માહ્યાવંશી સંઘર્ષકથા
શું દ. ગુજરાતમાં વસતી માહ્યાવંશી જાતિ મૂળે ક્ષત્રિય છે ?
– ઈશ્વરલાલ પી. પરમાર
માહ્યાવંશીઓ ક્ષત્રિય છે. ક્ષત્રિયોની મૂળ પાંચ શાખાઓમાંથી આગળ જતાં ૯૯ શાખાઓએ થઈ જેમાં ૨૦ મીજાતિ મેયાવત રાજપુત ક્ષત્રિય હતી જે માહ્યાવંશી છે. સ્વ. શ્રી
મકનજી કુબેરજી મકવાણાના અભિપ્રાય પ્રમાણે માહ્યાવંશીઓ ક્ષત્રિય રાજપુત છે. જેમાં મેયાવત રાજપુત વંશના રાજાઓ કે જેમણે મેયાવતપુરી નગર પૂર્વ બંગાળમાં વસાવેલું
તેમાંથીઉતરી આવેલા છે. જેનો ઉલ્લેખ ક્ષત્રિયોની પ્રાચિન વંશાવલીમાં મળે છે.
૧૯મી સદીમાં સ્થળાંતર કરી મુંબઈ આવ્યા જ્યાંથી ૧૮૭૦માં મેયાવત રાજપુત ચળવળ શરૂ કરી મેયાવત રાજપુત જાતિનું અપભ્રંશ માયાવર-માહ્યાવત-માહ્યાવંશ થઈ
ગયું. મુંબઈના શૈક્ષણિક અને સામાજીક વાતાવરણે મુખ્ય ભાગ ભજવી ૧૮૮૦ થી સ્વ. શેઠશ્રી મકનજી કુબેરજી મકવાણાએ સામાજીક રીત-રીવાજો અને જુના ખર્ચાળ કુરીવાજો ૫૨ પ્રતિબંધ લાવવાના પ્રયત્નો આદર્યા. અને માહ્યાવંશી સમાજની સાચી
ઓળખ આપવા માટે શ્રી મેયાવત રાજપુતોદય અર્થાત માહ્યાવંશીનો ઉદય ૧૯૧૧ તથા અન્યોએ મેયાવત રાજપુત પ્રકાશ ૧૯૦૮ અને માહ્યાવંશી એટલે શું ? ૧૯૧૦ જેવાં
પુસ્તકો સમાજના વિકાસ, કુરીવાજોના ત્યાગ તથા સામાજીક જાગૃતિમાટે લખ્યા હતા.
સુધારાઓ અને જાગૃતિના ભાગ-પરિણામરૂપે મુંબઈ રાજ્યમાં ૧૯૦૦ થી ૧૯૪૦ના ગાળામાં ૫૩ જેટલા સંગઠનો અને પંચોની સ્થાપના થઈ એજ સમયમાં મેયાવત રાજપુત ચળવળના પક્ષમાં લોકમત જાગૃત કરવા માટે ‘‘મેયાવત રાજપૂત હિતવર્ધક
સભા’’ના નેતૃત્વ હેઠળ સભાઓ યોજી સમાજના અગ્રણીઓએ માહ્યાવંશીઓ ક્ષત્રિય હોવાના પુરાવાઓ રજુ કર્યા હતા. જેમાં (૧) રાજપુત ક્ષત્રિયની જેમ દેવી પુજા કરવી
જેમાં ધુપ લોબાન નાળીયેરનો ઉપયોગ વિવિધ વિધીઓમાં (૨) કુદરતી પ્રકોપ સમયે સમયે માનતા રાખી મરઘા-બકરાનું બલીદાન આપવું (૩) દશેરાની ઉજવણી કરવી
૪) શુભ કાર્યમાં પનિહારીનું પૂજન કરવું (૫) લગ્ન પ્રસંગે કરાતો ખાંડાનો રિવાજ
(૬) પુતળા કાઢવાનો રીવાજ જે લડાઈમાં અકસ્માતમાં બહાર ગામ માર્યા ગયા હોય તેમની ઉત્તરક્રિયા સમયે પુતળું કાઢી સ્મશાને લઈ જઈ વિધિવત અગ્નિદાહ આપવો (૭)
પરિણત યુવાનનું મરણ થાય તો તરકળી પર સુવાડી આરતી કરી ફેરા ફરવું (૮) ચોહાણ, પરમાર, ગોહિલ, મકવાણા, ચુડાસમા, વાઘેલા જેવી રાજપુતો જેવીજ અટક
રાખતા (૯) ઝનુની અને ઉગ્ર લડાયક સ્વભાવ (૧૦) લગ્ન પ્રસંગનો રીત રીવાજ, પહેરવેશ અને જુનાં ગીતો વગેરેથી સિધ્ધ થાય છે કે, માહ્યાવંશીઓ રાજપુત ક્ષત્રિય હતા. જાગૃતિના અભિયાન રૂપે ૧૯૩૫માં સમાજની સાચી ઓળખની જાણકારી
આપવા માટે ધી યંગ મેન માહ્યાવંશી અસોસીએશન ના કાર્યકર્તાઓ માહ્યાવંશી ક્ષત્રિઓની ઉત્પતિની પત્રિકાની વહેંચણી મુંબઈથી સુરત સુધી સાયકલ ઉપર સવારી કરી
૩૫
માહ્યાવંશી સંઘર્ષકથા
બોમ્બે પ્રેસીડન્સીમાં શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી ત્યારના મુંબઈ રાજ્યના ગૃહમંત્રી અને મુંબઈ લેજીસ્લેટીવ કાઉન્સીલમાં ગુજરાત ડિસ્પ્રેસ્ડ ક્લાસના રીપ્રેઝન્ટેટીવ ડૉ.પી.જી.સોલંકી જેઓની માહ્યાવંશીઓ રાજપુત વંશજના હોવાનું ભારપૂર્વક રજુઆત બાદ મુંબઈ સ૨કા૨ના જનરલ ડિપાર્ટમેન્ટના મેમો નં. ૯૩૩૦ ડિસેમ્બર ૧૯૩૯ માં માહ્યાવંશી તરીકે જાહેર કરાયા બાદ પાછળથી દમણની મુક્તિ પછી ગોવા દમણ દીવ
સરકારે પણ તેઓના નોટીફિકેશન નંબર ડીએફ-૨-એસસીટી ૬૪ તા. ૧૯-૨-૬૮ માં માહ્યાવંશી જાતિ તરીકે દાખલ કરી હતી.
