દાદરા નગર હવેલી અને દમણ અને દીવ, સચિવ (શિક્ષા), શ્રી. ટી. અરુણ, ના
માર્ગદર્શન હેઠળ શિક્ષા વિભાગ, સમગ્ર શિક્ષા, અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે તા.
૨૯/૦૭/૨૦૨૫ ના રોજ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ નું
આયોજન ચંદ્રશેખર આઝાદ હાઈ સ્કુલ, રીંગણવાડા, નાની દમણ ખાતે કરવામાં
આવ્યું.
જેમાં દમણ જીલ્લા ની સરકારી પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં અભ્યાસ કરતા અને શાળા બહાર ના
જુદી જુદી દિવ્યાંગતા ધરાવતા ૪૦ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ ને સાધન
સહાય વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઇલેક્ટ્રિક સ્કુટર, ટ્રાય સાયકલ,વિલ્ચેર, સી.પી ચેર,
હિયરીંગ એડ, ક્રચીસ એલ્બો, એમ. આર. કીટ, ટી એલ. એમ કીટ અને
કેલીપર્સ જેવા ઉપકરણો દિવ્યાંગ વિદ્યાર્થીઓ ને આપવામાં આવ્યા હતા.
શિક્ષા વિભાગ, સમગ્ર શિક્ષા, દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રીમતી. સ્મીથા
થોમસ, ડી.પી. ઓ.(સમગ્ર શિક્ષા), શ્રી. હિરેન પટેલ, જીલ્લા આઈ. ઈ. કોર્ડીનેટર
(સમગ્ર શિક્ષા), ઇન્ચાર્જ હેડ માસ્તર, માધ્યમિક શાળા, શ્રી. ઈમ્તિયાઝ મોમીન, ઇન્ચાર્જ હેડ
માસ્તર, ઉચ્ચ પ્રાથમિક શાળા, શ્રી. વીરેન્દ્ર પટેલ, અને શિક્ષા વિભાગ ના અધિકારી
શ્રીઓ, તેમજ સરકારી શાળા ના શિક્ષકો, દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને વાલીમિત્રો
હાજર રહ્યા હતા.
