હું જેટલા વર્ષ જીવ્યો તેના કરતા હવે ઓછા વરસ મારે જીવવાનું છે તે સમજાઈ ગયા પછી મારામાં આવેલ પરિવર્તન
૦૧ ) કોઈ અંગતની વિદાયથી હવે મેં રડવાનું છોડી દીધું છે કારણ કે આજે નહીં તો કાલે મારો વારો છે..
૦૨ ) તે જ પ્રમાણે જો મારી વિદાય અચાનક થઈ જશે તો મારા પછી લોકોનું શું તે વિચારવાનું પણ છોડી દીધું છે કારણ કે મારા ગયા પછી કોઈ ભૂખ્યું રહેવાનું નથી અને મારી સંપત્તિ કોઈ છોડવાનું પણ નથી.
૦૩ ) કોઈ પણ વ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશનથી હવે અંજાતો નથી.
૦૪ ) ખુદના માટે સૌથી વધુ સમય કાઢું છું. સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી.
૦૫ ) નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કર્યું છે. ક્યારેક ખબર હોય કે છેતરાવ છું તો પણ હસ્તે મોંઢે જતું કરું છું.
૦૬ ) ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.
૦૭ ) લોકોના સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા અનુમોદના કરું છું. એમ કરવાથી મળતા આનંદની મજા માણું છું.
૦૮ ) બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે બ્રાન્ડેડ વસ્તુઓથી નહી એ સમજાઈ ગયું છે.
૦૯ ) હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો અને જડ માન્યતાઓ મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતો કારણકે ઘણાં એ કરી ચૂક્યા હોય છે.
૧૦ ) જીંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે.
૧૧ ) હું એજ કરું છું જેનાથી મને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે.
૧૨ ) ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું ગમે છે. જંક ફૂડ કરતાં બાજરાના રોટલા અને શાકમાં સંતોષ થાય છે.
૧૩ ) પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદના હાથમાં પાંચસો હજાર આપવાનો આનંદ માણી લેતાં શીખ્યો છું.
૧૪ ) ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગ્યો છું. બોલવા કરતાં ચુપ રહેવાનું પસંદ કરવા લાગ્યો છું. ખુદને પ્રેમ કરવા લાગ્યો છું
૧૫ ) મારો દેહ મારા મા-બાપની દેન, આત્મા પરમ કૃપાળુ કુદરત ની દેન, નામ ફોઇબાની દેન… જ્યાં મારું પોતાનુ કાંઇ છે જ નહીં તો વળી નફો નુકસાનની શું ગણતરી…???
૧૬ ) મારી તમામ પ્રકારની તકલીફ કે દુખ મેં લોકો ને કહેવાનું બંધ કર્યું છે, કેમકે મને સમજાઈ ગયું છે જે સમજે છે તેને કહેવું નથી પડતુ અને જેને કહેવું પડે છે તે સમજતા જ નથી
૧૭ ) બસ હવે નીજ આનંદ માં જ મસ્ત રહું છું કેમકે મારા કોઇપણ સુખ કે દુખ માટે માત્ર અને માત્ર હું પોતે જ જવાબદાર છું તે મને સમજાઇ ગયું છે
૧૮ ) જિંદગી ની પળેપળ ને માણતા શીખી ગયો છું કેમકે હવે સમજાઇ ગયું છે કે જીવન ખૂબ જ અમુલ્ય છે, અહીં કંઇ જ કાયમી નથી, કંઇપણ ગમે ત્યારે થઈ શકે છે, આ દિવસો પણ વિતી જશે
મોડા મોડા પણ સમજાઇ ગયું છે, કદાચ મને જીવતા આવડી ગયું છે 🖋️
