કાચરોલા પરિવારનાં પિતૃઓ સ્વ. જીવતીબેન સુંદરજી, સ્વ. સુંદરજી રતનજી, સ્વ. શિવલાલ સુંદરજી તથા સ્વ. લક્ષ્મણ સુંદરજી (અપરીણિત) નાં શ્રેયાર્થે યજ્ઞ તેમજ ‘લીલ પરણાવવા’ નો પ્રસંગ મોરબીનાં ગાળા ખાતે તા. 18/11/2021, ગુરૂવારે સવારે 8 થી બપોરે 2 દરમિયાન 200 થી પણ વધુ પરિવારજનોની હાજરીમાં ઉજવાઇ ગયો. આ નિમિત્તે આ પરિવારનાં સભ્ય અને પુ. માડીનાં શિષ્ય શ્રી હિતેષ રામજીભાઇ કાચરોલાનાં નિમંત્રણને માન આપીને પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી અત્રે ખાસ પધાર્યા ત્યારે શ્રી રામજીભાઇએ પુ. માડીનું સ્વાગત કરીને ગુરૂપૂજન કર્યું હતું અને ઉપરોકત સર્વે પિતૃઓનાં મોક્ષાર્થે દરેકને 27,000 ગાયત્રી મંત્રજાપનું બળ તર્પણ, માર્જન સહિત યજ્ઞમાં આહુતિ આપીને આપ્યું હતું અને આ પ્રસંગે પુ. ગુરુદેવનાં સુપુત્ર શ્રી મનોજભાઇ આચાર્યએ (દીક્ષિત નામ વારીસ સદાનંદ) શ્રી રામજીભાઇને શાલ ઓઢાડી હતી તથા શ્રીમતી મંજુલાબેનને સાડી, હિતેશ તથા તેમનાં ભાઇ હિરેનને કપડાં તેમજ હિતેષનાં ધર્મપત્ની આરતીને સાડી આપી, આશીર્વાદ આપ્યા હતા.
આજે તા. 28 નવેમ્બર, રવિવારે મારા દિકરીબા દિવ્યા અને જમાઇ કૃતાર્થકુમારનો લગ્નદિવસ છે. દિવાળી પહેલાનાં આવ્યા છે અને જોબમાં Work From Home હોવાથી અમે આગ્રહપૂર્વક રોકેલા છે. આજના શુભ દિવસે સૌપ્રથમ માં ગાયત્રીનાં દર્શન કરીને દાદા અને પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ને સાદર વંદન કર્યા અને ત્યારબાદ અમોને (મનોજ-નયના) પણ પગે લાગ્યા. અમે સૌએ ભાવિ મંગલમય જીવનની શુભેચ્છા પાઠવીને આશીર્વાદ આપ્યા હતા. દિવ્યાનાં સાસુમાં નયનાબેન શુક્લની તબિયત ખરાબ હોવાથી રાજકોટ આવી શક્યા નહોતા, તેથી તેમનાં વિડીયો કોલીંગમાં તેમજ અન્ય પરિવારજનોનાં પણ આશીર્વાદ લીધા. બેંગ્લોર સ્થિત બંન્નેનાં મિત્રો અને બહેનપણીઓ પણ વિડીયો કોલિંગ દ્વારા શુભેચ્છા પાઠવી હતી.