દક્ષિણ ગુજરાતના વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકામાં વર્ષોથી માહ્યાવંશીઓ ફક્ત માહ્યાવંશી જાતિનાજ છે અને શ્રી મેયાવત રાજપુતોદય અર્થાત માહ્યાવંશીનો ઉદય ૧૯૧૧ ને આધારે સામાજીક જાગૃતિ/જાણકારી આપવાનું અભિયાન શ્રી માહ્યાવંશી
સમાજ ઉમરગામ તાલુકા રજી. નં. ૮૨૨-અ વલસાડ, જીલ્લા વલસાડ, શ્રી ઇશ્વરલાલ પી. પરમાર (કનાડુ) ના પ્રમુખપણા હેઠળ કરાય રહ્યું છે. આ સંસ્થાની રજુઆત પછી સરકારશ્રી દ્વારા લખાયેલ પત્ર નં. ક. અજય ૧૦૯૯ ૩૦૩ સામાજીક ન્યાય અને
અધિકાર વિભાગ ગાંધીનગર તા. ૩૧/૩/૯૯ દ્વારા જણાવ્યા મુજબ માહ્યાવંશી જાતિને જરૂર જણાય ત્યાં અ.જાતિ તરીકે સંબોધન લખવી એવું સંબંધીત તમામ સરકારી-
બિનસરકારી વિભાગોને સ૨કા૨શ્રીના પરિપત્ર ક્રમાંક એસ.સી.ડબ્લયુ ૧૦૯૦/૧૪૫૦૯/હ સચિવાલય ગાંધીનગર તા. ૧૨/૧/૧૯૯૯ ના પરિપત્ર દ્વારા સુચનાઓ આપવામાં આવેલ છે. અને માહ્યાવંશી જાતિને બીજા કોઈ જાતિથી શબ્દથી
પર્યાયથી નહીં ઓળખવા/લખવા સંબોધવા સુચના અપાયેલ છે.
આમ છતાં શહેરોની સંસ્થાઓ અને મંડળોએ ગામડામાં વસતા માહ્યાવંશીઓને સમાજની સાચી જાગૃતિ બહોળો વિસ્તાર હોવાને કારણે કે કોઈ અન્ય કારણસર આપી શક્યા નહીં હોવાથી અથવા તો ગામડાઓમાં શિક્ષણનું પ્રમાણ વ્યાપક નહીં હોવાને
કારણે સમાજના સભ્યો માહ્યાવંશી સિવાયના શબ્દ કે જાતિ સ્વાકારી લેતા હોય છે.
ક્યાંક સ૨કા૨ી, બીન સરકારી, સ્કૂલ, કૉલેજોના અધિકારીઓ તથા રાજકીય પક્ષો જાતિ વિષયથી અજ્ઞાન હાવાને કારણે માહ્યાવંશી સિવાયની જાતિથી સંબોધન કે લખાણ કરતા
જણાય છે, જેથી તમામ સમાજના સંગઠનો શિક્ષિત ભાવિ પેઢી માહ્યાવંશી તરીકે પોતાને ઓળખાવે અને માહ્યાવંશી હોવાનો ગર્વ અનુભવી સમાજની સાથે સંગઠીત બની રહે. મને આશા છે કે, તમામ અગ્રણી કાર્યકર્તાઓ સંગઠનો માહ્યાવંશી સમાજના
જાગૃતિનું પાયાનું કાર્ય પોતાના કાર્યક્ષેત્ર સાથે તક મળ્યે સાંકળી લઈ માહ્યાવંશી સમાજને ગૌરવશાળી સમાજના નિર્માણનો અનુભવ કરાવશે એવી શુભેચ્છા સાથે.
– ‘સેતુ’ માં થી સાભાર
39





Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877