Vapi : હાર્દિક જોશી કરાટે એકેડેમી દ્વારા 29 સમર્પિત વિદ્યાર્થીઓને બ્લેક બેલ્ટ અને પ્રમાણપત્રો એનાયત થયા.
હાલમાં લેવાયેલી બ્લેક બેલ્ટ ની ત્રણ દિવસની એક્ઝામ પછી 29 વિદ્યાર્થીઓને બ્લેક બેલ્ટ અને સર્ટિફિકેટ હાર્દિક જોશી દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક સ્ટુડન્ટ્સ નાં પરેન્ટ્સ પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે આ સાથે ચાર વિદ્યાર્થી ઓ ને 5th ડિગ્રી બ્લેક બેલ્ટ પણ અર્પણ કરવામાં આવ્યા હતા.
હાર્દિક જોશી એ જણાવ્યું હતું કે સિદ્ધિ અને ગર્વની ભાવનાથી ભરેલો આ સમારોહ વર્ષોની મહેનત અને અસંખ્ય કલાકો ની સખત તાલીમની પરાકાષ્ઠા છે.
બ્લેક બેલ્ટની યાત્રા માત્ર ભૌતિક સિદ્ધિ નથી પણ શિસ્ત, દ્રડનિશ્ચય અને શ્રેષ્ઠતાની અવિરત શોધનું મૂર્ત સ્વરૂપ પણ છે. અને આ મુકામ પર સામાન્ય વ્યક્તિ કે વિદ્યાર્થી પહોંચી નથી શકતો પરંતુ ધીરજ, ધેર્યા, વર્ષો ના અતૂટ સમર્પણ, સખત તાલીમ, પ્રબળ ઈચ્છા શક્તિ, અને આત્મવિશ્વાસ થકી આ લેવલ પર પહોંચી શકાય છે.
હાર્દિક જોશી એ દરેક વિદ્યાર્થી ઓ ને અને એમના વાલી ઓ ને અભિનંદન આપી જણાવ્યું હતું કે કરાટે માં કોઈપણ બેલ્ટ લેવો એ મુકામ નથી પરંતુ સફર છે, જ્યારે બ્લેક બેલ્ટ લેવો એ એક જીવન ની નવીન શરૂઆત છે જેના થકી સંપૂર્ણ વ્યક્તિત્વ નો વિકાસ શક્ય છે. અને ઈચ્છા વ્યક્ત કરી હતી કે આવનાર સમય માં હજારો લાખો ની સંખ્યા માં વિદ્યાર્થી ઓ બ્લેક બેલ્ટ હાસલ કરે અને નિર્વ્યસની, નિષ્ઠાવાન સમાજ ની સ્થાપના કરી નવા ભારત માં એમનું યોગદાન આપે. અને અંત માં જણાવ્યું હતું કે હું કરાટે અને અને મારા વિદ્યાર્થી માટે હંમેશા સમર્પિત રહીશ.
