Niru Ashra: મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૧)
મહાપ્રભુજી ના પૂર્વજો
ગંગાધર ભટ્ટ:-
તેમના પુત્રનું નામ ગંગાધર ભટ્ટ. તેઓ પરમ ધાર્મિક, વિદ્વાન અને સંસ્કારી પુરુષ હતા. તેમનું લગ્ન ગેાણીપુરના તિરૂમલની કાંચી નામની કન્યા સાથે થયું હતું. પિતાશ્રીની ભાવનાને અનુસરીને તેમણે પણ ૨૮ સોમયાગ કર્યાં હતા. પિતાનો વારસો પોતે સાચવી તેમાં વધારો કર્યો, તેથી તેઓ ગંગાધર સોમયાજી તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. તેમણે મીમાંસાનું રહસ્ય બતાવનાર એક ગ્રંથ પણ રચ્યો હતો.
ગણપતિ ભટ્ટ:-
એમના પુત્ર ગણપતિ ભટ્ટ ઊઁચી કોટિના વિદ્વાન હતા. તેમણે પેાતાના શિષ્યો સાથે દક્ષિણ દેશમાં યાત્રા કરી હતી. તાંત્રિકોનું ત્યાં અતિશય જોર હતુ. તેમના મતનો પરાજય કરી, તેમણે ત્યાં વિજય ધ્વજ રોપ્યો હતો; તેમણે સર્વત્તંત્રનિગ્રહ નામનો ગ્રંથ રચ્યો છે, જેના છેલ્લા શ્લોકમાં આ રીતના નિર્દેશ છે તંત્રો વેદને નહિ માનતા હોવાથી તેમનો મત શિથિલ બને છે, કારણી, વેદ સર્વસંમત છે અને તેની વાણી અપૌરુષેય છે. એ આધારે અમે આ ગ્રંથમાં તંત્રોના વાદનો નિરાસ કરી, વેદમતની સ્થાપના કરી છે.
આ શ્લોકના તાત્પર્ય પરથી લાગે છે; કે ગણુપતિ ભટ્ટ વેદોના પ્રખર અભ્યાસી હતા. તેમણે કુલધને અનુસરી ૩0 સોમયાગ કર્યાં હતા. તેમનાં લગ્ન દક્ષિણ મદુરાના કેશવરામની અંબિકા નામની કન્યા સાથે થયાં હતાં.
Niru Ashra: . ● આજનો સત્સંગ ●
શ્રીમહાપ્રભુજીએ જીવના અધિકાર અને વરણ પ્રમાણે રૂપ સેવા અને નામ સેવા બતાવી છે. બંને સેવા દ્વારા મન-ચિત્તનો નિરોધ સિદ્ધ થતાં પુષ્ટિ ફલની પ્રાપ્તિ થાય છે…
સેવામાં ક્રમે ક્રમે પ્રેમ, આસક્તિ, વ્યસન અને ફલ સુધી પહોંચાય છે…
ફલ શું ?
પુષ્ટિ પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ.
ફલમાં સ્વરૂપ સેવા એટલે કે સાધનની અપેક્ષા રહેલી છે. જ્યારે પ્રમેય બળથી શ્રીમહાપ્રભુજી જીવને તાપાત્મક ગુણગાન કરવાનું કૃપાદાન કરે છે ત્યારે સીધો જ વ્યસનાત્મક ભાવ સિદ્ધ થઈ જાય અને માનસી સહજ પ્રાપ્ત થાય છે. પુષ્ટિ પુરૂષાર્થ પ્રાપ્તિમાં સાધનની અપેક્ષા નથી. સુધા સ્વરૂપ શ્રીવલ્લભની કૃપા જ નિયામક છે. તેથી સ્વામીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં ગુણગાન અને સ્વરૂપ ધ્યાનની આજ્ઞા કરી છે.
જ્યાં સુધી જીવને પ્રભુમાં સ્નેહ નથી થયો ત્યાં સુધી બધું નકામું છે. જ્યાં સુધી જીવને સંસાર આસક્તિ છે, રાગ છે, ત્યાં સુધી પ્રભુમાં અનુરાગ થવો કઠીન છે. સ્વરૂપજ્ઞાન પુષ્ટિ જીવ માટે જરૂરી છે. સેવા દ્વારા શું પ્રાપ્ત કરવાનું છે ? જીવે પોતાના લીલા મધ્યપાંતિ આધિદૈવિક દેહ (સ્વરૂપ)ને પ્રાપ્ત કરવાનું છે. એ અવાંતર ફલ છે., એની પ્રાપ્તિથી જ સ્વયં જીવ ગોલોક ધામમાં જઈ ફલરૂપ પુષ્ટિ પ્રભુની સેવા યોગ્ય થાય છે. તે મુખ્ય ફલ. શ્રીહરિરાયચરણ આજ્ઞા કરે છે કે, “સર્વ દોષ અને ચિંતાથી રહિત જે ભગવદીય છે, તેની સાથે મળીને શ્રીગોકુલાધીશ પ્રભુ સદા નિશ્ચય સ્મરણ કરવા યોગ્ય છે. જે અહર્નિશ ભગવદ્ સેવા-સ્મરણ, ગુણગાન, ધ્યાન કરે તેનો ભગવાન નિરોધ કરે છે.”
