London. ૦૯-૦૭-૨૦૨૪
કિઅર સ્ટાર્મરને બ્રિટિશ પીએમ બનવા બદલ અભિનંદન, યૂકેની શાંતિને ગ્રહણ લગાડનાર કટ્ટરપંથીઓ અને ભારત વિરોધીઓને કચડી નાખવાની જરૂર : NRI કેશવ બટાક
- એનઆરઆઈ ગ્રુપના કન્વીનર કેશવભાઈ બટાકે બ્રિટનના નવા વડાપ્રધાનને ભારત અને બ્રિટિશ ઇંડિયનંસના હિતોને બળ પ્રદાન કરવાની તેમની ચૂંટણી વચનોની અપાવી યાદ
લંડન . NRI ગ્રુપ લંડન યૂકેના કન્વીનર કેશવભાઈ બટાકે બ્રિટનના નવા વડાપ્રધાન કિઅર સ્ટાર્મરને પીએમ બનવા બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવ્યું છે. NRI કેશવભાઈ બટાકે પીએમ કિઅર સ્ટાર્મરને આજે મોકલાવેલ બધાઈ
પત્રમાં લખ્યું કે અમને વિશ્વાસ છે કે તમે તમારા ચૂંટણી વચનો પ્રમાણે ભારત અને બ્રિટિશ ઇંડિયનંસ હિતોને બળ પ્રદાન કરશો. NRI કેશવભાઈ બટાકે યૂકેની આંતરિક સુરક્ષા પડકારો તરફ પીએમ કિઅર સ્ટાર્મરના ધ્યાન દોરતા લખ્યું કે બ્રિટનની શાંતિને ગ્રહણ લગાડનાર કટ્ટરપંથીઓ અને ભારત વિરોધી સમૂહોને કચડી નાખવાની જરૂર છે.
અમો NRIઓ હંમેશા ભારત અને બ્રિટનના શુભેચ્છકો રહ્યા છીએ. NRIઓ યૂકેના વિકાસ માટે પ્રયત્નશીલ છે. તમારા નેતૃત્વમાં લેબર પાર્ટીને મળેલો વિશાળ જનાદેશ તમારામાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે. લેબર સરકારને યુકેના તમામ લોકોની તરક્કી અને તેમની સમસ્યાઓના નિવારણ માટે પ્રયત્ન કરવો જોઈએ. બ્રિટિશ ભારતીયો હંમેશા બ્રિટન પ્રત્યે મૈત્રીપૂર્ણ રહ્યા છે. લેબર પાર્ટીએ પણ ભારતની આઝાદી જેવા સારા કામો કર્યા. પછીના વર્ષોમાં તેમનો બદલાયેલો દૃષ્ટિકોણથી ઘણું બઘુ બદલાઈ ગયો. આજે વિશ્વને શાંતિની જરૂર છે. ભારત વિશ્વ શાંતિનો હિમાયતી છે. વિશ્વને એક મજબૂત ભારતની જરૂર છે. ભારત-યુકે સંબંધોને વઘુ મજબૂત બનાવવાની અને લેબર પાર્ટીના ભારત પ્રત્યેના અભિગમમાં પરિવર્તનની જરૂર છે. યુકેના વિકાસમાં અમે NRIઓ હંમેશા તમારી સાથે છીએ.
લિ .
NRI ગ્રુપ લંડન યૂકે.
( સેન્ટ્રલ લંડન)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877