यह काम नहीं है, यह एक संगीत कार्यक्रम है, यह एक साजिश है!
“मैं कभी छुट्टी नहीं लेता. ”मैं प्रतिदिन 18 घंटे काम करता हूं।” प्रधानमंत्री और उनके कट्टर भक्त कहते हैं।
लेकिन भाई, यह तो बताओ कि तुम कौन सा काम करते हो, प्रयागराज जाकर गंगा में डुबकी लगाने को काम कहते हो? जामनगर वंतारा जाकर पशु-पक्षियों के साथ फोटो खिंचवाना काम कहलाता है? सासन शेर को देखने जाने को काम कहते हैं? सोमनाथ मंदिर के दर्शन करने जाने को काम कहते हैं? मोर को दाना खिलाना क्या काम कहलाता है?
क्या हर दिन किसी को खुश करना काम है? क्या इसे चुनाव के लिए नफरत भरने का काम कहा जाता है?
अक्षय कुमार को घटिया इंटरव्यू देना क्या नौकरी कहलाती है? क्या सैफ अली खान और प्रियंका चोपड़ा से मिलना और बातें करना काम कहलाता है? पार्टी की बैठकें करना और कार्यकर्ताओं की सेवा/अनुनय करना काम कहलाता है? विपक्ष और विरोधियों के विरुद्ध षडयंत्र करना कार्य कहलाता है? विधायकों/सांसदों को खरीदना क्या काम कहलाता है?
क्या दुनिया भर के विभिन्न देशों के राष्ट्रपति/प्रधानमंत्री से मिलने के बहाने विमान से अमेरिका, यूरोप, जापान, ऑस्ट्रेलिया, रूस, मंगोलिया घूमने को काम कहा जाता है?
अगर ये सब काम है तो देश के नागरिक भी बिना छुट्टी लिए अठारह घंटे की जगह 19 घंटे काम करने को तैयार हैं.
इतने घंटे काम करते हो तो देश का हाल ऐसा क्यों?
काम वही है जो गरीब लोग कर रहे हैं. भवन की चिनाई में काम करने वाले मजदूर पूरे दिन ईंटों के ऊपर चूना, रेत और सीमेंट डालने का काम करते हैं, इसे काम कहते हैं। एक महिला दिन में दस बार घर का काम करती है और थक जाती है, उसे काम कहते हैं। किसान ब्रेक को काम कहते हैं.
एक गृहिणी जो पूरा दिन घर का काम करती है और शाम को अपने पति और बच्चों से बात करती है उसे काम कहा जाता है। सरकारी या निजी कंपनियों में काम करने वाले कर्मचारी इसे काम कहते हैं। इसे शाकाहारियों का काम कहा जाता है जो सब्जियों या फलों से भरी लॉरी चलाकर अपना जीवन यापन करते हैं।
भाई आप जो कर रहे हो वो काम नहीं है, जलसा है, साजिश है!rs [सौजन्य : अनिल सिनोजिया, पूर्व अपर कलेक्टर, 5 फरवरी 2025]
એ કામ નથી, જલસા છે, કાવતરા છે !
‘હું ક્યારેય રજા લેતો નથી. રોજ 18 કલાક કામ કરું છું.’ એવું વડાપ્રધાન અને તેમના કટ્ટર ભક્તો કહે છે.
પણ ભાઈ, એ તો કહો તમે કામ શું કરો છો?પ્રયાગરાજ જઈ ગંગામાં ડૂબકી મારવી એને કામ કહેવાય? જામનગર વનતારામાં જઈ પશુ પક્ષીઓ સાથે ફોટા પડાવવા એને કામ કહેવાય? સાસણ જઈ સિંહ જોવા એ કામ કહેવાય? સોમનાથ મંદિરે દર્શન કરવા જવું એને કામ કહેવાય? મોરને દાણા ખવડાવવા એને કામ કહેવાય?
રોજ કોઈ ને કોઈ ઉદ્ધાટન કરવું એને કામ કહેવાય? ચૂંટણી માટે નફરતી ભાષણ ભરડવા એને કામ કહેવાય?
અક્ષય કુમારને વાહિયાત ઈન્ટરવ્યુ આપવો એ કામ કહેવાય? સૈફ અલી ખાન અને પ્રિયંકા ચોપરાને મળવું અને એની સાથે ગપસપ કરવી એને કામ કહેવાય? પાર્ટી મિટિંગો કરવી અને કાર્યકરોને પોરસાવવા/ બહેકાવવા એને કામ કહેવાય? વિપક્ષો અને વિરોધીઓ વિરુદ્ધ કાવતરા કરવા એને કામ કહેવાય? ધારાસભ્યો/ સંસદસભ્યોની ખરીદી કરવી એને કામ કહેવાય?
જુદા જુદા દેશના પ્રમુખ/ વડાપ્રધાનને મળવાના બહાને અમેરિકા, યુરોપ, જાપાન, ઓસ્ટ્રેલિયા રશિયા, મંગોલિયા આખી દુનિયામાં પ્લેનમાં ફરવું એને કામ કહેવાય?
જો આ બધું કામ હોય તો દેશના નાગરિકો પણ કોઈ રજા લીધા વગર અઢાર કલાક નહીં 19 કલાક કામ કરવા તૈયાર છે.
જો તમે આટલા બધા કલાક કામ કરો છો તો દેશની હાલત આવી કેમ છે?
કામ તો એને કહેવાય જે ગરીબ જનતા કરી રહી છે. મકાન ચણતર કામમાં કામ કરતા મજૂરો આખો દિવસ ઈંટો ચૂનો અને રેતી તથા સિમેંટ ઉપર ચડાવે છે એને કામ કહેવાય. દસ બાર ઘરના કામ કરી થાકીને લોથપોથ થઈ જતી કામવાળી કરે છે એને કામ કહેવાય. ખેડૂતો તૂટે છે તે કામ કહેવાય.
આખો દિવસ ઘરના કામ કરી સાંજે પતિ અને બાળકો સાથે હસીને વાત કરતી ગૃહિણી કરે છે એને કામ કહેવાય. સરકારી કે પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ કરે છે એને કામ કહેવાય. શાક કે ફળની ભરેલી લારી ફેરવી ઘરનું ગુજરાન કરતા શાકવાળાઓ કરે એને કામ કહેવાય.
ભાઈ, તમે જે કરો છો એ કામ નથી, જલસા છે, કાવતરા છે !rs [સૌજન્ય : અનિલ સિનોજિયા, પૂર્વ એડિશનલ કલેક્ટર, 5 ફેબ્રુઆરી 2025]


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877