Explore

Search

November 22, 2024 5:00 pm

लेटेस्ट न्यूज़

ઉમંગ ટંડેલની N.C.A. ઉભરતા ઉચ્ચ પ્રદર્શન શિબિર માટે પસંદગી : Bhaubhai Pa

ઉમંગ ટંડેલની N.C.A. ઉભરતા ઉચ્ચ પ્રદર્શન શિબિર માટે પસંદગી : Bhaubhai Pa

ઉમંગ ટંડેલની N.C.A. ઉભરતા ઉચ્ચ પ્રદર્શન શિબિર માટે પસંદગી.

ઉમંગ GCA તરફથી દુલીપ ટ્રોફી પસંદગી માટે એકમાત્ર હોટફેવરિટ ખેલાડી. ( ક્રિકેટ કોચ શ્રી ભગુ પટેલ)

 પ્રાપ્ત માહિતી અનુસાર, B.C.C.I. ની અખિલ ભારતીય વરિષ્ઠ સમિતિએ 10 જૂનથી 29 જૂન દરમિયાન તમિલનાડુ ના કોઈમ્બતુરમાં યોજાનાર N.C.A  અંડર 23 ઇમર્જિંગ હાઇ પરફોર્મેન્સ કેમ્પ માટે ઉમંગની પસંદગી કરી છે. ઉમંગ ની પસંદગી અંગે ખુશી વ્યક્ત કરતાં ઉમંગના કોચ શ્રી ભગુ પટેલે ઉમંગને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે ઉમંગ ખૂબ જ સારો બેટ્સમેન ઓલરાઉન્ડર ખેલાડી છે, જેને મેં ક્રિકેટની ટ્રિક્સ ખૂબ નજીકથી શીખવી છે, જે આજે ઉમંગે સિદ્ધ કરી ને બતાવ્યું છે. બી.સી.સી.આઈ. દ્વારા આયોજિત ઘરેલું સ્પર્ધા રણજી ટ્રોફી 2024-25માં ગુજરાતની ટીમ માટે રમતી વખતે ઉમંગે ઘણી મેચોમાં ગુજરાતની ટીમના ટોપ ઓર્ડરના બેટ્સમેનો વહેલા આઉટ થઈ ગયા હતા અને ટીમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે ઉમંગે મેચમાં ઉભા રહી પોતાનું પ્રદર્શન કરી ગુજરાત ટીમ ને  મજબૂત સ્થિતિમાં મૂકીને અને ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઉમંગ રણજી ટ્રોફી 2024-25માં ગુજરાતની ટીમનો સૌથી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી બન્યો છે. 2024-25ની રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમ માટે રમતી વખતે ઉમંગે 6 મેચમાં 49.63ની એવરેજની મદદથી 543 રન બનાવ્યા હતા, જેમાં તેણે સતત 5 અડધી સદી ફટકારી હતી અને પોતાના ઉચ્ચ પ્રદર્શનથી એક અલગ જ ઓળખ બનાવી છે. ક્રિકેટ કોચ શ્રી ભગુ પટેલે જણાવ્યું છે કે ઉમંગનું 2024-25નું રણજી ટ્રોફીમાં પ્રદર્શન જોઈને મને આશા છે કે ઉમંગની પસંદગી દુલિપ ટ્રોફી માટે થઈ શકે તેવી મને આશા છે. ઉમંગ ની N.C.A. કેમ્પ માટે પસંદગી થતાં ઉમંગના માતા-પિતા, ઉમંગના ચાહકો અને સમગ્ર દમણ ના ક્રિકેટ  પ્રેમીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग