મિત્ર એટલે એક વ્યક્તિ જેની સાથે કોઇપણ બીજી વ્યક્તિ પોતાના વિચારો વાતો નિખાલસતા સાથે વ્યક્ત કરી તેને ભૂલી જતા શીખી જાય છે, કારણ તેની પાસેથી તેને પોતાના મનના સવાલો એકદમ સ્પષ્ટ જવાબ સાથે મળી જાય છે. કોઇપણ સમજૂતી જે કદાચ અઘરી લાગે તે મિત્ર સાથે વાત થતાં એકદમ હળવી સમજાય તેવી થઇ જાય. બસ, આવી જ મિત્રતા મારી કપડવંજ ખાતે રહેતા રાજેશ દલવાડી સાથે છે. પહેલાનો સમય પત્રમૈત્રીનો હતો, ત્યારે હું ધો. 5 (સને 1977) માં રાજકોટની ચૌધરી હાઇસ્કૂલમાં ભણતો હતો. એ સમયે સાપ્તાહિકોમાં સ્પેશિયલ મિત્રો બનાવવા માટે નામ સાથે સરનામા છપાતા હતા અને એમાંથી જ મારો સંપર્ક રાજેશ સાથે થયો. ભલે એ સમયે અમારું મળવાનું નહોતું થયું પરંતુ દિલના તાર એવા તો ઝણઝણી ઉઠ્યા કે પત્રમૈત્રીથી થયેલી શરૂઆત આજનાં વોટસ એપનાં જમાનામાં પણ રહી છે. તા. 20 મે, 2024 સોમવારે અમે મનોજ ઇન્દ્રવદન આચાર્ય તથા મારા ધર્મપત્ની નયના અમારી ફોર્ડ કારમાં સવાર થઈને પહોંચી ગયા રાજેશનાં કપડવંજ ખાતેનાં નિવાસસ્થાને.. તેમનાં ધર્મપત્ની કોકિલાબેને તથા તેમનાં માતુશ્રીએ ખુબ જ ભાવથી અમારૂં સ્વાગત કર્યું અને અમે જુના સંસ્મરણો તાજા કર્યા. રાજેશનાં સુપુત્ર કપડવંજમાં ડોક્ટર છે.
આ સાથે કપડવંજની બીજી વ્યક્તિ રાજુ બારોટ સાથે મિત્રતાની સ્નેહાળ શરૂઆત થઈ. શ્રી રાજુભાઇ શિક્ષણનાં વ્યવસાય સાથે સંકળાયેલ છે અને તેમનું વોટસ એપ ગ્રુપ લસુન્દ્રા પેસે ચલાવે છે, જેમાં હું પણ સભ્ય છું અને છેલ્લા 3 વર્ષથી એમની સાથે સંપર્કમાં છું. એમની પણ ઇચ્છા હતી કે અમારી મુલાકાત થાય એટલે અમે પણ ખુબ પ્રેમથી તેમનાં નિવાસસ્થાને મળ્યા. બંન્ને મુલાકાતની તસવીરો પણ અહીં શેર કરી છે.
એક દોસ્તી એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ
પણ સાથ આપી જિંદગી જીવી લઈએ
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)



Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877