જીંદગીના ઘાટ
પ્રત્યેક જિંદગીમાં પ્રાગટ્યનું પ્રભાત, શૈશવની સવાર, જવાનીનો મધ્યાહન અને વાર્ધકયની સાંજ હોય છે. અંતે મૃત્યુની મધરાત એક સનાતન સત્ય છે..
બાલ્યાવસ્થામાં ઘૂંટણિયે ઘસાતી જિંદગી, શૈશવકાળે પા પા પગલાં પાડતી જિંદગી,જવાનીમાં મોજ મસ્તીમાં મસ્ત જીંદગીને વૃદ્ધાવસ્થામાં ઘસાતી ને ઘસડાતી જિંદગી એક હકીકત છે.
બાલ્યાવસ્થાનું પવિત્ર પીણું એટલે સ્તનપાન, જવાનીનું જોશીલું પીણું એટલે પેપ્સી-કોકા ને ક્યાંક વળી મદીરા પાન.. ! ઘડપણ કાળે વળી ફ્રુટ ને તુલસી રસને જિંદગીના અંતકાળનુ આખરી પીણું તે ગંગાજળ.. !
મિત્રો, જિંદગી એક ઘાટ છે જ્યાં ઘણા ઘણાના ઘાટ પણ ઘડાતા હોય છે ને ઘાટ ઘાટના પાણી પીવાતાં હોય છે. કોઈક ઘાટે પૂજા થાય તે ગંગા ઘાટ તો કોઈક ઘાટે મેંલાં લૂગડાં ધોકાય ને ધોવાય તે ધોબી ઘાટ. કોઈકની જિંદગી રમણીય ગંગા ઘાટ બની નિખરી ઉઠે તો કોઈ ની જિંદગી દયનીય ધોબી ઘાટ બની બિચારી બની રહે..!! ગાંધીજીની જિંદગી રાજઘાટ તો મોરારજીની જિંદગી અભય ઘાટ બની ખ્યાતનામ બને છે.
દોસ્તો, જિંદગીની આ હકીકત છે
ગમશે કે નહીં ગમે , તોય ગમાડવું પડશે. જિંદગી નામનું આ રમકડું છે જન્મ્યા છીએ તો રમવું ને રમાંડવું જ પડશે.
હા, જિંદગીમાં રમતાં ભમતા કોઈ ગમતાં મળે તો એનો ગુલાલ કરજો. રમતાં ભમતાં કોઈ ભટકાઈ જાય તો કોઈ અફસોસ ના કરતા.રમતાં રમતાં માણસ ગમે છે ને ક્યારેક ગમતા માણસ પણ રમત રમે છે. જિંદગી ક્યારેક સારી છે તો ક્યારેક ખારી છે.જિંદગીમાં ક્યાંક હું કોઈને માટે સારો છું તો ક્યાંક કોઈને માટે ખારો છું.
હા, દોસ્તો, નદીનાં જળ મીઠાં હોય છે પણ,
કયો દરિયો ખારો નથી હોતો..??
जीवन का साँचा
************
प्रत्येक जीवन में जन्म की सुबह, शैशव की सुबह, प्रस्थान की दोपहर और बुढ़ापे की शाम होती है। अंततः मृत्यु की आधी रात एक शाश्वत सत्य है।
एक ऐसा जीवन जो शैशवावस्था में घुटनों को रगड़ता है, एक जीवन जो शैशवावस्था में कदम दर कदम आगे बढ़ता है, एक जीवन जो युवावस्था में मौज-मस्ती से भरा होता है और एक जीवन जो बुढ़ापे में रगड़ता और घिसटता है, यह एक सच्चाई है।
शैशव का पवित्र पेय है स्तनपान, प्रस्थान का स्फूर्तिदायक पेय है पेप्सी-कोका तो कहीं मदिरापान..! बुढ़ापे में फल और तुलसी का रस जीवन के अंतिम समय का अंतिम पेय बन गया, गंगा जल..!
मित्रों, जीवन एक घाट है जहाँ अनेक लोग घाट बना रहे हैं और घाट-घाट का पानी पी रहे हैं। किसी घाट पर गंगा घाट जहां पूजा होती है और किसी घाट पर धोबी घाट जहां मेरे कपड़े धोए-धोए जाते हैं। अगर किसी की जिंदगी खूबसूरत गंगा घाट बन जाती है तो किसी की जिंदगी बदहाल धोबी घाट बन जाती है। गांधीजी का जीवन राजघाट है और मोरारजी का जीवन अभय घाट के नाम से प्रसिद्ध हुआ।
मित्रो, यह जीवन का सत्य है
यह पसंद है या नहीं, यह करना ही होगा। ये एक खिलौना है जिसे जिंदगी कहते है, जन्म लिया है तो खेलना भी है और खेलना भी है।
हां, अगर जिंदगी में खेलते-कूदते कोई आपको पसंद आ जाए तो उसकी तारीफ करें। अगर कोई खेलते समय भटक जाए तो कोई अफसोस नहीं। लोगों को खेलना पसंद है और कभी-कभी जिन लोगों को खेलना पसंद है वे भी गेम खेलते हैं। जिंदगी कभी अच्छी तो कभी नमकीन, जिंदगी में कहीं किसी के लिए अच्छा तो कभी किसी के लिए नमकीन।
हां दोस्तों नदी का पानी मीठा होता है लेकिन,
कौन सा समुद्र खारा नहीं है..??
