Manoj Aachary: થોડા સમય પહેલાં પુ. ગુરૂદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં મોરબી ખાતે રહેતા એડવોકેટ શિષ્ય શ્રી હિતેશભાઇ કાચરોલાને ત્યાં દિકરીબાનો જન્મ થયો એ નિમિત્તે તા. 12 માર્ચ 2024 નાં દિવસે તેમનાં નિવાસસ્થાને પુ. શ્રીની પધરામણી થઈ ત્યારે હિતેષનાં ધર્મપત્ની આરતી તથા નાનો ભાઈ હિરેન ઉપસ્થિત હતા. સૌએ ખુબ જ ભાવથી સ્વાગત કર્યું અને દિકરીબાને ખોળામાં લઈ આશીર્વાદ આપ્યા તથા શિવ ભગવાનનો અંશ એવું દિવ્ય શિવાંશી નામ આપ્યું. એ પછી હિતેશભાઇનાં મિત્ર શ્રી મનસુખભાઇ મંદાણીનાં નિવાસસ્થાને પધરામણી થઈ જે મોરબીથી 15 કિ. મી. દૂર રામપર ગામ આવેલું છે. આરોગ્યની સુખાકારી માટે તેમનાં ધર્મપત્ની શ્રીમતી પુષ્પાબેનને તથા મનસુખભાઇને મંત્રદીક્ષા આપી. સમગ્ર પરિવારજનોને ધર્મ પ્રત્યે આસ્થા રાખીને સતત પ્રગતિ કરતા રહો એવા શુભાશીર્વાદ પાઠવ્યા.