાકોરજીને ગોપીવલ્લભ ભોગ આરોગાવવાનો પ્રકાર શરુ કરીશું.
બીજા દિવસે દાન ઘાટી પર મુખારવિંદના દર્શન અને શ્રી ગિરિરાજજીની સાત કોસની પરિક્રમા કરી.
આવતીકાલથી શ્રી ગિરિરાજજીની પરિક્રમાનો આરંભ કરીશું.
🔸જય જય શ્રી વલ્લભ પ્રભુ 🔸
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
a: $$$👏🏾🙇🏽♀️👏🏾🙇🏽♀️👏🏾$$$
શ્રી વ્રજ ચોર્યાસી કોસ માનસી પરિક્રમા..
ભાગ – ૧૯
શ્રી ગિરિરાજજીની પરિક્રમા : વ્રજની યાત્રાએ આવતા સૌ વૈષ્ણવો યથાશક્તિ શ્રી ગિરિરાજજીની પરિક્રમા અવશ્ય કરે છે.
મોટાભાગના વૈષ્ણવો ચાલીને પરિક્રમા કરે છે. કેટલાંક વિરક્તો, ગૃહસ્થો અને ગોસ્વામી બાલકો દંડવતી પરિક્રમા કરે છે. શ્રી ગિરિરાજજીની માનતા રાખનાર કેટલાક ભાવિકો દૂધની ધારા કે ધૂપ સાથે પણ પરિક્રમા કરે છે. શ્રી ગિરિરાજજીની પરિક્રમા પાંચ કોસ, સાત કોસ અને નવ કોસની મુખ્યત્વે થાય છે.
શ્રી ગિરિરાજજીને અને શ્રી મહાપ્રભુજીને દંડવત્ કરી, આજ્ઞા લઈને શ્રી ગિરિરાજજીની પરિક્રમાનો આરંભ થાય છે. પરિક્રમામાં શ્રી ગિરિરાજજી હંમેશા આપણા જમણા હાથ તરફ બિરાજે. હવે તો પરિક્રમા માટે પરિક્રમા માર્ગ પણ તૈયાર થયો છે. સામાન્ય રીતે ભાવિકો ખુલ્લા પગે જ પરિક્રમા કરે છે. – ક્રમશ :
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
