🙏💐 વિનંતી – સૌને – વિનંતી – કરબદ્દ વિનંતી. 💐🙏આથી આપ સૌને જણાવતા આનંદ અનુભવાય છે કે આપણા માહયાવંશી સમાજનુ
“ 🙏🌷💐માહયાવંશી મેડિકલ સહાય ગ્રુપ. 💐🌷🙏“જે લગભગ છેલ્લા એક – દોઢ વરસ થી આપણી સમાજના મેડિકલ આર્થિક જરુરીયાત મંદ લોકોની સેવામા કાર્યરત છે.
આપણી સમાજ ના જરુરીયાત વાળા ભાઇઓ બહેનોને ભેદભાવ રાખ્યા વગર મેડિકલ આર્થિક સહાય મળે એ હેતુ થી આ ગ્રુપ ના એડમીનો દ્વારા કરાયેલ ગંભીર અને સતત પ્રયાસો થી આપણુ આ ગ્રુપ અસ્તિત્વ મા આવ્યુ હતુ. જે આજે ખુબજ પ્રશંસનીય કાર્ય કરી રહ્યુ છે. એ માટે દરેકે દરેક એડમીનોને ખુબખુબ અભિનંદન અને ધન્યવાદ. તેમજ ગ્રુપ ના દરેકે દરેક સભ્યો ને પણ ખુબખુબ અભિનંદન અને ધન્યવાદ કે જેમના થકી આ કામ ખુબજ દિલથી અને નિષઠાથી થઇ રહ્યુ છે.
આ ગ્રુપ મા અત્યાર સુધી લગભગ 618 જેટલા સભ્યો પોતાની સ્વેછા એ જોડાયલ છે. આ દરેકે દરેક સભ્યો ગ્રુપ પર એડમીનો દ્વારા મુકાતી આર્થિક સહાયની દરેક અપીલ ( પેશંટના પુરાવા ની ચકાસણી કરાયા પછી ) પર ગ્રુપ ના નિયમ મુજબ ફરજયાત નાની રકમ રુ.૧૦૦/-ની સહાય કરેછે. કેટલાક સભ્યો પોતાની મરજીથી રુ.૧૦૦/- થી વધુ પણ કરતા હોય છે કેટલાક વધુ રકમનુ ગુપ્ત દાન કરતા રહે છે. રુ.૧૦૦/- ની નાની રકમ સમજી વિચારીને જ રાખવામા આવેલ છે જેથી હર કોઇ ભાઇ બહેન પોતાની ઇચ્છાથી આ યજ્ઞ મા ભાગ લઇ શકે, પછી ભલે એ પૈસે ટકે કોઇ પણ પરિસ્થિતી મા હોય. હેતુ ફકત્ બાંધવ દ્વારા બાંધવની સહાય નો જ. સહાય પહોંચાડવાની કાર્ય પદ્દતિ પેશંટને કે પછી પેશંટના પરિવાર ને ડાયરેક્ટ કરવામા આવતી હોય એકદમ પારદર્શક બની રહે છે. કુલ સહાય નો હિસાબ પણ આ ગ્રુપ પર વારંવાર મુકવામા આવતો હોય છે જેથી સંપુર્ણ વહેવાર ચોખ્ખો અને ચોખ્ખો રહે.
આજના સમયમા સમાજના પરિવાર ને ગ્રુપ થકી જે પણ લાભ મળી રહ્યો છે એ એમને ઘણી રાહત આપી રહેલ છે. એ માટે સહાય મેળવનાર પરિવાર તરફથી સહાય આપનારા સભ્યો નો દિલપુર્વક આભાર વ્યકત કરવામા આવે છે અને ગ્રુપ ની કાર્ય પ્રણાલી માટે શુભ ભાવના પાઠવવામા આવે છે. ગ્રુપ ના સભ્યોને પણ દિલમા સંતોષ થાય છેકે અમે પણ સમાજ માટે કંઇક નાનુ મોટુ કામ કરી રહ્યા છીએ.
આપણુ આ ગ્રુપ હજી વધુ મોટુ વટવ્રુક્ષ બને હજી વધુ લોકો આમા જોડાય અને વધુ મોટી સહાય આપણે સમાજના બાંધવોને આપી શકીયે એ માટે સૌને હ્રદય પુર્વક વિનંતી કરવામા આવે છેકે
આપ આ ગ્રુપ ના યજ્ઞ કાર્ય મા તરતજ જોડાવો અને બીજાને પણ જોડો જેથી સભ્યો ની સંખ્યા વધારી શકાય અને મોટી રકમની સહાય કરી શકાય.
એ માટે તમે નીચે આપેલ કોઇપણ એડમીનોને સંપર્ક કરી ગ્રુપ મા જોડાય શકસો.
સુરત એને તાપી જિલ્લા માટે
1) શ્રી.દિલીપભાઈ ભારતી
99791 46110
નવસારી જિલ્લા માટે
1) શ્રી.યજ્ઞેશભાઈ જે રાઠોડ
98923 89171
2) શ્રી.ધર્મેશભાઈ વાડેકર
99604 51467
વલસાડ જિલ્લો તેમજ દમણ અને સેલવાસ માટે
1) શ્રી. પંકજભાઈ પુનેટકર
81401 11653
2) શ્રી.અશ્વિનભાઈ મિસ્ત્રી
8000004800
દાહણું જિલ્લા માટે
1) શ્રી. પંકજભાઈ પુનેટકર
81401 11653
2) શ્રી. કિરણભાઈ મિસ્ત્રી
+968 9852 2671
( whatsapp call)
મુંબઈ માટે
1) શ્રી.યજ્ઞેશભાઈ જે રાઠોડ
98923 89171
2) શ્રી. ધર્મેશભાઈ વાડેકર
99604 51467
3) શ્રી. ભરતભાઈ સોલંકી
96195 87790
આપ સૌનો ખુબ ખુબ આભાર.
અનિલ મિસ્ત્રી.
એકલારા.
💐🌷🙏
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877