૧૯-૦૭-૨૦૨૪
- કેશવ બટાકે પીએમ મોદીને પત્ર લખી કર્યુ રજુઆત
દાનહના કોઈ પણ સંનિષ્ઠ, લડાયક કાર્યકરને ગમતું, પ્રશાસન-સરકારને રજુઆત કરી શકનારને બનાવવું જોઈએ થ્રીડી ભાજપના અધ્યક્ષ : સામાજિક કાર્યકર કેશવભાઈ બટાક - કેશવભાઈ બટાકનું તારણ, થ્રીડી ભાજપના સાંગઠનિક ચૂંટણીમાં દાનહને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદ મળે એ જન-ભાવનાઓ અને સમયની માંગ
. દમણ . સામાજિક કાર્યકર કેશવભાઇ બટાકે ભાજપના સાંગઠનિક ચૂંટણી પહેલાં જ થ્રીડી ભાજપના અધ્યક્ષ પદ દાનહને આપવાની આવાજ બુલંદ કર્યુ છે. કેશવભાઈ બટાકે ભાજપના અસલ કર્ણધાર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી થ્રીડી ભાજપમાં નેતૃત્વ પરિવર્તનને જરૂરી ગણાવી આ વખતે દાનહને થ્રીડી ભાજપની લીડરશિપ સોંપવાની રજુઆત કર્યુ છે. કેશવભાઈ બટાકે પ્રેસ બયાનમાં કહ્યું કે દાનહના સંનિષ્ઠ, લડાયક, કાર્યકરોને ગમતું, પ્રશાસન-સરકારને લોકોની સમસ્યાઓની રજુઆત કરી શકે એવા પ્રભાવશાળી કાર્યકર્તાને દાનહ અને દમણ-દીવના પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવવું જોઈએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે મોકલાવેલ પત્રમાં કેશવભાઈ બટાકે લખ્યું કે થ્રીડી ભાજપના નાકામ નેતૃત્વના લીધે દમણ-દીવ લોકસભા ચૂંટણી-૨૦૨૪ માં ભાજપની કારમી હાર થઈ છે. દાનહ અને દમણ-દીવના સ્થાનિક લોકો દર્દથી પીડાતા રહ્યા પણ થ્રીડી ભાજપ નેતૃત્વ અને ભાજપ હોદ્દેદારોને કઇંક ફર્ક પડ્યું નથી. દમણ-દીવ અને દાનહના સ્થાનિક લોકો ઊપર દુ:ખનો આભ તૂટી પડયું પણ થ્રીડી ભાજપ અધ્યક્ષ દીપેશ ટંડેલનું લેટરહેડ ડ્રૉવરથી બાહેર નિકળ્યું નથી ! લોકસભાની ચૂંટણી પહેલાં મે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી અને પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદીજીને પત્ર લખી થ્રીડી ભાજપમાં તાત્કાલિક નેતૃત્વ પરિવર્તન કરવાની નહીંતર બન્ને લોકસભા સીટો પર ભાજપની હારની આશંકા જણાવી હતી. ભાજપ આલાકમાને કલાબેન ડેલકરજીને ઉમેદવાર બનાવી દાનહ લોકસભા સીટ તો મેળવી લીધી પણ દમણ-દીવ લોકસભાની પ્રતિષ્ઠિત સીટ ગુમાવી દીધી હતી. દમણ-દીવ લોકસભા સીટ પર કારમી હારની તટસ્થ સમીક્ષા ભાજપ આલાકમાનને કરવી જોઈએ તો ઘણાં વિભીષણોના ચહેરાઓ બેનકાબ થઈ શકશે. સામાજિક કાર્યકર કેશવભાઇ બટાકે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીને પત્રમાં વઘુમાં લખતાં જણાવ્યું હતું કે ૨૦૨૫ માં દાનહ અને દમણ-દીવમાં પંચાયતીરાજ સંસ્થાઓની ચૂંટણી થવાની છે. એ પહેલાં થનારી થ્રીડી ભાજપની સાંગઠનિક ચૂંટણીમાં દમદાર કાર્યકરને પ્રદેશ ભાજપ અધ્યક્ષ નિમવાની સોનેરી તક છે. મારા સંજ્ઞાનમાં આવ્યું છે કે ઘણાં લોકોની ઇચ્છા છે કે આ વખતે દાનહના એવા ધુરંધર નેતા/ કાર્યકરને થ્રીડીના પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવવું જોઈએ જેણે ગામો, ફળિયાઓ, પાડાઓ, મહોલ્લાઓ, રસ્તાઓના ખબર હોય અને લોકોને ચહેરાઓથી તથા નામોથી ઓળખી શકવાની ક્ષમતા હોય. બધુ ગજવે કરનારને નહીં પરંતુ લોકોની સમસ્યાઓના ઉકેલ લાવી શકનાર વ્યક્તિને થ્રીડી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવાની જરૂર છે.
લિ .
કેશવભાઈ બટાક
( સામાજિક કાર્યકર, દમણ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877