ઉમંગ ટંડેલ અમદાવાદમાં IPLની તર્જ પર રમાનારી નર્મદા નેવી ગેટર્સનો કેપ્ટન.
ક્રિકેટ કોચ ભગુ પટેલે આપી શુભકામના.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સહયોગથી અમદાવાદમાં ચિરીપાલ ફાઉન્ડેશન દ્વારા 19મી મે 2024 થી 6 ટીમો વચ્ચે IPL ની તર્જ પર T-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં દમણનો ઉમંગ ટંડેલ નર્મદા નેવી ગેટર્સ ટીમ નો કપ્તાન બન્યો છે. ઉમંગ ના કોચ ભગુ પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે ઉમંગ ગુજરાતની ટીમનો ઉભરતો ખેલાડી છે, જેને ગુજરાત ક્રિકેટ એસોસિએશને તાજેતરમાં વાપીમાં નેપાળ, બરોડા અને ગુજરાતની ટીમ વચ્ચે રમાયેલા ફ્રેન્ડશિપ કપમાં ગુજરાતની ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા હતા. વધુમાં, ઉમંગના કોચ ભગુ પટેલે જણાવ્યું છે કે ઉમંગની ટીમમાં IPL ખેલાડી સૌરવ ચૌહાણ અને રણજી ટ્રોફી ખેલાડી હેત પટેલ વિકેટ કીપર બેટ્સમેન, વાઈસ કેપ્ટન તેજસ પટેલ જેવા ખેલાડીઓથી ભરપૂર છે, જે તમામ નર્મદા નેવી ગેટર્સને ટીમ ને તેમનું 100 ટકા પ્રદર્શન આપીને જીત અપાવવામા મહત્વની ભૂમિકા ભજવશે. ઉમંગ ઉપરાંત દમણના ઓલરાઉન્ડર ખેલાડી હેમાંગ પટેલ, સુઝલ જીવાણી, યશ ટંડેલ, મહિપાલ ઝાલા, રોહન પાટીલ, આર્યન કામલી જેવા ખેલાડીઓ પણ અન્ય ટીમો સાથે રમતા જોવા મળશે. ઉમંગના કોચ ભગુ પટેલે ઉમંગને નર્મદા નેવી ગેટર્સ ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે દમણના તમામ ખેલાડીઓએ ઉમંગ પાસેથી શીખવું જોઈએ.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877