લંડન તા ૨૩-૦૭-૨૦૨૪
શ્રીદમણિયા માછી મહાજન દ્વારા લેસ્ટરમાં ગુરૂ પૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી, NRI કેશવભાઈ બટાકે કહ્યું ” માછી સમાજની ધર્મનિષ્ઠા અને દેશ તથા કર્મભૂમિ પ્રત્યે અપનત્વ કાબિલે તારીફ
- લેસ્ટર, યૂકેમાં વસતાં દમણના માછી સમાજના લોકોને એક સૂત્રમાં બાંધી એકજુટ કરી પોતાની સંસ્કૃતિ અને પર્વો-ત્યોહારોની ઉજવણી કરવામાં શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર, યૂકેના પ્રયાસ ખૂબજ પ્રશંસનીય : કેશવભાઈ બટાક, કન્વીનર, એનઆરઆઈ ગ્રુપ, લંડન-યૂકે,
લંડન . શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર, યૂકેએ ગુરૂ પૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી કર્યુ હતું. ૨૧ મીએ સાંજે પાંચ વાગ્યે શ્રીદમણિયા માછી મહાજન હૉલ, લેસ્ટરમાં માછી સમાજના સૈકડો સ્ત્રીઓ, પુરૂષો, યુવાઓ, યુવતીઓ, બાળકોએ પહોંચીને ગુરૂ પૂર્ણિમા ઉત્સવમાં શ્રીગુરૂ પાદુકાનુ પૂજન, શ્રીગુરૂ મહારાજની આરતીમાં ભક્તિભાવથી ભાગ લીધો હતો. શ્રીભક્ત મંડલ દ્વારા ભજન પ્રોગ્રામમાં ભજનોની શાનદાર પ્રસ્તુતિ કરાઈ હતી. છેલ્લે મહાપ્રસાદ સાથે ઉત્સવની પૂર્ણાહુતિ થઈ હતી. શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર, યૂકેના પ્રમુખશ્રી પ્રમોદભાઈ ટંડેલજીની આગેવાનીમાં વાઇસ પ્રેસિડેન્ટ વિનોદભાઈ એચ. ટંડેલજી અને આખી ટીમે મળીને ગુરૂ પૂર્ણિમા ઉત્સવને સફળ બનાવ્યું હતું. ગુરૂ પૂર્ણિમા ઉત્સવમાં પ્રસિદ્ધ કથાકાર ભરતભાઇ વ્યાસ, શ્રીમાછી મહાજન મંડળ , નાની દમણના પ્રમુખશ્રી હરજીભાઈ ટંડેલજી, માછી સમાજના અગ્રણીઓ-વિજયભાઈ ટંગાલજી, રમણભાઈ કોઠાજી, નરસિંહભાઈ ટંડેલજી, પરેશભાઈ ટંડેલજી સહિતના મહાનુભાવો, ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહ્યું હતું. NRI ગ્રુપ લંડન યૂકેના કન્વીનર કેશવભાઈ બટાકે ગુરૂ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર, યૂકેને હાર્દિક શુભેચ્છાઓ પાઠવ્યો હતો. NRI કેશવભાઈ બટાકે સેન્ટ્રલ લંડનથી જારી પ્રેસ બયાનમાં કહ્યું કે માછી સમાજ સદિઓથી ઘાર્મિક રહ્યું છે. માછી સમાજના લોકો દેશમાં હોય અથવા પરદેસમાં પણ પોતાની સંસ્કૃતિ, ધર્મનિષ્ઠા ક્યારેય નહીં છોડે. માછી સમાજના હજારો લોકો સાત સમંદર પાર લેસ્ટર, લંડન-યૂકેમાં રહીને પણ પોતાનો પર્વો-ત્યોહારોની પારમ્પરિક રીતે ઉજવણી કરે છે. માછી સમાજની ધર્મનિષ્ઠા અને દેશ તથા કર્મભૂમિ પ્રત્યે અપનત્વ કાબિલે તારીફ છે. લેસ્ટર, યૂકેમાં વસતાં દમણના માછી સમાજના લોકોને એક સૂત્રમાં બાંધી એકજુટ કરી પોતાની સંસ્કૃતિ અને પર્વો-ત્યોહારોની ઉજવણી કરવામાં શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર, યૂકેના પ્રયાસ ખૂબજ પ્રશંસનીય છે. શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર, યૂકે પણ ધાર્મિક ગતિવિધિઓ, આયોજનો દ્વારા હિન્દુ સનાતન ધર્મના પ્રચાર-પ્રસારમાં પોતાની મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.
લિ.
એનઆરઆઈ ગ્રુપ,
લંડન-યૂકે ( સેન્ટ્રલ લંડન)
.









Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877