Explore

Search

November 22, 2024 4:58 am

लेटेस्ट न्यूज़

યમુનાજીના ૪૧ પદપદ ૧ લુ( રાગ રામ કલી ) : નીરુ આશરા

યમુનાજીના ૪૧ પદપદ ૧ લુ( રાગ રામ કલી ) : નીરુ આશરા

. . યમુનાજીના ૪૧ પદ
પદ ૧ લુ
( રાગ રામ કલી )

પિયુ સંગ, રંગ ભરી કરી કલોલેં ,
સબનકોં સુખ દેન , પીય સંગ કરત સેન ;
ચિત્તમેં તબ પરત ચેન , જબહી બોલેં. ।।૧।।
અતિહિ વિખ્યાત , સબ બાત ઈનકે હાથ ,
નામ લેત હિ , કૃપા કરિ આતલેં ;
દરસ કર પરસ કર , ઘ્યાન હિયમેં ધરે ,
સદા બ્રજનાથ ઈન સંગ ડોલેં. ।। ૨।।
અતિહિ સુખ કારન , દુઃખ સબન કે હરન ,
યેહી લીનો પરન , દે ઝ કોલેં ;
ઐસી શ્રીયમુને જાન , તુમ કરો ગુનગાન ,
‘રસિક ‘ – પ્રીતમ પાયે , નગ અમોલેં.।। ૩।।
ભાવાર્થ:-
પિય (પ્રાણપતિ) સાથે રંગભર વિહાર કરે છે; સર્વને સુખ આપવા માટે જ પ્રભુ સંગે રમણ છૅ; જ્યારે આપ શ્રીજી આજ્ઞા કરે ત્યારે જ આપનાં ચિત્ત માં આનંદ થાય છે. ।। ૧।।
પ્રભુ પ્રાપ્તિ માટે ની સર્વ વાત્ આપનાં જ હાથ માં છે એ વેદાદિક માં પ્રસિદ્ધિ છૅ , કે આપનું નામ લેતાં માત્રથી જ અચલ કૃપા કરે છે , જૉ કોઈ દરસ પરસ યુક્ત હૃદય માં ઘ્યાન ધરે તો અહર્નીશ વ્રજપતિ એની સંગ ફરે છે. ।।૨ ।।
સર્વના દુઃખ હરણ કરી અતિશય સુખ આપવું એજ આપનું પણ ( પ્રતિજ્ઞા) છૅ. અને અને તેથી આનંદમાં મહાલે છે ; આ પ્રકારે શ્રી યમુનાજી ને જાણી તમો ગુણગાન કરો તો ‘ રસિક પ્રીતમ ‘ (શ્રી હરિરાયજી ) ના પ્રભૂ રૂપ અમૂલ્ય નંગ ( હીરો ) તેને પ્રાપ્ત કરી શકાય. ।। ૩।।
ટીકા:-
શ્રી મહારાણી જી પોતાની નિકુંજમાં પ્રિતમ ( શ્રી ઠાકોરજી) સાથે અનેક પ્રકારના હસ્યાદિ યુક્ત આનંદ કૅલી (કલોલ ) કરે છે ; એથી એ સૂચવે છે કે , પિય સાથે અતિ રસ પૂર્ણ મહાન આનંદ માં મુગ્ધભાવે શ્રૃંગારત્મક વિહાર કરે છે , પોતાના આશ્રિત સર્વ જીવો ને કેમ્ સુખ થાય ❓ એ શ્રી મહારાણી જી નો ગૂઢ આશય છે . જેથી પોતે પ્રભૂ સાથે સુખ સજ્યા માં પોઢી આપને રીઝાવી ઈચ્છિત વસ્તુ ( મારાં ઓ નો અંગીકાર) માગી લે છે ; આપ ( શ્રીજી ) હા પાડે છે. અર્થાત્ બોલે છે કે , અમો જરૂર અંગીકાર કરશું. ત્યારે જ શ્રી મહારાણી જી ના ચિત્તને ચેન ( આનંદ ) થાય છે .।। ૧।।
