Explore

Search

August 2, 2025 9:14 am

लेटेस्ट न्यूज़
Advertisements

“રૂક્ષ્મણી વિવાહ નો પ્રસંગ જીવન ને માંગલ્ય કરે છે” :- પ્રફુલભાઇ શુક્લ

” રૂક્ષ્મણી વિવાહ નો પ્રસંગ જીવન ને માંગલ્ય કરે છે” :- પ્રફુલભાઇ શુક્લ

દમણ જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રા એ હાજરી આપી

સોમનાથ ભવન ભેંસરોડ સમસ્ત કોળી પટેલ સમાજ તેમજ ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ દ્વારા આયોજિત સ્વ. ડાહ્યાભાઈ પટેલ ના સ્મારણાર્થે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 859 મી ભાગવત કથા મા આજે રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ ની ઉજવણી થઇ હતી. નિત્ય ક્રમ અનુસાર છઠા દિવસ ના ભાગવત દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો.ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા પોથી તેમજ વ્યાસપૂજન કરવામાં આવ્યું હતુ.કૃષ્ણ વિદાય ની કરુણ કથા મા ભાવિકો સજાળ નેત્રે ભાવુક બન્યા હતા.રૂક્ષ્મણી વિવાહ ના ઉત્સવ મા દલુભાઈ મનછાભાઈ પટેલ (ભીમપોર ) અને એમનો પરિવાર ભગવાન કૃષ્ણ પરમાત્મા ની જાન લઇ ને પધાર્યા હતા. જયારે કન્યા પક્ષે કથા ના મુખ્ય યજમાન જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ ભાઈ પટેલ અને એમના પરિવારે મા રૂક્ષ્મણી નુ કન્યાદાન કર્યું હતુ. સાથે ચીમનભાઈ કરસનભાઈ પટેલ (ખારીવાડ) મોસળું લઇ ને પધાર્યા હતા. અમિત કાંતિભાઈ પટેલ કૃષ્ણ બનીને આવ્યા હતા જયારે જીનલબેન અમિતભાઈ પટેલ મા રૂક્ષ્મણી બન્યા હતા.કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પર થી કહ્યું હતુ કે ,”પ્રભુ ને કઈ ને ઘર ની બહાર જનાર ને પાછો ઘરે લાવવા ની જવાબદારી પ્રભુ ની છે”, “પ્રભુ ને અર્પણ કરી ને કરેલું ભોજન એ ભોજન નઇ પણ ઠાકોરજી નો પ્રસાદ બની જાય છે” ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, “રૂક્ષ્મણી વિવાહ એ જીવ અને ઈશ્વર નુ મિલન છે”,” રૂક્ષ્મણી વિવાહ નો પ્રસંગ જીવન ને માંગલ્ય કરે છે” કથા ના આચાર્ય ચેતનભાઈ જોષી (ભીમપોર ) તેમજ યુવા કથાકાર કિશનભાઈ દવે દ્વારા મંગલાસ્ટકમ ના મંત્રો ઉંચાર્યા હતા. માધવપૂર નો માંડવો અને જાધવકુળ ની જાન મા સંગીતકારો મહેન્દ્ર પટેલ, દિપક બારોટ, અર્જુન સોલંકી, બિપિન પટેલ દ્વારા ભગવાન ના લગ્ન ગીત ગાવા મા આવ્યા હતા. ઉપસ્થિત મોટી સંખ્યા મા ભાવિક ભક્તો ભગવાન કૃષ્ણ પરમાત્મા ની જાન માઁ જોડાયા હતા. તેમજ ભગવાન ના નામ સંકીર્તન મા મદ મસ્ત બન્યા હતા. આજે કથા મા ડો. સૌરભ મિશ્રા (કલેક્ટર શ્રી દમણ),વિશાલભાઈ ટંડેલ (યુવા નેતા),શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ના પૂર્વ પ્રમુખ શ્રી મનુભાઈ ફકીરભાઈ પટેલ, દમણ ભાજપ શહેર પ્રમુખ પિયુષ ઠાકોરભાઈ પટેલ, ભંડારી સમાજના પ્રમુખ ચેતન ભંડારી અને એમની ટીમ, મેહુલ પટેલ વટાર, નિશાબેન પૂર્વ સીડીપીઓ દમણ, મેવાડા સમાજ ના પ્રમુખ હેમંતભાઈ ભટ્ટ, પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ ના પરમ મિત્ર અને મેવાડા સમાજ ના ટ્રસ્ટી સમીરભાઈ ભટ્ટ , સંજયભાઈ પટેલ ડોરી, અમિતભાઈ, રવિભાઈ., કથાકાર ભાસ્કરભાઈ દવે (ખેરગામ), અંકુર શુક્લ, નિલેશભાઈ જાની,પતંજલિ યોગ સમિતિ દમણ ના સદસ્યો રમેશ દાબુલકર, અશોક સિંહ, રાજેન્દ્ર કોકાટે, દીપક અમૃતકર, અરુણ નિસાદ,યોગ સમિતિ ના અરુણ માલપુરે,યોગેશભાઈ રાજપૂતવલસાડ જીલ્લા સોશિયલ મીડીયા કન્વીનર હિતેશભાઈ સુરતી,નિલેશભાઈ રાઠોડશાસકપક્ષ નેતા નગરપાલિકા વાપી ,.,.,.,..,.,.,.,.,..,.,.,..,..,.,..,.,..,.,.,,. પધાર્યા હતા જેમનું સ્વાગત જેન્તીભાઇ ખારીવાડ, મહેશભાઈ પટેલ, ઉપેન્દ્રભાઈ પટેલ તેમજ કાર્યકર્તા ઓ દ્વારા કરવામાં આવ્યું હતુ. આવતી કાલે સુદામા ચરિત્ર ની કથા સાથે સાત દિવસીય ભાગીરથી ગંગા ને વિરામ આપવામાં આવશે. આવતી કાલે કથા નો સમય સવારે 11 થી બપોરે 1 નો રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ મહા પ્રસાદ ની વ્યવસ્થા રાખવામા આવી છે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements