Explore

Search

August 1, 2025 8:07 am

लेटेस्ट न्यूज़
Advertisements

” ભારત ની ભૂમિ નો કણ કણ મા અવાજ, “જય શ્રી રામ”….”જય શ્રી રામ”…. “જય શ્રી રામ” :- પ્રફુલભાઇ શુક્લ

” ભારત ની ભૂમિ નો કણ કણ મા અવાજ, “જય શ્રી રામ”….”જય શ્રી રામ”…. “જય શ્રી રામ” :- પ્રફુલભાઇ શુક્લ

” ભારત ની ભૂમિ નો કણ કણ મા અવાજ, “જય શ્રી રામ”….”જય શ્રી રામ”…. “જય શ્રી રામ” :- પ્રફુલભાઇ શુક્લ

સંકટ હરણ હનુમાનજી મંદિર પારનેરા પારડી ખાતે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 860 મી રામકથા મા આજે રામાયણ ના પ્રધાન ઉત્સવ રામજન્મ ઉત્સવ ની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામા આવી હતી. આ પૂર્વે સંકટ હરણ હનુમાનજી ના સાનિધ્ય મા હજારો ભાવિક ભક્તો એ ભેગા મળી ભગવાન રામલલ્લા ની અયોધ્યા ખાતે થઇ રહેલી પ્રાણ પ્રતિષ્ઠા નુ લાઈવ પ્રસારણ LED સ્ક્રીન મા નિહાળ્યું હતુ. તેમજ મોટી સંખ્યા મા ભાવિક ભક્તો એ ભેગા મળી મહાપ્રસાદ લીધો હતો.નીતિનભાઈ મનુભાઈ દેસાઈ અને એમના પરિવાર દ્વારા પોથી તેમજ વ્યાસ પૂજન થયું હતુ.કથા ની શરૂઆત મા શિવ ચરિત્ર ની કથા નુ વર્ણન કરવામાં આવ્યું હતુ. ખરો રામભક્ત એજ છે જેને ભગવાન શિવ ઉપર અનુરાગ હોય. ભગવાન રામ ના પ્રાગટ્ય ના મુખ્ય પાંચ કારણો ની વિશેષ ચર્ચા કરવામા આવી હતી. કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે ” હનુમાનજી સમર્પિત જીવન ના આચાર્ય છે”, ” જગત ના ઝેર પીવે એને શિવ કેવાય “,” ભારત ની ભૂમિ નો કણ કણ મા અવાજ, “જય શ્રી રામ”….”જય શ્રી રામ”…. “જય શ્રી રામ”, પ્રેમ થીજ પરમાત્મા નુ પ્રાગટ્ય થાય છે. ભગવાન નુ પ્રાગટ્ય ફક્ત પારાણા મા જ નઇ પણ મનુષ્ય ના હૃદય મા થવું જોયે તો ખરા અર્થ મા રામજન્મ ઉત્સવ સાર્થક થાય. ચિરાગભાઈ રાજુભાઈ દેસાઈ અને એમના સમસ્ત પરિવાર દ્વારા ભગવાન રામજી નુ પારણું ઝૂલાવવા મા આવ્યું હતુ.”અવધ મેં આનંદ ભાયો જય રઘુવીર રામ કી ” ના પ્રચંડ નાદ સાથે લોકો ભગવાન ના સંકીર્તન મા મદમસ્ત બન્યા હતા.વિરલભાઈ રમેશભાઈ પટેલ દ્વારા 2 લાખ રૂપિયા નુ દાન આપી ને ધ્વજા રોહણ કરવામા આવ્યું હતુ.આજે કથા મા શ્રી પ્રકાશભાઈ ઝાલા (rss),બિપીનભાઈ પટેલ (બિલ્ડર) ઉપસ્થિત રહ્યા હતા જેમનું સ્વાગત સંકટ હરણ હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતુ. બિપીનભાઈ પટેલ (બિલ્ડર) દ્વારા સંકટ હરણ હનુમાનજી મંદિર ને 11 લાખ રૂપિયા નુ દાન ઘોષિત કરવામા આવ્યું હતુ.આવતી કાલે કથા મા સીતારામ વિવાહ ઉત્સવ ની ઉજવણી થશે જેની તૈયારીઓ આયોજકો દ્વારા થઇ રહી છે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements