શરમ:લોકશાહીમાં લટકતી તલવાર ચોથો સ્તંભ લાચાર ? આઝાદીના લડવૈયાઓ ભૂગર્ભમાં રહી હાથે લખેલી પત્રિકાઓ વહેંચી અંગ્રેજ સરકારના જુલમો સામે જનજાગૃતિ માટે ઝઝુમ્યાં અને હિન્દુસ્તાનને આઝાદી અપાવી એ એક પત્રકારિતા હતી. “કલમની તાકાત “જે પત્ર લખે એ પત્રકાર. આજે એનાં પત્રકાર અને પત્રકારત્વના રૂપ રંગ આકાર માધ્યમ બદલાઈ ગયાં છે . ખોજી પત્રકાર એક પોલીસ ઓફિસર કે સીઆઇડી સીબીઆઇ ઑફિસરથી વિશેષ જોખમ ઉઠાવે છે. એમને કોઈ સરકારી સુવિધા કે સુરક્ષા કે વળતર અને જ્યાં ફરજ બજાવે એ સંસ્થામાં સન્માનજનક વેતન પણ મળતાં નથી. મોટા ભાગે માનદ સેવા આપતાં હોય એવી ઓળખ મળે છે. અમોને શિક્ષક અને સામાજિક કાર્યકર તરીકેના અનુભવ અવલોકનથી હાથમાં કલમ લઈ વિચારો કાગળ ઉપર આલેખવાની આદત એક આનંદ શોખ છે. એટલે જે પત્રકાર છે એમની સાથે વિશેષ આદર આત્મીયતા છે. થોડાં સમય પહેલાં મારાં એક વકીલ મિત્ર જે ચૂંટણીમાં ઉમેદવારના ફોર્મ ભરી આપવાનું કામ કરે છે એમની સાથે ફાઇવ સ્ટાર હોટલમાં જવાનું થયું. ત્યાં મારાં ઘણાં જુના મિત્રો મળ્યાં. સુરતની રાવસેના, શિક્ષકોનાં આંદોલન,અન્ના આંદોલન, કિસાન આંદોલન, સ્કુલ ફી વધારા સામે આંદોલન, તક્ષશિલા અગ્નિકાન્ડ આંદોલનના સમયે જે પત્રકાર મિત્રોએ અમારા આંદોલનને ખુબ અવાજ બક્ષ્યો એમને મળ્યાં ભુતકાળ વાગોળ્યા. એમની વાત ઉપરથી જાણવા મળ્યું કે હવે પત્રકાર સમાજમાં બે ત્રણ જુથ પડી ગયાં છે. અને આજે સોશ્યલ મિડિયામાં જાણ્યું કે માહિતી વિભાગ કે કલેક્ટરાલયના અઘિકારીઓ સરકારી પ્રેસ કોન્ફરન્સમાં કે ચુંટણી બુથ ચુંટણી પ્રકિયામાં અમુક તમુક ઈ મીડિયા કે પ્રિન્ટ મિડિયા સાથે ભેદભાવ રાખે છે. મને હોટલમાં મળેલા નેતા ના શબ્દો ઈશારાનાં પડઘાં સંભળાવા લાગ્યા. નેતાઓને સૌથી વધુ બીક ડર પત્રકારોની લાગે છે. અને મારો એવો અંદાજ છે કે આ નેતાઓના ઇશારે અઘિકારીઓ પત્રકારો વચ્ચે ભેદભાવ રાખતા હશે. આ મોબાઈલ યુગમાં યુટ્યુબર, વિકલી ન્યુઝ પેપર, યુટ્યુબ ચેનલ, ડેઇલી ન્યુઝ પેપર, રાષ્ટ્રીય ચેનલ, પ્રાદેશિક ચેનલ, કોઈ શહેરમાં માત્ર દેખાતી ન્યુઝ ચેનલ અને આ સૌ માધ્યમના રિપોર્ટર, પત્રકાર કે મીડિયા પ્રતિનિધિ. સરકાર,અઘિકારીઓ કે નેતાઓ આ મિડિયા માધ્યમથી ડરે છે. આપણે જોયું અને જાણ્યું છે કે ઘણાં પત્રકાર જેલમાં સબડે છે. ઘણાંની જાહેરમાં હત્યાં પણ થઈ છે. અને ઘણાં પત્રકારની રોજી રોટી નોકરી નેતાઓના ઇશારે છીનવાઈ ગઈ છે. અમોએ એવું પણ સાંભળ્યું છે કે અમુક લોકો માત્ર પ્રેસ પ્રતિનિધિકાર્ડ વેચવા અખબારો ચલાવે છે. આજે પત્રકારો અને સંપાદકો, પ્રકાશકોના અનેક જુદાં જુદાં સંગઠનો, મંડળો છે. જુદાં જુદાં પક્ષના મિડિયાસેલ છે એમાં કથિત પત્રકારો નોકરી કરે છે. પત્રકાર જયારે કોઈ સંસ્થા પક્ષ પાર્ટીના નોકર કે ચારણ બને ત્યારે સીધી એ પત્રકાર માથે અંતે પત્રકાર સમાજના માથે તલવાર લટકે છે. આંહી પત્રકાર નહીં આપણા દેશ લોકતંત્ર લોક્શાહીના માથે, રાષ્ટ્રના ચારેય સ્થંભ માથે જોખમ તલવાર લટકે છે . સમજી લો, સમજી લેજો જે દિવસે પત્રકારની આઝાદી, રોજી રોટી, જિંદગી કે અવાજ છીનવાશે, પ્રતિબંધ લદાશે,ભારતની આઝાદી ક્ષીણ ક્ષીણ થાશે._ દિપક પટેલ શિક્ષક, Rti Act Reform Movement India. જનતા દરબાર સંયોજક. 9904012169. @ ૪૭/ નવી શક્તિવિજય સોસાયટી, વરાછા રોડ, સુરત. 395006. … કિશોર વૈષ્ણવ દમણ દ્વારા
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877