નામ સ્મરણ માત્ર થી અનેક પ્રકાર ના પ્રતિબંધો દુર થઈ જીવ મુક્તિ આધિક પ્રાપ્ત કરી શકે છે. એ વાત વેદાદિક માં પ્રસિદ્ધ છે. અર્થાત્ અતિ વિખ્યાત છે. અજ્ઞાનથી થયેલ દુષ્કર્મ તે દૂર થાય છે . અને મર્યાદા રિતે નામ સ્મરણ થી યથા પાત્ર ફળ મળે છે , પરંતુ દરશ પરસ કરી હૃદય માં ઘ્યાન કરે તો વ્રજનાથ ( પ્રભૂ ) એ ભક્ત ની પાછળ ડોલે છે. દરશ પરસ નો અર્થ એ છે કે , આપનું સ્વરુપ મેઘ શ્યામ કોટિકંદર્પ લાવણ્ય યુક્ત છે. નખથી શીખ પર્યાત્ એ સ્વરૂપ ને નિહાળી પોતાનાં નેત્રો દ્વારા હૃદય માં પધરાવવું તે દરશ છૅ. પરસ એ પ્રકારે છે કે , આપના ચરણારવિંદ માં કોટાન કોટી ભક્ત બિરાજે છે . અને અનેક યુથ સહિત આપ વ્રજપતિ સંગે રમણ કરે છે. જેને જેને પ્રભૂ ને મિલન ની તીવ્ર ઈચ્છા થાય તેને તુરત મિલાવી દે છે. એવી લીલાયુક્ત ભાવનાઓ સહિત તાપાત્મક ભાવે આપના ચરણાવિંદ નો મન થી પરસ કરે. ભક્ત શિરોમણી નંદદાસજી નું કથન છે કે “ મન કે હાથન નાથકે પુની પુની પકરત પાય” આ વાત અતિ દૈન્યાત્મક છૅ. અને તેથી ઇચ્છિત વસ્તુ ની પ્રાપ્તિ થાય છૅ. માટે જ એ દરશ પરસ થી વ્રજપતિ સંગ ડોલે છૅ. અર્થાત્ ભક્ત ના ભાવ વશ થઈ પાછળ પાછળ ડોલે છૅ. આ પ્રકારે પ્રભૂ મિલન ની સર્વ વાત પોતે શ્રી મહારાણી જી એ પોતાનાં હાથ માં જ રાખેલી છૅ. ।। ૨।।
અતિહિ સુખ કરન એટ્લે મહાન અલૌકિક સુખો આપવા સામર્થ્યવાળાં છૅ. કારણકે ભગવત્ પ્રાપ્તિ સિવાય સ્થાયી સુખ અન્ય છૅ જ નહીં , જેથી ઉપર પ્રમાણે ભગવદ્ કૃપા તેજ અતિ સુખ છે અને ત્રીદુઃખ ની નિવૃત્તિયુક્ત પ્રિતમ ના વિયોગાદિક દુઃખ ને હરવાવાળાં અર્થાત્ પોતાનાં ભક્તો ને સંયોગાદિક ના અભાવ નું જે દુઃખ છે તેની નિવૃત્તિ માટે પ્રતિજ્ઞા કરી છે અને ઉપર પ્રમાણે હાસ્યવિનોદાદિક થી પ્રભુ ને રીઝાવી પોતાની પ્રતિજ્ઞા ઓ નું પાલન કર્યું છે , અતિ સુખ આપી સુખ સમુદ્ર મા ઝીલે છે , અર્થાત્ ઝકોલવું એ આનંદત્મક ગણાય તેથી મહાન આનંદ માં છૅ . એ પણ સૂચન થયું. આ પ્રકારે શ્રી મહારાણીજી નાં સ્વરૂપ ને જાણી તેનું ગુણ ગાન કરો તો રસિક ( શ્રી હરિરાયજી ) ની પ્રિતમ અમૂલ્ય નગ ( હીરો ) તેને પ્રાપ્ત કરી શકશો , અર્થાત્ આ પ્રમાણે શ્રી મહારાણી જી ને પ્રસન્ન કરી સુંદર રીતે પ્રભૂ પ્રાપ્ત કરી શકાય છે , આ પ્રમાણે શ્રી હરિરાયજી નો ગૂઢ આશય છે અને જીવ પ્રત્યે ની અનહદ લાગણી આપ ધરાવે છે , એ સૂચિત થાય છે. ।। ૩।। ઈતિ

🌺ભુલ ચુક ક્ષમા કરશો જી🙅🏻‍♂️🙅🏻‍♂️

( વિષેશ ક્રમ આગળ કાલે લઈશું…. ક્રમશ..✍️🪷)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग