Explore

Search

November 21, 2024 1:36 pm

लेटेस्ट न्यूज़

કેશવભાઈ બટાકે દમણ બસ સ્ટેન્ડના પુનર્નિર્માણમાં દેરી પર પ્રશાસનની ઝાટકણી કાઢી , કહ્યું ” ‘તોડને મેં જલ્દી ઔર બનાને મેં દેરી’ વાળી નીતિથી લોકો ત્રસ્ત “

કેશવભાઈ બટાકે દમણ બસ સ્ટેન્ડના પુનર્નિર્માણમાં દેરી પર પ્રશાસનની ઝાટકણી કાઢી , કહ્યું ” ‘તોડને મેં જલ્દી ઔર બનાને મેં દેરી’ વાળી નીતિથી લોકો ત્રસ્ત “

કેશવભાઈ બટાકે દમણ બસ સ્ટેન્ડના પુનર્નિર્માણમાં દેરી પર પ્રશાસનની ઝાટકણી કાઢી , કહ્યું ” ‘તોડને મેં જલ્દી ઔર બનાને મેં દેરી’ વાળી નીતિથી લોકો ત્રસ્ત “

૨૪-૦૭-૨૦૨૪

  • ૪ વર્ષથી આકરી ગરમી અને વરસતાં વરસાદમાં બસની રાહ જોતાં લોકો માટે શેડ /તાડપત્રની વ્યવસ્થા નહીં કરવાનો અસંવેદનશીલતાની ચરમસીમા : કન્વીનર, એનઆરઆઈ ગ્રુપ, લંડન-યૂકે
    દમણ. કેશવભાઈ બટાકે નાની દમણ બસ સ્ટેન્ડના પુનર્નિર્માણમાં ઘણી દેરીથી લોકોને મુશ્કેલીઓ અંગે કલેકટર સૌરભ મિશ્રાને કડક ભાષામાં પત્ર લખીને નારાજગી વ્યક્ત કર્યુ છે. કેશવભાઈ બટાકે કલેકટરને પાઠવેલા પત્રમાં લખ્યું કે બસ સ્ટેન્ડ તોડી પાડયાના ૪ વર્ષ બાદ ભી નવા બસ સ્ટેન્ડની કામગિરી શરૂ નહીં કરવું એ લેટલતીફીની હદ કહેવાય. મુસાફરો ભારે તડકો અને વરસાદમાં ખુલ્લા આકાશના નીચે ઉભા રહી બસોના ઇંતેજાર કરે છે. પ્રશાસન ટેમ્પરરી શેડ /તાડપત્રી લગાવી મુસાફરોને રાહત આપવાની માનવતા પણ દાખવતું નથી. એ પ્રશાસનની અસંવેદનશીલતાના ચરમસીમા છે.
    બસ સ્ટેન્ડના ઑફિસ નહીં હોવાથી મુસાફરોને બસોની અવરજવરની ટાઇમિંગ જાણવા અંગે મુશ્કેલી પડે છે. દમણ ફરવા આવતા પ્રવાસીઓમાં ‘ઉજાડ બસ સ્ટેન્ડ’ને જોઈ ખોટો સંદેશ જઈ રહ્યો છે. કેશવભાઈ બટાકે માર્ગોની બદહાલી પર કલેકટરને રોષ ઠાલવતો કહ્યું કે એક સમયે ચમકદાર રસ્તાઓ દમણની ઓળખ હતી. દમણ જિલ્લાના રસ્તાઓ છેલ્લા ૮ વર્ષમાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ‘ તોડને મેં જલ્દી ઔર બનાને મેં દેરી’ ની પ્રશાસનના વલણથી લોકો દુ:ખી છે. દમણના લોકોની આવી સમસ્યાઓ જોઈ અને સાંભળીને દુઃખ થાય છે. વહેલી તકે બસ સ્ટેન્ડનું બાંધકામ શરૂ કરો, જેથી લોકોની મુશ્કેલીમાં ઘટાડો થાય.
    લિ .
    કેશવભાઈ બટાક, photos new and old of Bus Stand Daman
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग