Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 283
રુદ્ર પ્રાગટય અને બ્રહ્માને શ્રાપની કથા
🙏🏽🌸🙏🏽🌸🙏🏽
જ્યારે આ સમગ્ર બ્રહ્માંડમાં શૂન્ય અવકાશ હતો.. કંઈપણ ન હતું ત્યારે એક દિવ્ય સ્તંભ ઝળહળતો હતો.. જેમાંથી 2 દિવ્ય જ્યોત પ્રગટ થઈ. એક ઉપર બ્રહ્માંડમાં ગયું અને એક ક્ષીર સાગર સમુદ્રમાં. કરોડો વર્ષની તપસ્યા બાદ બંનેને જાણવાની ઇચ્છા થઇ કે અમોને પ્રગટ કરનાર કોણ..? ત્યારે દિવ્ય સ્તંભની નીચે જે શોધ કરવા ગયા તે આદિ નારાયણ બન્યા.. અને આકાશમાં ગયા તે બ્રહ્માજી.. પરંતુ અભિમાન આવ્યું કે બ્રહ્માંડમાં સૌથી મોટું કોણ..? એટલે એક શરત મૂકી કે જે આ દિવ્ય સ્તંભનો છેડો ગોતે એ સૌથી મોટા ભગવાન.. આદિ નારાયણ પાતાળ સુધી ગયા પરંતુ કોઈપણ ના મળ્યું એટલે એમને દિવ્ય સ્તંભને નમસ્કાર કર્યા અને ઉભા રહી ગયા પણ ચતુરાઈપૂર્વક બ્રહ્માજીએ એક કેતકીના પુષ્પને કીધું કે જો તું બોલી આપે કે મેં આ દિવ્ય સ્તંભનો છેડો પામી લીધો તો હું તને વરદાન આપીશ એટલે કેતકી પુષ્પ માની ગયું.. બંને ભેગા થયા અને આદિ નારાયણ સામે કેતકીએ ખોટી જુબાની આપી.. એવામાં દિવ્ય સ્તંભમાંથી એક કાળ પુરુષ પ્રગટ થયા ને ક્રોધિત થઈને ખોટી જુબાની આપવા બદલ કેતકીને શ્રાપ આપ્યો કે આજ પછી મારી પૂજામાં તારું સ્થાન નહિ મળે અને બ્રહ્માને જણાવ્યું કે તમેં ખોટું બોલ્યા છો એટલે પાંચમા મુખનું હું છેદન કરું છે અને બ્રહ્માનું પાંચમું મુખ કપાઈ ગયું. એક જૂઠના લીધે બ્રહ્માનું સત્ નાશ પામ્યું અને તેઓ રાજસી દેવ બન્યા. આથી જ તેમના બનાવેલા સર્જન અમુક યુગો પછી નાશ પામે છે. ભગવાન નારાયણ સત્ય હતા એટલે એ મહાદેવના આરાધ્ય દેવ બન્યા. એ પછી મહાદેવે કહ્યું કે હે બ્રહ્મા! અનંત કાળથી મેંજ વિનાશ કરેલ સૃષ્ટિની ઉત્પતિ માટે મેં તમારું પુનઃ સર્જન કર્યું છે.. કાળક્રમે તમારો અંત થાય છે મારો નહિ.. હું જ છું મહારુદ્ર. ભગવાન શિવ સૃષ્ટિના સંહારક છે એટલે તેમના સંહારક સ્વરૂપને રુદ્ર કહેવામાં આવે છે. આમ શિવપુરાણમાં પ્રથમ ભાગમાં રુદ્ર ઉત્પતિની કથાનું વર્ણન જોવા મળે છે. ભગવાન શિવને સ્વયંભૂ કહેવામાં આવે છે જેનો અર્થ છે કે તે અજાત છે. તે ના આદિ છે અને ના અંત છે એટલે તો ભોલેનાથને અજાત અને અવિનાશી કહેવામાં આવે છે.
જય મહાકાલ હર હર ભોલે..
🙏🏽🌸🙏🏽🌸🙏🏽🌸🙏🏽
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
[8/9, 12:39 AM] Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 284
શ્રાવણ સુદ પાંચમ : શિવ પરિવાર
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
સૃષ્ટિના સંહારક શિવજીને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહી પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. શ્રાવણના મહિનામાં ભગવાન શિવ અને માં પાર્વતીની પૂજાનું વિશેષ મહત્વ છે. હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનાને અને ખાસ કરીને દેવોના દેવ મહાદેવ ભગવાન શંકરનો મહિનો માનવામાં આવે છે. આ સબંધમાં પૌરાણિક કથા છે કે જયારે સનત કુમારોએ મહાદેવને આ મહિનો પ્રિય હોવાનું કારણ પૂછ્યું, તો મહાદેવ ભગવાન શિવે જણાવ્યું છે કે જયારે દેવી સતીએ એના પિતા દક્ષના ઘરમાં યોગશક્તિથી શરીરનો ત્યાગ કર્યો હતો અને બીજા જન્મમાં દેવી સતીએ પાર્વતીના નામથી હિમાચલ અને રાની મૈનાના ઘરમાં પુત્રીના રૂપમાં જન્મ લીધો. પાર્વતીએ યુવાવસ્થામાં શ્રાવણ મહિનામાં નિરાહાર રહીને કઠોર વ્રત કર્યું અને શિવજીને પ્રસન્ન કરીને વિવાહ કર્યા, જે પછીથી જ મહાદેવ માટે આ મહિનો વિશેષ થઇ ગયો, જેની આપણે સૌ ભાવથી ભક્તિ અને પૂજા કરીએ છીએ. શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે. દક્ષિણ ભારતમાં કાર્તિકેયને મુરુગન સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં હનુમાન અને ગણેશનાં અલાયદા મંદિરો પણ જોવા મળે છે પરંતુ કાર્તિકેયનું અલાયદુ મંદિર જોવા મળતું નથી કે નથી તો તેઓ શિવાલયમાં જોવા મળતા. તેનું કારણ એ છે કે ગુજરાતમાં કાર્તિકેયની દેવ તરીકે પૂજા થતી નથી. ભગવાન દત્તાત્રેયને કાર્તિકેયનો અવતાર માનવામાં આવતો હોવાથી તેમના અનુયાયીઓ કાર્તિકેયની પૂજા કરતા હોય છે. સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે, જેમાં નાના મોટા સૌ કોઇ પુજાયા છે. તેઓ તો પુજાયા એટલું જ નહિ તેમના વાહનો પણ પુજાયા છે. કાર્તિક સ્વામીને મોરનું વાહન છે. ગણેશજીનું વાહન ઉંદર છે. પાર્વતી માતાની સિંહ પર સવારી છે, જ્યારે ભોળાનાથને નંદી પ્રિય છે. શિવજીને આભૂષણ નાગદેવતાનાં છે. સામાન્ય સમતુલના કરીએ તો દરેક વાહન એકબીજાથી જુદા જુદા સ્વભાવનાં છે છતાં તેનાં સ્વામી શિવજી હોવાથી સહુ પ્રેમથી સાથે રહે છે. બધાના સ્વભાવ જુદા જુદા હોવા છતાં ભેગા થઇ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે. શિવ મહાપુરાણ સ્વયં ભગવાન શિવજીએ રચ્યું છે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ વેદ વ્યાસજીએ આપ્યું છે.
🌷 ।। हर हर महादेव ।। 🌷
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય, રાજકોટ
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877