Explore

Search

March 12, 2025 3:52 am

लेटेस्ट न्यूज़
Advertisements

શ્રી કોળી સમાજ સેવા સમીતી – દમણ – દ્વારા- આયોજીત – મીટીંગપરીયારી, મોટી દમણ, તા. ૦૯-૦૩-૨૦૨૫ને રવિવારના દિને યોજાઈ : નવીનભાઈ પટેલ

શ્રી કોળી સમાજ સેવા સમીતી – દમણ – દ્વારા- આયોજીત – મીટીંગ
પરીયારી, મોટી દમણ, તા. ૦૯-૦૩-૨૦૨૫ને રવિવારના દિને યોજાઈ


બપોરના લગ્ન શ્રેષ્ઠ કોળી સમાજ સેવા સમીતી – દમણ દ્વારા કુરિવાજ નાબુદી અભિયાનમાં લગ્ન
પ્રસંગમાં મુર્હુતનું ચુસ્ત પાલન કરવા તથા સમયનો બગાડો અને ખોટા ખર્ચાઓ બંધ
રવા તથા સમાજમાં એક્તા ભાઈચારો સ્થાપવા, અંધશ્રધ્ધા થી દુર રહેવા, તથા ધર્મ
જાગરણની ચર્ચા થઈ, જેમાં ગામના ગોર મહારાજ શ્રી સંદિપભાઈ (મબેલીવાળા) હાર
રહી માર્ગદર્શન , જેમાં લગ્ન પ્રસંગમાં મુહુર્તની સમજ્ગમાં
બતાવી, સાંજના ૬ થી ૭ ના સમય (ગોરજ સમય) માં ગાય માતાના આર્શિવાદના
ફાયદા વિષે જાણકારી આપી. રાત્રિના બાર વાગ્યા પછીનો સમય – ભૂત -પ્રેત – પિશાચ

  • ડાકિની – અઘોરીઓનો હોય એ સમયે લગ્ન નિષેધ છે. તથા એવા સમયે થયેલા
    લગ્નથી જીવનમાં અનેક ખોટા પરિણામો જેવા કે પતિ – પત્નિમાં ઝઘડા – છેડા
  • છૂટા
    અણબનાવ, રોગો, બાળકો ન થવા, પરિવારમાં વિખવાદ સાથે પરિવાર નાશ થવાને

વાતો જણાવી હતી.

આ ગામમાં વર્ષોથી કુરિવાજો નાબુદ થયેલા છે, જેમાં ગૃહશાંતક- લગ્ન દિવસ
મોસાળુમાં ખાવા પીવાનું રિવાજ સતર બંધ છે સાથે જાન પ્રસ્થાન સમયસર થતી રહે
છે. વરરાજાને અરધવાની વિધી જે મંપ અને માહિરામાં કરવામાં આવે છે, જેમાં એકજ
વાર કરવાનું નક્કી થયેલ. આ ગામમાં મોટા ભાગે સ્વાધ્યાય પ્રવૃતિ સાથે જોડાયેલા
રહેલા હોય, પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીના આર્શીવાદથી ગામની એક્તા જળવાય રહેલી
છે.
સભામાં સ્વાગત પ્રવચન શ્રી નવિનભાઈ રડ્યાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું
ને ગામની રિત-રિવાજોની માહિતી આગેવાનશ્રી નગિનભાઈ દેવજીભાઈ પટેલ દ્વારા
આપવામાં આવી. ઉપસ્થિત બહેનો દ્વારા ગામની રિત – રિવાજોની માહિતી અપાઈ.
સભાનું માર્ગદર્શન સમિતી પ્રમુખશ્રી નવિનચંદ્ર અખુભાઈ પટેલ, ડાભેલ દ્વારા
થયું, જેમાં સામાજ્કિ માહિતી સમિતીના શ્રી યોગેશભાઈ ભાણાભાઈ પટેલ – મોટી વાંક્ક
થતા શ્રી સુભાષભાઈ ગોપાળભાઈ પટેલ – ખારીવાડ દ્વારા આપી હતી.

આ સભામાં અન્ય ગામોથી પધારેલા આગેવાનો – શ્રી ઈશ્વરભાઈ વસનભાઈ
પટેલ (ભામટી) – શ્રી સુભાષભાઈ ઉક્ત ભાઈ પટેલ (પટલારા) – ગુલાબભાઈ પટેલ
(પટલારા) – ચીમનભાઈ મીઠ્ઠલભાઈ પટેલ (થીરીયા) – સુભાષભાઈ લાલુભાઈ પટેલ
(લવાડા) – સમુનભાઈ રઘુભાઈ પટેલ (લવાડા) – પ્લુભાઈ મંછાભાઈ પટેલ
(ભીમપોર) – નરેશભાઈ ચંદુભાઈ પટેલ (મોટી વાંકડ) થતા ગામના આગેવાનો
પરસોત્તમ બાબુ પટેલ, ચંદુ ભગુ પટેલ, ભગુ બાબુ પટેલ, નરેશ ામુ પટેલ, ચીમન
મણીલાલ પટેલ સાથે મોટી સંખ્યામાં ભાઈઓ – બહેનો હાજર રહી સામાજીક
ઉત્થાનના કાર્યમાં જોડાઈ, સમાજ સુધારાના કાર્યમાં સહભાગી થવાની ખાત્રી આપી
હતી.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements