દિનાંક ૧૨-૦૪-૨૦૨૩
દમણથી યૂકે સુધી પર્યાવરણ સમસ્યા ગંભીર, લોકોની બેદરકારીથી સમુદ્રો કચરાપટ થવાના જેવો દુષ્પરિણામોથી અસમય પ્રલયનો ખતરો : કેશવ બટાક
લંડન . યૂકેના વિચારક વિશ્વચિંતક ભારતબંઘુ કેશવભાઈ બટાકે પર્યાવરણ બગાડના કારણે સમસ્ત સૃષ્ટિ પર તોળાતો ખતરોને રોકવા દુનિયા ભરનાં લોકોને નૈતિક ફર્જ નિભાવવાનો આહ્વાન કર્યો છે. યુનાઇટેડ કિંગડમના બિન-નિવાસી ભારતીયોના પ્રભાવશાળી સંગઠન NRI Group London-UK નાં કન્વીનર કેશવભાઈ બટાકે સેન્ટ્રલ લંડનથી જારી કરેલ પ્રેસ બયાનમાં જણાવ્યું કે દિવસે દિવસ વકરતી પર્યાવરણ બગાડના દુષ્પરિણામે દુનિયા પ્રલયના મુખે ઉભી છે. દુનિયા ” બેદરકારો” ના પાપે પર્યાવરણ-ક્ષતિના દુષપ્રભાવો ભોગવી રહી છે. દમણથી લઈ યુનાઇટેડ કિંગડમ સુધીના લોકો પર્યાવરણ-ક્ષતિના ” પીડા” ભોગવી રહ્યા છે. દમણગંગાના પ્રદૂષણે દમણના માછીમારોની રોજી-રોટી છીનવી લીધી છે. દમણગંગાની સાથે અરબ સાગરને પણ પ્રદૂષણનો ગ્રહણ લાગવાથી દમણના સાગરખેડુતોને ઘરે બેસવાનો વારો આવ્યો છે. દમણગંગા નદીને પ્રદૂષણ-મુક્ત કરાવવાનો નામે કેટલાએ સત્તાની વૈતરણી તરી ગયા. હાલાત ‘ જૈસે કે તૈસે હૈં’. દાનહમાં દાદરા, સિલી, મસાટ, ખેરડી, ખડોલી, નરોલી, ડોકમરડીમાં કેટલીક ઝેરી પાણી અને ધુમાડો ઓકતી ફૈકટરીઓના કારણે ગરીબ આદિવાસીઓના ખેતરો, નદીઓ, ખાડીઓ, ભૂગર્ભ જળ બગડી રહ્યો છે. ” લ્હાણી” ના લીધે બધુ ‘ જેમની તેમ’ છે.” ઉદ્યોગોના ‘ હકે ‘ વાપીના લોકો ‘ પ્રદૂષણ-ફળ ‘ ચાખી રહ્યા છે, અને બોનસ દમણના માછીમારોને મચ્છીમારીની ચૌપટ ધંધાના રૂપે મળી રહ્યો છે. સમાજસેવી કેશવભાઈ બટાકે કહ્યું કે કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની ગવર્નમેન્ટ હોય અથવા સંઘ પ્રદેશના એડ્મિનિસ્ટ્રેશન હોય પ્રદૂષણને બ્રેક લગાવવા સરકારો- પ્રશાસનોને ઈમાનદારીથી કાર્ય કરવું જોઈએ. બઘુ સરકારો અને પ્રશાસનના ભરોસે નહીં છોડાય. લોકોને પણ પ્રદૂષણને રોકવા અને પર્યાવરણને બચાવવાની નૈતિક જવાબદારી નિભાવી પડશે. નહીંતર ગ્લોબલ વૉર્મિગ, જળવાયુ પરિવર્તનના દુષ્પરિણામોના કારણે બિન મૌસમ વરસાદ જેવો ઘણો તકલીફો ભોગવી પડશે.
૧-બૉક્સ
UK ને એર પૉલ્યુશન અને સમુદ્રી પ્રદૂષણ ગળી રહ્યુ છે : કન્વીનર, NRI Group
લંડન . એનઆરઆઈ ગ્રુપ, લંડન-યૂકેના કન્વીનર કેશવભાઈ બટાકે કહ્યું કે યુનાઇટેડ કિંગડમના લંડન, લેસ્ટર અને બીજા શહેરોમાં પણ એર પૉલ્યુશન વધી રહ્યો છે. બ્રિટનમાં કારો, બસો, ટ્રકોના વાયુ પ્રદૂષણે દર વર્ષે સૈકડો નિર્દોષોને ગળી જાય છે. યૂકેના સાગરોમાં કચરો વધી રહ્યો છે. જળ પ્રદૂષણના કારણે સાગર ગર્મ થઈ રહો છે. સાગરના જીવોનાં જીવન સંકટમાં મુકાઈ રહો છે. યૂકે સરકારને પ્રદૂષણોને રોકવાનો તથા પર્યાવરણ સંરક્ષણ માટે વધુ કડક પગલાં લેવું જોઈએ. બ્રિટિશરોને પણ ઇલેક્ટ્રિક વાહનોનું ઇસ્તેમાલ અને વધુમાં વધુ પ્લાન્ટેશન જેવું કાર્ય નૈતિક ફર્જ તરીકે કરવું જોઈએ.
૨-બૉક્સ
ઇંડિયાને ઈ-વ્હીકલ્સ જેવા ઉપાયોથી પ્રદૂષણને કમ કરવાની સલાહ આપતા ભારતબંઘુ કેશવ બટાક
લંડન. ભારતબંઘુ કેશવભાઈ બટાકે દમણ-દીવ-દાનહ સહિત ઇંડિયા ભરમાં કાળ બની રહ્યો પ્રદૂષણને ડામવા પેટ્રોલ, ડીઝલની ગાડીઓની જગ્યા ઇલેક્ટ્રિક વાહનોનો વાપરાશ વધારવાનો સલાહ આપી છે. કેશવ બટાકે કહ્યું કે થોડાક નજીકનું સફર માટે સાઇકલ પણ સારૂ છે. તેમણે કહ્યું કે દાનહ- દમણમાં વિકાસના નામે જેટલું વૃક્ષો કપાઈ રહ્યો છે, તેનાથી વઘારે વૃક્ષારોપણ કરી પર્યાવરણને સુરક્ષિત કરવું જોઈએ.
લિ.
NRI Group,
London-UK
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877