૧૦-૦૫-૨૦૨૪
કેશવભાઈ બટાકે વિદ્યાર્થીઓના વ્હારે, થ્રીડી ટૉપરોને પ્રોફેશનલ એજયુકેશનમાં સ્કૉલરશિપ અપાવવા કર્યુ પ્રશાસકને પ્રસ્તાવ
- ધોરણ ૧૦,૧૨ પાસ કરી કંપનીમાં નોકરી કરવાની માનસિકતાથી યુવાનો થઈ શકશે મુક્ત, લેશે હાયર એજ્યુકેશન, પ્રશાસકને પત્રમાં તારણ
સામાજિક કાર્યકર કેશવભાઇ બટાકે થ્રીડી સંઘ પ્રદેશના વિદ્યાર્થીઓને વ્હારે આવ્યા છે. કેશવભાઈ બટાકે આજે પ્રશાસકશ્રી પ્રફુલભાઇ પટેલજીને પત્ર લખી ધોરણ ૧૨ ના થ્રીડી ટૉપર વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશન અને પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં યૂટી એડ્મિનિસ્ટ્રેશન તરફથી સ્પેશ્યલ સ્કૉલરશિપ આપવાનો પ્રસ્તાવ કર્યુ છે. કેશવભાઈ બટાકે પ્રશાસકશ્રીને મોકલેલા પત્રમાં લખ્યું કે આપશ્રીની શિક્ષણ ક્ષેત્રના વિકાસમાં સિંહફાળોથી લોકોની અપેક્ષાઓ વધી છે. લોકો બાળકોના મોંઘા ઉચ્ચ અને પ્રોફેશનલ એજયુકેશનમાં રાહત ઇચ્છતા છે. સંઘ પ્રદેશના વડા તરીકે આપશ્રીથી લોકોની અપેક્ષા સ્વભાવિક છે. ઘોરણ ૧૨ માં થ્રીડી સંઘ પ્રદેશના ટૉપર સ્ટુડન્ટ્સને હાયર અને પ્રોફેશનલ એજયુકેશન મેળવવા માટે યૂટી એડ્મિનિસ્ટ્રેશન તરફથી સ્પેશ્યલ સ્કૉલરશિપ આપવી જોઇએ એવું મારૂ પ્રસ્તાવ છે. ટોપર સ્ટુડન્ટ્સના માનક પ્રશાસન નિર્ધારિત કરી શકે છે. હાયર અને પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં થ્રીડી ટૉપરોને સ્પેશ્યલ સ્કૉલરશિપ મળવાથી દાનહ-દમણ-દીવના વિદ્યાર્થીઓને મન લગાવીને ભણી ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થવામાં પ્રોત્સાહિત કરી શકાશે. એથી ‘થ્રીડી ટૉપરોને સ્પેશ્યલ સ્કૉલરશિપ’ આપવાથી ‘૧૦ માં, ૧૨ માં ભણી કંપનીમાં નોકરી કરવાની’ યુવાનોની માનસિકતાને બદલી તેમણે ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ કર્યા બાદ પ્રોફેશનલ એજયુકેશન મેળવી ઉજ્જ્વલ ભવિષ્ય બનાવવામાં પ્રેરકનું કાર્ય કરશે. કેશવભાઈ બટાકે પત્રમાં પ્રશાસકશ્રીને લખ્યું કે ગઈકાલે ગુજરાત બોર્ડના ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા પરીણામો જાહેર થયાં છે. સીબીએસઈના ઘોરણ ૧૨ ના પરીક્ષા પરિણામો પણ આ મહીને જાહેર થવાના છે. નવા શૈક્ષણિક સત્રથી સ્પેશલ સ્કૉલરશિપની શરૂઆત થાય તો વિદ્યાર્થીઓને ઉચ્ચ-પ્રોફેશનલ અભ્યાસમાં મદદરૂપ થઈ શકશે. કેશવભાઈ બટાકે પ્રેસ બયાનમાં જણાવ્યું હતું કે ઘણાં ગરીબ તેજસ્વી વિદ્યાર્થીઓ મેડીકલ, એન્જિનિયરિંગની પઢાઈની મોટી ફીસોની ચૂકવણીમાં મુશ્કેલી અનુભવે છે. એવા વિદ્યાર્થીઓને યૂટી એડ્મિનિસ્ટ્રેશનથી જો સ્પેશ્યલ સ્કૉલરશિપ મળી શકે તો તેમણે મોટી રાહત થઈ શકશે.
લિ.
કેશવભાઈ બટાક,
સામાજિક કાર્યકર,
દમણ.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877