- કેશવભાઈ બટાકનો UNO જનરલ સેક્રેટરીને પત્ર
” યુકે, કેનેડા, પાકિસ્તાન જેવા દેશોમાં હિન્દુફોબિયા વિરૂદ્ધ કડક કાયદા જરૂરી, યુએનઓ કરે પહેલ ” : NRI કેશવભાઈ બટાક - જૉર્જિયા એસેમ્બલીનો હિન્દુફોબિયા વિરૂદ્ધ પાસ કરેલા પ્રસ્તાવ પ્રશંસનીય પગલું
- ભારતમાં રાજકીય તુષ્ટીકરણના લીધે અમુક રાજ્યોમાં હિન્દુઓને પરેશાન કરવામાં આવી રહ્યો છે : કન્વીનર, એનઆરઆઈ ગ્રુપ લંડન યૂકે
એનઆરઆઈ ગ્રુપ લંડન યૂકેના કન્વીનર કેશવભાઈ બટાકે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનના જનરલ સેક્રેટરી António Guterres ને પત્ર લખીને દુનિયાના ઘણાં દેશોમાં હિન્દુઓ પર થતાં અત્યાચારોને રોકવા દેશોને સર્કુલર ઇશ્યૂ કરવાનો પ્રસ્તાવ કર્યુ છે. NRI કેશવભાઈ બટાકે યૂએનઓના જનરલ સેક્રેટરી António Guterres ને આજે મોકલાવેલ પત્રમાં લખ્યું કે કેનેડા, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા વિશ્વના ઘણા દેશોમાં જ્યાં હિંદુઓ વસે છે, તે મોટાભાગના દેશોમાં હિન્દુઓ વર્ષોથી ધાર્મિકદ્વેષ અને હિંસાનો સામનો કરી રહ્યા છે. બ્રિટનમાં 7 દાયકાથી હિંદુઓ વંશીય અને ધાર્મિક નફરતનો સામનો કરી રહ્યા છે. સપ્ટેમ્બર 2022 માં, બ્રિટનના લેસ્ટરમાં હિંદુઓ પર હુમલો કરવામાં આવ્યો અ inને હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી. 2024માં લંડનમાં ધીરેન્દ્ર શાસ્ત્રી (બાગેશ્વર સરકાર) નો સત્સંગ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા પોલીસકર્મીઓ દ્વારા ખોરવાનો પ્રયત્નો કરાયો હતો. કટ્ટરપંથી માનસિકતા ધરાવતા પોલીસકર્મીઓએ લંડનમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના દહીં હાંડી ઉત્સવમાં વિક્ષેપ પાડ્યો હતો. હિન્દૂ પ્રભુત્વ ધરાવતા ભારતના ભારતીય હાઈકમિશન (લંડન) ના ત્રિરંગા ધ્વજને ખાલિસ્તાન સમર્થકોએ 22 માર્ચ 2023 મીએ ઉતારીને અપમાનિત કર્યો હતો. યુનાઇટેડ કિંગડમમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારત અને હિંદુઓનું અપમાન કરવાની ઘણી વાર ઘટનાઓ બને છે. પાકિસ્તાનમાં હિંદુઓ પર હુમલા, હિંદુ મંદિરોની તોડફોડ, હિંદુ મંદિરોને તોડી પાડવા, હિંદુ ધર્મસ્થળો પર કબજો અને હિંદુ મંદિરોનું મસ્જિદમાં રૂપાંતર, હિંદુઓનું બળજબરીથી ધર્માંતરણ, હિંદુ દીકરીઓના બળજબરીથી લગ્ન, હિંદુ યુવતીઓ પર બળાત્કાર જેવી ઘટનાઓ બની રહી છે, તે દરરોજ સમાચારની હેડલાઇન્સમાં રહે છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા, મંદિરોનો વિનાશ, બળજબરીથી ધર્માંતરણ, હિંદુઓની નરસંહાર, હિંદુઓની મિલકતો કબજે કરવા જેવી ઘટનાઓ દરરોજ બને છે. કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારત વિરોધી અને હિંદુ ઘટનાઓ દરરોજ સમાચારોમાં રહે છે. ભારતમાં રાજકીય તુષ્ટિકરણ અને બ્રિટન, કેનેડા, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સરકારોની અસમર્થતા અને મૌનને કારણે હિંદુઓ અત્યાચારનો સામનો કરી રહ્યા છે. જો બ્રિટન, કેનેડા, પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરકાર ઈચ્છે તો હિંદુઓ પર અત્યાચાર જેવી ઘટનાઓ ક્યારેય નહીં બને. હિંદુઓ પર અત્યાચારોને રોકવા માટે સંબંધિત દેશોને જ્યોર્જિયાથી વધુ કડક કાયદા બનાવવાની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્રને આ માટે પહેલ કરવી જોઈએ. યુએનઓને હિંદુઓ પર થતાં અત્યાચાર સામે ઠરાવ પસાર કરવો જોઈએ. યૂએનઓને વિશ્વ ભરમાં હિંદુઓ પર થતા અત્યાચારોને રોકવા અને અત્યાચારિઓ વિરૂદ્ધ કાર્રવાઈ કરવા માટે દુનિયા ભરના દેશોના સરકારોને સર્કુલર જારી કરવું જોઈએ. NRI કેશવભાઈ બટાકે વધુમાં લખ્યું કે વિશ્વ સારી રીતે જાણે છે કે હિંદુ સમાજ સહિષ્ણુ, શાંતિપ્રિય, મહેનતુ અને વિશ્વાસપાત્ર છે અને હિંદુ સમાજ જ્યાં પણ રહે છે તેના વિકાસમાં ફાળો આપે છે. હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારોને સમજીને જ્યોર્જિયાએ એસેમ્બલીમાં ઠરાવ પસાર કર્યો છે, જેની અમે પ્રશંસા કરીએ છીએ. પશ્ચિમ બંગાળમાં કટ્ટરપંથીઓ દ્વારા હિંદુઓ પર હુમલો અત્યાચાર દરરોજ થાય છે. બાંગ્લાદેશના ઘૂસણખોરો પશ્ચિમ બંગાળમાં હિંદુઓને દબાવી રહ્યા છે અને ત્યાંની હિંદુ-બહુલ સોશિયલ ડેમોગ્રાફી બદલાઈ રહી છે. હરિદ્વાર અને ઋષિકેશમાં પવિત્ર નદીઓ નજીક અને પર્વતો પર ગેરકાયદે દરગાહ બનાવીને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. રાજસ્થાનના જયપુર હવા મહેલ વિસ્તારમાં 100થી વધુ હિન્દુ મંદિરોને વિધર્મીઓએ તોડીને કબજો કરી લીધો છે. કેરળમાં બળજબરી અને પ્રલોભન દ્વારા હિન્દુઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર, યુપી, બિહાર અને ભારતમાં જ્યાં પણ કટ્ટરવાદીઓની સંખ્યા વધુ છે ત્યાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. ભારત સરકારને આ બાવતે કડક પગલાં ભરવું જોઈએ. - António Guterres, Secretary-General, UNO &
NRI ગ્રુપ લંડન, યૂકે, Keshav Batak
સેન્ટ્રલ લંડન.
૧૧-૦૭-૨૦૨૪
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877