આજના દિવ્ય ભાસ્કરમાં એક સરસ લેખ લખ્યો છે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની 24 લાખ જેટલી સરકારી જગ્યાઓ ખાલી પડી છે જ્યારે આપણો ઓબીસી બક્ષીપંચ દલિત આદિવાસી ગરીબ સવર્ણ અને લઘુમતી સમાજનો ડબલ ગ્રેજ્યુએટ કરેલો વિદ્યાર્થી બેરોજગારીમાં આંટા મારે છે અથવા તો 15- 20 હજાર રૂપિયા ની નોકરી કરી રહ્યો છે. પરંતુ આપને સતત ધર્મના નશામાં રાખીને છેલ્લા દસ વર્ષમાં આપણે આપણા અધિકારો ભૂલી ગયા છીએ. કડવી વાસ્તવિક કહે છે કે આ ભણતર વિદ્યાર્થીઓ પણ મંદિર મસ્જિદ ના મુદ્દામાં મોટાભાગે પાછો whatsapp યુનિવર્સિટીમાં કે ધાર્મિક સંગઠનોમાં સક્રિય હોય છે.
ભારતની લોકસભામાં હમણાં જ રજૂ થયેલા આંકડા મુજબ રાજ્ય સરકારોમાં શિક્ષણ અને પોલીસની સરકારી 13,00,000 જગ્યાઓ ખાલી છે. જ્યારે કેન્દ્ર સરકારમાં 9.80 લાખ જગ્યાઓ ખાલી છે.. અર્થાત લગભગ 24 લાખ આસપાસ સરકારી જગ્યાઓ આજે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોની સરકારો ભરતી નથી. વિપક્ષ પણ કહે છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારોમાં 30 લાખ જગ્યાઓ ખાલી છે તે તાત્કાલિક ધોરણે ભરવી જોઈએ.
24 લાખ જગ્યાઓ ખરેખર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સરકારી નોકરી દ્વારા ભરાઈ જાય તો એસ.સી એસ.ટી ઓબીસી બક્ષીપંચ ના 50% અનામતને કે 12,00,000 લોકો સીધી ભરતી સરકારી થાય એને તેમનો પરિવાર આનંદમય જીવન જીવી શકે. આ ઉપરાંત 10% લોકો એસસી એસટી ઓબીસી બક્ષીપંચના કેટેગરીમાં પણ એટલે કે જનરલ કેટેગરીમાં પણ મેરિટને લાયકાત મુજબ પ્રવેશ મેળવે. એટલે કે બીજા અઢીથી ત્રણ લાખ એસસી એસટી ઓબીસીના ભણેલા ગણેલા મેરીટ ધરાવતા લોકો નોકરી પામે.
શું આપણે ભણેલા ગણેલા યુવાનો એસસી.,એસ.ટી ,,ઓબીસી બક્ષીપંચ થઈ ગયા તેથી નોકરીમાં આપણું પ્રમાણ વધી જશે તેના માટે સરકારી પદો ખાલી રહેવા માંડ્યા છે?
ભારતની કોઇપણ ન્યુઝ ચેનલો હિન્દી અંગ્રેજી આના વિશે ડિબેટ નહી રખે.
તેના ફક્ત દર અઠવાડિયે નવા નવા ધાર્મિક મુદ્દાઓ વિશે ડિબેટ રાખે છે .. પ્રજાને ગેરમાર્ગે દોરે છે.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877