Explore

Search

November 22, 2024 5:04 am

लेटेस्ट न्यूज़

શ્રી વ્રજ ચોર્યાસી કોસ માનસી પરિક્રમા..ભાગ – 20 & 21 : Niru Ashra

શ્રી વ્રજ ચોર્યાસી કોસ માનસી પરિક્રમા..ભાગ – 20 & 21 : Niru Ashra

$$$👏🏾🙇🏽‍♀️👏🏾🙇🏽‍♀️👏🏾$$$

શ્રી વ્રજ ચોર્યાસી કોસ માનસી પરિક્રમા..
ભાગ – ૨૦

       શ્રી ગિરિરાજજીનું સ્વરુપ : શ્રી ગિરિરાજજી ત્રણ સ્વરુપે બિરાજે છે. આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. શ્રી ગિરિરાજજીના આધિદૈવિક બે સ્વરુપ છે. ભગવદ્ સ્વરુપ અને હરિદાસવર્ય ભગવદીય સ્વરુપ. શ્રી ગિરિરાજજી પોતાના ભક્તો પર કૃપા કરીને તેમના દુ:ખ દૂર કરે છે અને મનોકામના પૂર્ણ કરે છે. તે તેમનું આધ્યાત્મિક સ્વરુપ. શ્રી ગિરિરાજજી બે આધિભૌતિક સ્વરુપે બિરાજે છે. પૃથ્વી પરનું આધિભૌતિક સ્વરુપ અને નિત્ય -  લીલામાંનું આધિભૌતિક સ્વરુપ. પૃથ્વી પર પર્વત સ્વરુપે બિરાજે છે. લીલામાં શ્રી ગિરિરાજજીના શિલાખંડો પદ્મરાગ - પોખરાજ, મરકતમણિ - નીલમણિ અને સ્ફટિકના બનેલા છે. શ્રી ઠાકોરજી તેમના ઉપર પધારે છે ત્યારે તેઓ માખણ જેવા કોમળ બની જાય છે. તેથી તેમના શિલાખંડોમાં શ્રી ઠાકોરજીના ચરણારવિંદ, લકુટી અને મુકુટનાં ચિન્હો વિદ્યમાન છે. - ક્રમશ :

🍁🍁🍁🍁🍁🍁🍁🍁
[10/5, 10:09 AM] Niru Ashra: $$$👏🏾🙇🏽‍♀️👏🏾🙇🏽‍♀️👏🏾$$$

શ્રી વ્રજ ચોર્યાસી કોસ માનસી પરિક્રમા..
ભાગ – ૨૧

   શ્રી ગિરિરાજજીના ત્રણ શિખર છે : રાધાકુંડથી દાનઘાટી સુધી આદિ શિખર, જે આજે લુપ્ત થયેલું છે. બીજું ગોવર્ધન થી સુરભિકુંડ સુધી મધ્ય શિખર, જેના ઉપર આજે શ્રીનાથજી બાવાનુંં મંદિર આવેલું છે. ત્રીજું સુરભિકુંડ થી અપ્સરાકુંડ સુધી બહ્મશિખર.
 પુરાણોમાં શ્રી ગિરિરાજજીની કથા : વૃંદાવનમાં ગોવર્ધન નામના એક બ્રાહ્મણે ભારે તપ કર્યું. પ્રસન્ન થયેલાં ભગવાન વિષ્ણુ વરદાન આપવા પધાર્યા. ગોવર્ધન બ્રાહ્મણ ભગવાનના દર્શન કરી, સાક્ષાત્ દંડવત્ કરીને બોલ્યો : તમારા બંને ચરણારવિંદ દબાવી, મારી પીઠ ઉપર ઊભા રહો. ભગવાન વિષ્ણુએ તે પ્રમાણે કર્યું. ત્યારે ગોવર્ધન બ્રાહ્મણે કહ્યું : હવે હું તમને મારી પીઠ ઉપરથી ઉતારીશ નહીં, માટે આ રુપે સદા બિરાજો. ત્યારથી ભગવાન વિષ્ણુ પર્વત રુપે  ગોવર્ધનમાં સદા બિરાજે છે. કૃષ્ણાવતારમાં ભગવાને ગોવર્ધન બ્રાહ્મણને સારુપ્ય ભાવથી ગિરિરાજ પૂજન નિમિત્તે ભોજન કરાવ્યું. અને વૃષ્ટિ દ્વારા જલપાન કરાવ્યું. જે મનુષ્ય ભક્તિપૂર્વક વિભિન્ન ઉપચારોથી આ ગોવર્ધન પર્વતની પૂજા અને પ્રદક્ષિણા કરે છે, તેનો આ સંસારમાં ફરી જન્મ થતો નથી. - ક્રમશ :

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग