Explore

Search

November 21, 2024 1:29 pm

लेटेस्ट न्यूज़

બોટાદ ખાતે આવેલા ‘કૃષ્ણધામ વૃદ્ધાશ્રમ’ની મુલાકાત : મનોજ આચાર્ય

બોટાદ ખાતે આવેલા ‘કૃષ્ણધામ વૃદ્ધાશ્રમ’ની મુલાકાત : મનોજ આચાર્ય

થોડા સમય પહેલા જ અમે બોટાદ ખાતે આવેલા ‘કૃષ્ણધામ વૃદ્ધાશ્રમ’ની મુલાકાત લીધી હતી. વિદેશી સંસ્કૃતિના પ્રભાવને કારણે ભારત ઝડપથી બદલાઈ રહ્યું છે અને આપણે આપણા સંસ્કારો, વ્યવહારો વગેરે સમાપ્ત કરી રહ્યા છીએ. ભારતીય સંસ્કૃતિ આપણેને હંમેશા વૃદ્ધ તેમજ આપણાથી મોટા લોકોને સન્માન કરવાનું શીખવાડે છે પરંતુ કડવી હકીકત એ પણ છે કે હવેની પેઢીને વડિલો ભારરૂપ લાગતા હોઇ વૃધ્ધાશ્રમમાં મુકી આવે છે તો સાથોસાથ એવા પણ લોકો છે કે નિરાશ્રિત વૃદ્ધોને પોતાનાં સ્વજન સમજીને તેમની સેવા કરે છે. આવા જ એક અદના આદમી છે શ્રી જીતુભાઇ જાની કે જેઓ કથા, કિર્તન અને કર્મકાંડ કરીને સ્વખર્ચે ઉપરોકત આશ્રમ ચલાવી રહ્યા છે. તેઓ મારા આત્મીય મિત્ર પણ છે. અહીં લગભગ 12 વૃદ્ધો સુખેથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે, જેમનો કોઇ જ ચાર્જ લેવામાં આવતો નથી. અમે પણ વૃદ્ધાશ્રમ માટે મેલેમાઇન ડિશોનો સેટ, જરૂરી વાસણો, 30 કિલો લોટ, 6 મહિના સુધી ચાલે એટલું મરચું, ધાણાજીરૂ, હળદર, અથાણાં તથા અન્ય નાસ્તો પણ દાન રૂપે અમારી સંસ્થા શ્રી સિદ્ધ ગાયત્રી શક્તિપીઠ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અર્પણ કરેલ હતો. આ સમયે આશ્રમનાં સંચાલકશ્રી જીતુભાઇ જાની, મેનેજરશ્રી કમલેશભાઈ આચાર્ય, અમે મનોજ આચાર્ય, મારા ધર્મપત્ની નયના, બહેનપણીઓ પ્રવિણાબેન દોશી, દક્ષા સંઘવી તથા અલ્પા દોશી પણ ઉપસ્થિત હતા. આશ્રમનાં વૃધ્ધો સાથે અમે સંવાદ પણ કર્યો અને પરિસ્થિતિ જાણીને અમારા નેત્રો સજળ બન્યાં. 😢 આપ સૌને મારી નમ્ર અપીલ છે કે આ વૃધ્ધાશ્રમને આર્થિક અને જરૂરી ચીજવસ્તુઓનું દાન આપીને મદદરૂપ થઈ શકો છો, જેના માટે QR CODE આપેલ છે, જે સ્કેન કરીને યથાશક્તિ દાન કરી શકો છો તથા સીધી સેવાઓ આપવા માટે તેમજ અન્ય પૂછપરછ માટે આશ્રમનું સરનામું અને મોબાઇલ નંબર પણ અત્રે આપેલા છે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग